Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jamaat e Islami : ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો...

ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી (JEI) પરનો પ્રતિબંધ આગામી 5 વર્ષ માટે લંબાવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જમાત-એ-ઈસ્લામી (Jamaat e Islami) જમ્મુ-કાશ્મીર પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ફેબ્રુઆરી 2019માં...
jamaat e islami   ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત સંગઠન જમાત એ ઈસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો

ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી (JEI) પરનો પ્રતિબંધ આગામી 5 વર્ષ માટે લંબાવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જમાત-એ-ઈસ્લામી (Jamaat e Islami) જમ્મુ-કાશ્મીર પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ફેબ્રુઆરી 2019માં જમાત-એ-ઈસ્લામી (Jamaat e Islami) પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો.

Advertisement

કેન્દ્ર સરકારે મંગળવારે રાષ્ટ્રની સુરક્ષા, અખંડિતતા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચાલુ રાખવા બદલ જમાત-એ-ઈસ્લામી (Jamaat e Islami) (જમ્મુ અને કાશ્મીર) પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ માહિતી આપી. શાહે કહ્યું કે જે કોઈ દેશની સુરક્ષાને જોખમમાં મૂકશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે 'X' પર લખ્યું, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતંકવાદ અને અલગતાવાદ માટે ઝીરો ટોલરન્સની નીતિને પગલે સરકારે જમાત-એ-ઈસ્લામી (Jamaat e Islami) (જમ્મુ અને કાશ્મીર) પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.'

Advertisement

સૌપ્રથમ 28 ફેબ્રુઆરી 2019 ના રોજ 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કરવામાં આવ્યું હતું...

ગૃહમંત્રીએ કહ્યું કે સંગઠન રાષ્ટ્રની સુરક્ષા, અખંડિતતા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ તેની પ્રવૃત્તિઓ ચાલુ રાખતું હોવાનું જાણવા મળ્યું છે. તેને સૌપ્રથમ 28 ફેબ્રુઆરી 2019ના રોજ 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Rajya Sabha Election 2024 : UP માં ખેલાયો ખેલ, BJP ના તમામ 8 રાજ્યસભાના ઉમેદવારો જીત્યા…

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.