Jamnagar: જામનગર એરપોર્ટ દેશ-વિદેશના સેલિબ્રિટીઓથી ધમધમ્યું, ભારતીય સંસ્કૃતિથી થશે સ્વાગત
Jamnagar: ભારતના સૌથી અમીર વ્યક્તિઓમાં જેમનું નામ આવે છે તેના મુકેશ મુકેશ અંબાણી તેમના નાના દિકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ શૂટ કરાવવા માટે પરિવાર સાથે જામનગરમાં આવ્યા છે. તેમના લગ્ન જુલાઈમાં થવાના છે તે પહેલાના કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બન્ને નાનપણના મિત્રો છે અને હવે જલ્દી જ એકબીજાના લાઈફ પાર્ટનર બનવાના છે. અત્યારે તેઓ પોતાના પ્રી-વેડિંગ શૂટ કરાવવા માટે ગુજરાતના જામનગર નજીક જોગવડ ગામમાં આવી પહોંચ્યા છે.
એરપોર્ટને બાંધણી ગેટ અપનો સણગાર કરવામાં આવ્યો
મુકેશ મુકેશનું વિશ્વ કક્ષાએ ખુબ જ માન-સન્માનથી લેવાય છે. માટે મુકેશ મુકેશના નાના દીકરાના લગ્નમાં વિશ્વભરના અમીરો આવવાના છે. ત્યારે જામનગર એરપોર્ટ દેશી-વિદેશી સેલિબ્રિટીઓથી ધમધમ્યું રહ્યું છે. જામનગર એરપોર્ટને બાંધણી ગેટ અપનો સણગાર કરવામાં આવ્યો છે. જેથી મહેમાનનું અહીં ભારતીય ભાતીગળ સંસ્કૃતિ સાથે કરવામાં આવી રહ્યું છે. અત્યારે મુકેશ અંબાણીના માતા કોકિલાબેન આવી પહોંચ્યા છે.
આ અમીરો બનશે અંબાણી પરિવારના મહેમાન
ઉલ્લેખનીય છે કે, આલિયા, રનવીર કપૂર, અનીલ કપૂર, અર્જુન કપૂર, નીતુસિંઘની આગમનની તૈયારીઓ છે. જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ગેસ્ટલિસ્ટ વાત કરવામાં આવે તો મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, મોર્ગન સ્ટેનલીના સીઈઓ ટેડ પિક, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, ડિઝનીના સીઇઓ બોબ આઇગર, બ્લેકરોકના સીઈઓ લેરી ફિંક, એડનોકના સીઈઓ સુલતાન અહમદ અલ જાબેર, ઇએલ રોથ્સચાઇલ્ડ ખુરશી લિન ફોરેસ્ટર ડી રોથ્સચાઇલ્ડ, બેંક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ મોયનિહાન, બ્લેકસ્ટોનના અધ્યક્ષ સ્ટીફન શ્વાર્ઝમેન, કતારના વડા મોહમ્મદ બિન અબ્દુલરહેમાન બિન જસીમ અલ થાની, એડોબના સીઈઓ શાંતનુ નરાયેન, લ્યુપા સિસ્ટમ્સના સીઈઓ જેમ્સ મર્ડોક, હિલહાઉસ કેપિટલના સ્થાપક ઝાંગ લેઈ, બીપીના ચીફ એક્ઝિક્યુટિવ મરે ઓચીન્ક્લોસ, એક્સરના સીઈઓ જ્હોન એલકાન અને બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ સીઈઓ બ્રુસ ફ્લેટ જેવા અમીરો અહીં જામનગરના મહેમાન બનવાના છે.
આ પણ વાંચો: મુકેશ અંબાણીની સાદગી તો જુઓ, ગામના લોકો સાથે માણી ભજીયાની મજા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ