Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jamnagar: ભાજપના દિગ્ગજ નેતા સહિત ત્રણ લોકો લિફ્ટમાં ફસાયા, 20 મિનિટ સુધી પાડતા રહ્યા બૂમો

Jamnagar: જામનગરથી મહત્વની સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં એક બિલ્ડીગની લિફ્ટમાં ત્રણ લોકો ફસાયા હોવાની જાણકારી સામે આવી હતી. આ ઘટનાની વાત કરવામાં આવે તો, વીજ પુરવઠો ખોરવાતા લિફ્ટમાં ત્રણ લોકો ફસાયા હતા. મહત્વની વાત એ છે કે, આ લિફ્ટમાં...
02:53 PM Jun 28, 2024 IST | VIMAL PRAJAPATI
Jamnagar News

Jamnagar: જામનગરથી મહત્વની સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં એક બિલ્ડીગની લિફ્ટમાં ત્રણ લોકો ફસાયા હોવાની જાણકારી સામે આવી હતી. આ ઘટનાની વાત કરવામાં આવે તો, વીજ પુરવઠો ખોરવાતા લિફ્ટમાં ત્રણ લોકો ફસાયા હતા. મહત્વની વાત એ છે કે, આ લિફ્ટમાં ફસાયેલા ત્રણ લોકોમાં એક ભાજપના દિગ્ગજ નેતા અને જામનગર (Jamnagar) મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર કુસુમબેન પંડ્યા હતા. નોંધનીય છે કે, આ ઘટના ટાઉનહોલ વિસ્તારમાં જ્યોત ટાવર બિલ્ડીંગમાં બની હતી.

મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર સહિત બે લોકો ફસાયા

મળતી જાણકારી પ્રમાણે ફાયર વિભાગે તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરીને તમામને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. નોંધનીય છે કે, આ લિફ્ટમાં મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર સહિત બે લોકો ફસાયા હતા. પ્રાથમિક માહિતી એવી સામે આવી છે કે, વીજળી જવાથી લીફટમા ત્રણ લોકો ફસાયા હતા. છેલ્લા સપ્તાહથી સામાન્ય વરસાદી વાતાવરણના કારણે વીજળી વારંવાર થવાથી આ અકસ્માત થતાં હોય છે.

ફાયર શાખાને તમામ ફસાયેલા લોકોને બહાર કાઢયા

જો કે, ફસાયેલા લોકોને સત્વરે બહાર કાઢવા માટે અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા ફાયર શાખાને તાત્કાલિક આ તમામ ફસાયેલા લોકોને બહાર કાઢયા હતાં. નોંધનીય છે કે, આટલી ગરમી અને બફારા વચ્ચે 15/20 મિનિટ જેટલા સમયથી લિફ્ટમાં ગુગણામણની પરિસ્થિતિ ઉદભવી હતી. મહત્વની વાત એ છે કે, સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા ફાયર વિભાગે તાત્કાલિક ધોરણે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

લાઈટ જવાનાથી આ સમગ્ર ઘટના સર્જાઈ હોવાનું અનુમાન

નોંધનીય છે કે, 20 મિમિટ સુધી ભાજપ નેતા સહિત ત્રણ લોકો લિફ્ટમાં ફસાયેલા રહ્યા હતા. ત્યાર બાદ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે લાઈટ જવાનાથી આ સમગ્ર ઘટના સર્જાઈ હતી. જો કે, તેમાં કોઈને હાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચો: ત્યજી દીધેલા નવજાતનો Ahmedabad ગ્રામ્ય પોલીસે બચાવ્યો જીવ, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો: Ahmedabad: બહારનું ખાવું હવે ઝેર સમાન! અથાણામાં ગરોળી તો નરોડાની હોટલના જમવામાં મળ્યો વંદો

આ પણ વાંચો: Surat: આ લોકો તો રેલવેને પણ છેતરી ગયા! IRCTC ની સાઈટ હેક કરી બનાવી 4.50 કરોડની ટિકિટ

Tags :
Former Deputy Mayor of Jamnagar Municipal Corporation Kusumben PandyaGujarati NewsGujarati SamacharJamnagar latest NewsJamnagar NewsKusumben PandyaVimal Prajapati
Next Article