Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NEET Exam Scam: જય જલારામ સ્કૂલના ચેરમેને NEET કાંડ મામલે કર્યો વધુ એક ચોંકાવનારો ખુલાસો

NEET Exam Scam: પંચમહાલમાં થયેલા NEET કાંડ મામલે અનેક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. અહીં માત્ર શિક્ષાનો વેપાર થતો હોય તેવી ઘટના બની હતી. કારણ કે, પૈસા લઇને ડોક્ટર બનાવી આપતા એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં અત્યારે એક...
neet exam scam  જય જલારામ સ્કૂલના ચેરમેને neet કાંડ મામલે કર્યો વધુ એક ચોંકાવનારો ખુલાસો
Advertisement

NEET Exam Scam: પંચમહાલમાં થયેલા NEET કાંડ મામલે અનેક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. અહીં માત્ર શિક્ષાનો વેપાર થતો હોય તેવી ઘટના બની હતી. કારણ કે, પૈસા લઇને ડોક્ટર બનાવી આપતા એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં અત્યારે એક બીજો મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલે આ કાંડ મામલે સૌથી મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘ગત વર્ષે મારી પર NEET પરીક્ષામાં ગેરરીતિથી કામ કરાવવા માટે કેટલાક વાલીઓ એ પ્રેસર કર્યું હતું’ સ્વાભાવિક છે કે, આવા કાંડ અને કૌભાંડો મહેનત કરતા વિદ્યાર્થીઓના મનોબળને તોડી નાખે છે.

Advertisement

તુષાર ભટ્ટ સાથે કેટલાક વાલીઓની સંડોવણી હતીઃ દીક્ષિત પટેલ

દીક્ષિત પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, અશોક પટેલ નામના વ્યક્તિ તેમના સંતાનો માટે ગત વર્ષે ગેરરીતિ કરવા તેમના જોડે આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ વખતે પણ આ વર્ષે પણ આડકતરી રીતે NEET પરીક્ષા માં ગેરરીતિ કરાવવા માટે પ્રેસર કરાવ્યું હતું. તુષાર ભટ્ટ સાથે કેટલાક વાલીઓની સંડોવણી હોવાનો દીક્ષિત પટેલે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. છબનપુર કોલેજના પ્રિન્સિપાલ અશોક પટેલ પર કર્યા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દીક્ષિત પટેલે કહ્યું કે, વાલીઓએ બળજબરીથી તમારે મારુ કામ કરવું પડશે તેવુ કહ્યું હતું.

Advertisement

સમગ્ર મામલે અશોક પટેલ સામે તપાસ કરાવવા માંગણી

ઉલ્લેખનીય છે કે, જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલે આ સમગ્ર મામલે અશોક પટેલ સામે તપાસ કરાવવા માંગણી કરી છે. આ વખત ની NEET પરીક્ષા માં અગાઉ થી અણસાર હોવા ના કારણે કોઈ જ ગેરરીતિ ન થઈ હોવાનો દાવો પણ દિક્ષીત પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ NEET કાંડમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. અત્યારે તો એવું સામે આવ્યું છે કે, NEET કાંડમાં વાલીઓ દ્વારા જ ગેરરીતિ કરવા માટે પ્રેષર કરવામાં આવ્યું હતું. જો કે, આ મામલે વધારે તપાસ થયા બાદ જ જાણી શકાશે.

Advertisement

આ પણ વાંચો: NEET Exam Scam: 10 લાખમાં ડોક્ટર બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ, તપાસ માટે SIT ની રચના

આ પણ વાંચો: Panchmahal : NEETની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ વ્યક્તિઓ સામે નોંધાવી ફરિયાદ

Tags :
Advertisement

Trending News

.

×