Jamnagar : ખરેખર...આની પણ ચોરી થાય! ચોરની કરતૂત જાણી આશ્ચર્ય પામશો! જુઓ Video
- Jamnagar માં આશ્ચર્યજનક ચોરીનો બનાવ બન્યો
- દુકાનો બહાર રાખેલા પક્ષીનાં પાણીના કુંડાની ચોરી કરતો શખ્સ CCTV માં કેદ
- તંબોલી માર્કેટ પાછળ અને ખાંડ બજાર સહિતના વિસ્તારોમાં પાણીનાં કુંડા અને છાબડીની ચોરી
- વીડિયો સામે આવતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી, કાર્યવાહી કરવા માગ
Jamnagar : રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે, અબોલ પશુ-પક્ષીઓની સેવા હેતું કેટલાક જીવદયા પ્રેમીઓ પાણીનાં કુંડાનું વિતરણ કરતા હોય છે. પરંતુ, જામનગરમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈ તેમને પણ આશ્ચર્ય થશે. જામનગરમાં એક યુવક દુકાન બહાર લાગેલા પક્ષીઓનાં પાણીનાં કુંડાની ચોરી કરતા CCTV કેમેરામાં કેદ થયો છે. આ વીડિયો સામે આવતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ભભૂકી ઊઠી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગ ઊઠી છે.
આ પણ વાંચો - Gondal : જુના માર્કેટિંગ યાર્ડની ઘટના, સળગતી કાર 100 ફૂટ સુધી દોડી અને..! જુઓ Video
પક્ષીઓ માટે રાખેલા પાણીના કુંડાની ચોરી કરતો શખ્સ CCTV માં કેદ
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરનાં (Jamnagar) નાગનાથ ગેઈટ પાસે આવેલા તંબોલી માર્કેટ પાછળ અને ખાંડ બજાર સહિતનાં વિસ્તારોમાં છેલ્લા અમુક દિવસથી પક્ષીઓ માટેના પાણીના કુંડા અને છાબડીની ચોરી થતી હોવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે એવી જ એક ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વાઇરલ CCTV ફૂટેજમાં એક શખ્સ નજરે પડે છે. જે બંધ દુકાનની બહાર પક્ષીઓ માટે રાખેલા ચણ અને પાણીના કુંડાની ચોરી કરતા નજરે પડે છે.
આ પણ વાંચો - Surat: માંડવી કાર્યકર્તા સંમેલનમાં કુંવરજી હળપતિની જીભ લપસી, જુઓ વીડિયો
જીવદયા પ્રેમીઓમાં રોષ, કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગ
CCTV ફૂટેજમાં એક યુવક એક્ટિવા પર આવીને બંધ દુકાન બહારથી કુંડાની ચોરી કરી ફરાર થઈ જતા નજરે પડે છે. અબોલ પક્ષીઓ માટે ચણ અને પાણીનાં કુંડાની ચોરીનો આ વીડિયો વાઇરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીવદયા પ્રેમીઓ આવા ઇસમોની પોલીસ ધરપકડ કરે અને કડકમાં કડક સજા કરે તેવી માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો - Gandhinagar : એક તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, બીજી તરફ BJP નું સક્રિય કાર્યકતા સંમેલન