Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Japan : જાપાન પોતાના સંવિધાનનો ભંગ કરશે, દુનિયાને પોતાના લડાકુ વિમાન વેચશે

Japan : વિશ્વમાં જાપાનની ઓળખ વિશ્વમાં વિકસિત રાષ્ટ્ર તરીકે થાય છે. આ સાથે સાથે જાપાન વિશ્વમાં શાંતિ માટે પણ જાણીતું છે. પરંતુ અત્યારે જાપાન પોતાના લડાકુ વિમાન વેચવા લાગ્યું છે. આવું પહેલી વાર બન્યું છે કે, જ્યારે જાપાને તેના શાંતિવાદી...
japan   જાપાન પોતાના સંવિધાનનો ભંગ કરશે  દુનિયાને પોતાના લડાકુ વિમાન વેચશે

Japan : વિશ્વમાં જાપાનની ઓળખ વિશ્વમાં વિકસિત રાષ્ટ્ર તરીકે થાય છે. આ સાથે સાથે જાપાન વિશ્વમાં શાંતિ માટે પણ જાણીતું છે. પરંતુ અત્યારે જાપાન પોતાના લડાકુ વિમાન વેચવા લાગ્યું છે. આવું પહેલી વાર બન્યું છે કે, જ્યારે જાપાને તેના શાંતિવાદી સિદ્ધાંતોને છોડીને ફાઇટર એરક્રાફ્ટ વેચવાનો નિર્ણય લીધો છે. જાપાન અન્ય દેશોની સાથે બ્રિટન અને ઈટાલી સાથે મળીને તેના ફાઈટર એરક્રાફ્ટને વિકસાવી રહ્યું છે. આ નિર્ણય બાદ જાપાન સંયુક્ત ફાઈટર જેટ પ્રોજેક્ટમાં તેની ભૂમિકા સુનિશ્ચિત કરશે.

Advertisement

ચીનના વલણના કારણે જાપન હવે હથિયાર વેચશે

જાપાનમાં હવે પોતાના શસ્ત્રોનાં સાધનોની માર્ગદર્શિકામાં સુધારાને પણ સમર્થન આપ્યું છે. જેથી હવે જાપાન પોતાના લડાકુ વિમાન સહિત ઘાતક હથિયારો વેચવા માટે તૈયાર થયું છે. તેનો મલતવ છે કે, શાંતિની વાતો કરતું જાપાન હવે હથિયારોનો વેપાર ચાલું કરશે. તમને જણાવી દઈએ કે, જાપાનમાં પહેલા શાંતિવાદી સંવિધાન પ્રમાણે હથિયારોની વેચણી પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ અત્યારે વિશ્વમાં ચાઈના વધતા તણાવના કારણે જાપાને હથિયાર બનાવવાનો અને વેચવાનો નિર્ણય કર્યો છે.

જાપાન હવે નવા લડાકુ વિમાન બનાવશે

અત્યારે જાપાન અમેરિકા દ્વારા ડિઝાઇન કરાયેલા F-2 ફાઇટર પ્લેન અને બ્રિટન દ્વારા ઉપયોગમાં લેવાતા યુરોફાઇટર ટાયફૂનને બદલવા માટે નવી ટેક્નોલોજી ફાઇટર પ્લેન તૈયાર કરી રહ્યું છે. ઇટાલી અને બ્રિટન આ કામમાં જાપાનને સહકાર આપી રહ્યા છે. આ એક્શન પ્લાનને ગ્લોબલ કોમ્બેટ એર પ્રોગ્રામ નામ આપવામાં આવ્યું છે, જેનું મુખ્ય મથક બ્રિટનમાં છે. અગાઉ જાપાન F-X નામની સ્થાનિક ડિઝાઇન પર કામ કરી રહ્યું હતું. જાપાનને આશા છે કે રશિયા અને ચીન સામે વધી રહેલા તણાવ વચ્ચે તેના દ્વારા વિકસિત નવું એરક્રાફ્ટ અદ્યતન હથિયાર સાબિત થશે.

Advertisement

કેમ જાપાને શાંતિ સંવિધાનનો ભંગ કરતો નિર્ણય કર્યો?

જાપાનના કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ હવે જાપાન વિશ્વના દેશોને પોતાના ઘાતક હથિયારો વેચવાનું શરૂ કરશે. ઘણા લાંબા સમય સુધી જાપાને કોઈ પણ દેશને પોતાના હથિયારો વેચ્યા નથી. કારણ કે, જાપાન અત્યાર સુધી શાંતિના સંવિધાનને અનુસરી રહ્યું હતું પરંતુ અત્યારે વિશ્વના દેશોની સ્થિતિ જોવામાં આવે તો, ઘણા દેશો વચ્ચે તણાબનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જાપાને ભૂતકાળમાં અનુભવ્યું છે કે, યુદ્ધનું પરિણામ કેવું આવે છે? જેથી અત્યારે જાપાન પોતાના હથિયારો વિશ્વના દેશો માટે ઉપલબ્ધ કરાવશે. જેટ વેચવાના નિર્ણયથી જાપાન પ્રથમ વખત અન્ય દેશોમાં ઘાતક હથિયારોની નિકાસ કરી શકશે.

સંવિધાનમાં શાંતિ માટેના નિયમો બનાવામાં આવ્યાં હતાં

તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં થયેલા વિશ્વ યુદ્ધના કારણે જાપાનમાં એક સંવિધાન બનાવવામાં આવ્યું હતું. આ સંવિધાનમાં શાંતિ માટેના નિયમો બનાવામાં આવ્યાં હતાં. ખાસ કરીને વાત કરવામાં આવે તો જાપાને લશ્કરી સાધનો અને ઘાતક શસ્ત્રોની તમામ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે જ્યારે જાપાને આ બંધારણમાં સુધારો કર્યો ત્યારે વિરોધીઓએ વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સરકારની ટીકા કરી છે. ત્યારે સરકારે ખાતરી આપી હતી કે હાલમાં સુધારેલી માર્ગદર્શિકા માત્ર ફાઈટર એરક્રાફ્ટને જ લાગુ પડે છે.

Advertisement

આ પણ વાંચો: Women Empowerment : વિશ્વકક્ષાએ ભારતે મહિલા સશક્તિકરણનું નેતૃત્વ કર્યું, UN એ પણ કર્યા ભરપૂર વખાણ

આ પણ વાંચો: Pakistan : પાકિસ્તાનના બલુચિસ્તાનમાં થયો આતંકવાદી હુમલો, ચાર આતંકી થયા ઠાર

આ પણ વાંચો: RUSSIA TERRORIST ATTACK : આતંકવાદીઓને પુતિનની ખુલ્લી ચેતવણી, કહ્યું – કોઈને પણ બક્ષવામાં નહીં આવે

Tags :
Advertisement

.