Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jammu & Kashmir: કલમ 370 હટ્યા બાદ શ્રીનગરમાં અદ્ભુત નજારો, જોઈને સ્વતંત્રતા દિવસની ખુશી બમણી થઈ જશે

દેશમાં78મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાંથી અદભૂત વીડિયો સામે આવ્યો કલમ 370 હટ્યાના 5 વર્ષ બાદ શ્રીનગરનો નજારો Jammu & Kashmir : ભારતના 78મા સ્વતંત્રતા દિવસ(independence day)ના અવસર પર જમ્મુ-કાશ્મીર(Jammu & Kashmir)ના શ્રીનગર(srinagar)માંથી એક એવો વીડિયો સામે આવ્યો...
jammu   kashmir  કલમ 370 હટ્યા બાદ શ્રીનગરમાં અદ્ભુત નજારો  જોઈને સ્વતંત્રતા દિવસની ખુશી બમણી થઈ જશે
  1. દેશમાં78મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી
  2. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાંથી અદભૂત વીડિયો સામે આવ્યો
  3. કલમ 370 હટ્યાના 5 વર્ષ બાદ શ્રીનગરનો નજારો

Jammu & Kashmir : ભારતના 78મા સ્વતંત્રતા દિવસ(independence day)ના અવસર પર જમ્મુ-કાશ્મીર(Jammu & Kashmir)ના શ્રીનગર(srinagar)માંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને દરેક ભારતીયનો આઝાદીનો આનંદ બેવડાઈ જશે. આ વીડિયોમાં એક યુવક શ્રીનગરના લાલ ચોકમાં ધ્વજ લહેરાવતો જોઈ શકાય છે. યુવકે ખાકી પેન્ટ પહેર્યું છે અને શરીરનો ઉપરનો ભાગ તિરંગા જેવો રંગીન છે. યુવકના પેટ પર અશોક ચક્ર અને છાતી પર ભારત લખેલું છે. આ સાથે યુવાનો ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવી રહ્યા છે.

Advertisement

15 ઓગસ્ટ 2013 પહેલા કેટલાક બદમાશોએ લાલ ચોકમાં પ્રતાપ પાર્કની લોખંડની વાડ પર બે પાકિસ્તાની ઝંડા લગાવ્યા હતા. આ ઘટનાને કારણે સરકાર અને સુરક્ષા એજન્સીઓને શરમનો સામનો કરવો પડ્યો હતો. જો કે, 2019 માં કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. આ કલમ હટાવ્યા બાદ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થઈ ગયો. કલમ 370 હટાવ્યાના પાંચ વર્ષ બાદ કાશ્મીરમાં શાંતિ છે અને અહીંના લોકો મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. કાશ્મીર દેશનો 78મો સ્વતંત્રતા દિવસ નવી આશાઓ સાથે ઉજવી રહ્યું છે.

Advertisement

કલમ 370 હટાવ્યાના પાંચ વર્ષ બાદ કાશ્મીરમાં શાંતિ

15 ઓગસ્ટ 2013 પહેલા કેટલાક બદમાશોએ લાલ ચોકમાં પ્રતાપ પાર્કની લોખંડની વાડ પર બે પાકિસ્તાની ઝંડા લગાવ્યા હતા. આ ઘટનાને કારણે સરકાર અને સુરક્ષા એજન્સીઓને શરમનો સામનો કરવો પડ્યો હતો. જો કે, 2019 માં કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. આ કલમ હટાવ્યા બાદ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થઈ ગયો. કલમ 370 હટાવ્યાના પાંચ વર્ષ બાદ કાશ્મીરમાં શાંતિ છે અને અહીંના લોકો મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. કાશ્મીર દેશનો 78મો સ્વતંત્રતા દિવસ નવી આશાઓ સાથે ઉજવી રહ્યું છે.

આ પણ  વાંચો -PM મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

Advertisement

PM મોદીએ 78માં સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગો ફરકાવ્યો હતો

દેશના 78મા સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો. તેમણે 11મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન 6000 વિશેષ મહેમાનો હાજર રહ્યા હતા. દિલ્હીમાં હાજર વિશેષ મહેમાનો અને નેતાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લાની આસપાસના તમામ રસ્તાઓ પર સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોર બાદ તમામ રસ્તાઓ ખોલી દેવામાં આવશે.

આ પણ  વાંચો -LIVE:Independence Day : આજનો દિવસ સ્વતંત્રતા પ્રેમીઓને શ્રદ્ધાંજલિ આપવાનો : PM MODI

સતત 11મી વખત PM મોદીએ રાષ્ટ્રને કર્યુ સંબોધન

દેશભરમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી છે. સતત 11મી વખત PM મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું હતું કે, આઝાદીના દિવાનાઓને નમન કરવાનો આ પર્વ છે. આઝાદીના લડવૈયાઓનું સ્મરણ કરવાનો આ પર્વ છે. તેમના કારણે આજે આપણે આઝાદ ભારતમાં શ્વસીએ છીએ. દેશના દરેક વર્ગની સ્વતંત્રતા પ્રત્યે નિષ્ઠા પ્રેરક ઘટના છે. છેલ્લા થોડા વર્ષોથી કુદરતી આપત્તિની ચિંતા વધી રહી છે. કુદરતી આપદામાં અનેક લોકોએ મોટું નુક્સાન વેઠવું પડ્યું છે. દેશ કુદરતી આપદાનો ભોગ બનનાર દરેકની સાથે દેશ છે. 40 કરોડ લોકોએ ગુલામી હટાવી, આઝાદીનું સપનું પૂર્ણ કર્યું છે. હવે આપણે દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતા દર્શાવવાની છે. 40 કરોડ લોકો આઝાદી લઇ શકે તો આપણે 140 કરોડ છીએ. 2047 વિકસિત ભારત માટે લોકોએ અનેક સૂચનો આપ્યા છે. હવે દેશના વિકાસલક્ષી કાર્યોને વેગ મળશે.

PM મોદીએ દેશને અભિનંદન પાઠવ્યા

PM નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર દેશને શુભેચ્છા પાઠવી છે. X પર, તેમણે લખ્યું કે તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ!

Tags :
Advertisement

.