Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

JAMMU & KASMIR : આતંકીઓની હવે ખેર નહીં! NSA અજીત ડોભાલ, IB અને RAW ચીફ સાથે અમિત શાહની ખાસ બેઠક

JAMMU & KASMIR : જમ્મુ કાશ્મીરમાં (JAMMU & KASMIR) આતંકીઓનો સફાયો કરવા માટે હવે સરકાર એક્શન મોડમાં આવી છે. મળતી માહિતી અનુસાર, જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદની તાજેતરની ઘટનાઓ અને અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને આજે ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ...
jammu   kasmir   આતંકીઓની હવે ખેર નહીં  nsa અજીત ડોભાલ  ib અને raw ચીફ સાથે અમિત શાહની ખાસ બેઠક

JAMMU & KASMIR : જમ્મુ કાશ્મીરમાં (JAMMU & KASMIR) આતંકીઓનો સફાયો કરવા માટે હવે સરકાર એક્શન મોડમાં આવી છે. મળતી માહિતી અનુસાર, જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદની તાજેતરની ઘટનાઓ અને અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને આજે ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે અને આ બેઠકની અધ્યક્ષતા ગૃહમંત્રી અમિત શાહ કરશે તેવી વિગત પણ સામે આવી રહી છે.આ બેઠક આજે સવારે 11 વાગે યોજાઇ શકે છે.પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના (JAMMU & KASMIR) લેફ્ટનન્ટ ગવર્નર, NSA અજીત ડોભાલ, ગૃહ સચિવ, IB ચીફ, RAW ચીફ, NIA ના DG, તમામ અર્ધલશ્કરી દળોના DG, આર્મી અને એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.વધુમાં આ બેઠકમાં ગૃહ મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજર રહેશે.

Advertisement

ગૃહમંત્રી અમિત શાહ,  NSA અજીત ડોભાલ, IB ચીફ અને RAW ચીફ બેઠકમાં રહેશે હાજર

તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ચાર દિવસમાં ચાર હુમલા આતંકીઓ દ્વારા કરવામાં આવ્યા છે.હવે આ આતંકીઓનો સફાયો કરવા અને વિસ્તારમાં ફરી એક વખત શાંતિ સ્થાપવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ બેઠકમાં અધિકારીઓ ગૃહમંત્રી અમિત શાહને જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિ, આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર દળોની તૈનાતી, ઘૂસણખોરીના પ્રયાસો, ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશનની સ્થિતિ અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કાર્યરત આતંકવાદીઓ વિશે માહિતી આપશે.ઉપર્યુક્ત જણાવેલ તે મુજબ આ બેઠકમાં મોટા મોટા અધિકારીઓ જેવા કે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર, NSA અજીત ડોભાલ, IB ચીફ અને RAW ચીફ હાજર રહેવાના છે.

Advertisement

JAMMU & KASMIR માં ચાર દિવસમાં આતંકીઓના ચાર હુમલા

નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો ત્રાસ છેલ્લા કેટલાક સમયમાં વધ્યો છે. 9 જૂને જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો.આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો હતો, જે બાદ બસ કાબૂ બહાર ગઈ હતી અને ઊંડી ખાઈમાં પડી હતી.આતંકવાદીઓએ 4 દિવસમાં 4 હુમલા કર્યા છે. આતંકીઓએ રિયાસી, કઠુઆ અને ડોડામાં હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : UP Crime Case: નાના ભાઈએ ભાભી સાથે લગ્ન કરતા, અન્ય ભાઈઓએ ખુની ખેલ અંજામ આપ્યો

Advertisement

Tags :
Advertisement

.