Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

‘જલેગી તેરે બાપ કી…’ બદલાઈ ગયો ડાયલોગ, હવે આ શબ્દો બોલતા જોવા મળશે 'હનુમાનજી'

બકવાસ અને વિવાદાસ્પદ ડાયલોગના કારણે ફિલ્મ આદિપુરુષ દેશભરમાં વિરોધનો સામનો કરી રહી છે. ફિલ્મમાં ‘કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી, જલેગી ભી તેરે બાપ કી...’ના ડાયલોગ બાદ વિવાદનો ખૂબ વકર્યો હતો. તમામ લોકો...
07:53 PM Jun 21, 2023 IST | Dhruv Parmar
બકવાસ અને વિવાદાસ્પદ ડાયલોગના કારણે ફિલ્મ આદિપુરુષ દેશભરમાં વિરોધનો સામનો કરી રહી છે. ફિલ્મમાં ‘કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી, જલેગી ભી તેરે બાપ કી...’ના ડાયલોગ બાદ વિવાદનો ખૂબ વકર્યો હતો. તમામ લોકો ફિલ્મના રાઈટર મનોજ મુંતશિરની ટીકા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મેકર્સે વિવાદાસ્પદ તમામ ડાયલોગ્સને બદલવાનો નિર્ણય કર્યો હતો અને તેનો અમલ પણ કરી દીધો છે.
ફિલ્મના વાંધાજનક સંવાદો હવે બદલી નખાયા છે. હનુમાનજીના હોય કે રાવણના, નિર્માતાઓએ તે પાંચ સંવાદોને બદલવાનું કામ કર્યું છે, જે દર્શકોની ભાવનાઓ સાથે રમતા હતા. આ તમામ ફેરફારો સાથે આ ફિલ્મ સિનેમાઘરોમાં બતાવવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સના અહેવાલ મુજબ મંગળવારથી ફિલ્મમાં આ ફેરફારો કરવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક અન્ય ડાયલોગ્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે ભાષામાં બહુ ફેરફાર થયો નથી, માત્ર થોડા જ શબ્દો બદલાયા છે, જેમ કે જ્યાં હનુમાન ‘તું’ કહીને બોલ્યા હતા, ત્યાં હવે ‘તમે’ થઈ ગયું છે. ‘લંકા લગા દેંગે’ને બદલે ‘લંકા જલા દેંગે’ કરી દેવાયું છે.
તે સિવાય ફિલ્મમાં જે ડાયલોગ ચેન્જ થયા છે એ નીચે પ્રમાણે છે...
પહેલાં : જો હમારી બહનોં કો હાથ લગાયેંગે... હમ ઉનકી લંકા લગા દેંગે
અત્યારે : જો હમારી બહનોં કો હાથ લગાયેંગે... હમ ઉનકી લંકા જલા દેંગે
પહેલાં : કપડા તેરે બાપ કા... તો જલેગી ભી તેરે બાપ કી
અત્યારે : કપડા તેરી લંકા કા... તો જલેગી ભી તેરી લંકા
પહેલાં : તૂ અંદર કૈસે ઘુસા... તૂ જાનતા ભી હૈ કૌન હૂં મૈં
અત્યારે : તુમ અંદર કૈસે ઘૂસે... તુમ જાનતે ભી હો કૌન હૂં મૈં
પહેલાં : મેરે એક સપોલે ને તુમ્હારે શેષનાગ કો લંબા કર દિયા હૈ
અત્યારે : મેરે એક સપોલે ને તુમ્હારે ઇસ શેષનાગ કો સમાપ્ત કર દિયા હૈ
આ પણ વાંચો : પુષ્પા ગર્લ રશ્મિકા મંદાના સાથે પોતાના જ વ્યક્તિએ કર્યો દગો, જાણો શું છે સમગ્ર ઘટના
Tags :
adipurush 100 croresadipurush box officeadipurush collectionadipurush day 1 collectionadipurush worldwide collectionBollywoodentertainmentkriti sanonManoj Muntashir ShuklaPrabhasprabhas adipurushSaif Ali Khan
Next Article