Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jammu and Kashmir : ચૂંટણી પરિણામો આવતા જ આતંકીઓ સક્રિય, 2 જવાનોનું અપહરણ...

J&K માં વિધાનસભાની ચૂંટણીની અવળી અસર કોંગ્રેસ સરકાર આવતા જ આતંકવાદીઓ સક્રિય અનંતનાગમાં સેનાના બે જવાનોનું અપહરણ કર્યું Jammu and Kashmir : વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તરત જ આતંકવાદીઓએ મંગળવારે સાંજે દક્ષિણ કાશ્મીર (Kashmir)ના અનંતનાગમાં સેનાના બે જવાનોનું...
jammu and kashmir   ચૂંટણી પરિણામો આવતા જ આતંકીઓ સક્રિય  2 જવાનોનું અપહરણ
  1. J&K માં વિધાનસભાની ચૂંટણીની અવળી અસર
  2. કોંગ્રેસ સરકાર આવતા જ આતંકવાદીઓ સક્રિય
  3. અનંતનાગમાં સેનાના બે જવાનોનું અપહરણ કર્યું

Jammu and Kashmir : વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તરત જ આતંકવાદીઓએ મંગળવારે સાંજે દક્ષિણ કાશ્મીર (Kashmir)ના અનંતનાગમાં સેનાના બે જવાનોનું અપહરણ કરી લીધું હતું. જો કે, આમાંથી એક સૈનિક અપહરણ કર્યા બાદ ભાગવામાં સફળ રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ટેરિટોરિયલ આર્મીના જવાનનું આતંકવાદીઓ દ્વારા અનંતનાગના કોકરનાગ વિસ્તારના શાંગાસથી અપહરણ કરવામાં આવ્યું છે. અન્ય એક જવાન આતંકીઓને ચકમો આપીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ત્યાંથી ભાગ્યા બાદ તેણે સેનાને જાણ કરી. સુરક્ષા દળોએ ગુમ થયેલા જવાનની શોધ માટે અભિયાન શરૂ કર્યું છે.

Advertisement

આ ઘટના એવા સમયે બની છે જ્યારે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં 8 ઓક્ટોબરે ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે અહીં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની નવી સરકાર બનવા જઈ રહી છે. હવે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર સામે પણ પડકાર વધશે. વાસ્તવમાં, પાકિસ્તાન અને પાકિસ્તાન તરફી સંગઠનો ચૂંટણીના સફળ સંચાલનથી ઉશ્કેરાયા છે. આ પછી અહીં આતંકી ગતિવિધિઓમાં ભારે વધારો થવાની સંભાવના છે.

Advertisement

આ પણ વાંચો : Omar Abdullah ભાજપ સાથે સરકાર બનાવશે...? આ રહ્યા કારણો...

આ પહેલા કરાયું છે અપહરણ...

અગાઉ વર્ષ 2020 માં પણ આતંકવાદીઓએ આવું જ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું. ત્યારબાદ ટેરિટોરિયલ આર્મીના સૈનિક શાકિર મંજૂર વેજનું કાશ્મીર (Kashmir)માં અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના પાંચ દિવસ બાદ પરિવારને ઘર પાસે શાકીરના કપડા મળ્યા હતા. આ ઘટના 2 ઓગસ્ટના રોજ બની હતી, જ્યારે 24 વર્ષીય શાકિર વેજ દક્ષિણ કાશ્મીર (Kashmir)ના શોપિયાંના હરમનમાં તેના ઘર નજીકથી ગુમ થઈ ગયો હતો. શાકિર બકરીદના દિવસે તેના ઘરે ગયો હતો ત્યારે આતંકવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો : Haryana :"નામ...જલેબી બાઇ " કામ થઇ ગયું BJPનું..જાણો માતુરામની જલેબીનો ભાવ

1 વર્ષ પછી સૈનિકનો મૃતદેહ મળ્યો...

અપહરણની સાથે આતંકવાદીઓએ સૈનિકની કારને પણ સળગાવી દીધી હતી. શાકિર દક્ષિણ કાશ્મીર (Kashmir)ના બાલાપુરમાં 162-TA માં પોસ્ટેડ હતો. ઘણી શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો. એક વર્ષ પછી, સપ્ટેમ્બરમાં, શાકિરનો મૃતદેહ કાશ્મીરના કુલગામમાંથી મળ્યો હતો. તપાસ બાદ પોલીસે શાકીરના પરિવારનો સંપર્ક કર્યો. આ દરમિયાન તેના પિતા મંજૂર અહેમદ વાગેએ કહ્યું હતું કે, લાશની ઓળખ કર્યા બાદ જાણવા મળ્યું કે તે તેનો પુત્ર શાકિર હતો. જે એક વર્ષ પહેલા ગુમ થયો હતો.

આ પણ વાંચો : હરિયાણાના પરિણામ પર રાકેશ ટિકૈતે કહ્યું, આખો દેશ વેચાઈ જશે...

Tags :
Advertisement

.