Jammu and Kashmir : Kupwara માં LOC પાસે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકીઓ ઠાર...
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના કુપવાડા (Kupwara)માં આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સંયુક્ત કાર્યવાહીમાં ભારતીય સેનાની સાથે સ્થાનિક પોલીસના જવાનો પણ જોડાયા હતા. કુપવાડા (Kupwara)ના કેરન સેક્ટરમાં બોર્ડર પાસે બે આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સેનાએ બંને આતંકીઓને ઠાર કર્યા અને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. સેના અને આતંકવાદીઓ વચ્ચે બે જગ્યાએ ગોળીબાર થયો હતો. ડોડા બાદ કુપવાડા (Kupwara)માં LOC પાસે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
અથડામણ ક્યાં થઇ રહ્યું છે?
ગુરુવારે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના કુપવાડા (Kupwara) જિલ્લામાં નિયંત્રણ રેખા પર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીઓએ માહિતી આપી હતી કે ઉત્તર કાશ્મીર જિલ્લાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક એન્કાઉન્ટર શરૂ થયું હતું. કુપવાડા (Kupwara)માં થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ LOC નજીકના વિસ્તારમાં 3-4 આતંકીઓનું જૂથ જોવા મળ્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં LOC નજીક ઘૂસણખોરીનો આ બીજો પ્રયાસ છે જેને નિષ્ફળ કરવામાં આવ્યો છે. આર્મી ઓપરેશન ચાલુ છે.
રાજૌરી તરફ પણ ફાયરિંગ...
બીજી તરફ, માહિતી સામે આવી છે કે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના રાજૌરી જિલ્લાના સુંદરબની વિસ્તારમાં પણ ફાયરિંગ થયું છે. ભારતીય સેનાના જવાનોએ સુંદરબની વિસ્તારમાં અંકુશ રેખા નજીક શંકાસ્પદ ગતિવિધિ જોયા બાદ ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ મામલે હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : Gonda : ડિબ્રુગઢ એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતરી જતાં મોટી દુર્ઘટના
આ પણ વાંચો : DALIT યુવકને મળી ઢોલ ન વગાડવાની સજા, આખા પરિવારનો કરાયો બહિષ્કાર; જાણો શું છે બાબત
આ પણ વાંચો : CCS : આતંકવાદી હુમલાઓ અંગે લેવાયો સૌથી મોટો નિર્ણય...