Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jammu and Kashmir: સવાર સવારમાં થથરી ઉઠી સ્વર્ગની ધરતી...

જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે ભૂકંપના એક પછી એક એમ બે આંચકા અનુભવાયા બારામુબાલામાં અનુભવાયા આંચકા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 અને 4.8 નોંધાઇ Jammu and Kashmir News : જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir News) માં મંગળવારે સવારે ભૂકંપના એક પછી...
jammu and kashmir  સવાર સવારમાં થથરી ઉઠી સ્વર્ગની ધરતી
  • જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે ભૂકંપના એક પછી એક એમ બે આંચકા અનુભવાયા
  • બારામુબાલામાં અનુભવાયા આંચકા
  • ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 અને 4.8 નોંધાઇ

Jammu and Kashmir News : જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir News) માં મંગળવારે સવારે ભૂકંપના એક પછી એક એમ બે આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ બારામુલ્લા અને કુપવાડામાં એક પછી એક ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના હાલ કોઈ સમાચાર નથી.

Advertisement

બારામુલામાં અનુભવાયા આંચકા

મળતી માહિતી મુજબ બારામુલામાં આજે સવારે 6.45 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બારામુબાલાથી 74 કિલોમીટર દૂર ભૂગર્ભમાં પાંચ કિલોમીટર દૂર હતું. તેની તીવ્રતા 4.9 અંદાજવામાં આવી હતી. બીજો ભૂકંપ 6.52 મિનિટે આવ્યો હતો. તેનું એપી સેન્ટર બારામુલાથી 74 કિમી દૂર 10 કિમી ભૂગર્ભમાં હતું. તેની તીવ્રતા 4.8 નોંધાઈ હતી.

આ પણ વાંચો----ઉધમપુરમાં CRPF ના કાફલા પર આતંકી હુમલો, એક જવાન શહીદ

Advertisement

પૂંચમાં પણ ભૂકંપના આંચકા

બારામુલ્લા અને કુપવાડાના પૂંચ અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે ઘણા લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે આ ભૂકંપથી કોઈ નુકસાનના અહેવાલ નથી.

Advertisement

કાશ્મીર ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા

જમ્મુ-કાશ્મીરના બાલામુલા, પૂંચ અને શ્રીનગર સહિત કાશ્મીર ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. અત્યાર સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ પણ વાંચો----હેવાન છે Kolkata Rape નો આરોપી સંજય, તેણે.....

આ પણ વાંચો---ભારતીય અગ્નિવીર બન્યો તસ્કર, ભોપાલમાં મચાવી લૂંટ, જુઓ વીડિયો

આ પણ વાંચો----પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્ટ એટેકથી કોંગ્રેસી નેતાએ જીવ ગુમાવ્યો

Tags :
Advertisement

.