Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ITR deadline-over : ડેડલાઈન પૂરી, હવે તમારે ITR ફાઈલ કરવા માટે 5000 રૂપિયાનો ભરવો પડશે દંડ

અહેવાલ - રવિ પટેલ આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ હવે પૂરી થઈ ગઈ છે. ગત વખતની જેમ આ વખતે પણ સરકારે સમયમર્યાદામાં વધારો કર્યો નથી. આ કારણે હવે કરદાતાઓએ આઈટીઆર ફાઈલ કરવા માટે દંડ ભરવો પડશે. આ સિવાય તમને બીજી...
itr deadline over   ડેડલાઈન પૂરી  હવે તમારે itr ફાઈલ કરવા માટે 5000 રૂપિયાનો ભરવો પડશે દંડ

અહેવાલ - રવિ પટેલ

Advertisement

આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ હવે પૂરી થઈ ગઈ છે. ગત વખતની જેમ આ વખતે પણ સરકારે સમયમર્યાદામાં વધારો કર્યો નથી. આ કારણે હવે કરદાતાઓએ આઈટીઆર ફાઈલ કરવા માટે દંડ ભરવો પડશે. આ સિવાય તમને બીજી ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

જણાવી દઈએ કે, આ વખતે આવકવેરા વિભાગે કરદાતાઓને ITR ફાઈલ કરવા માટે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો હતો. આ દરમિયાન 6 કરોડથી વધુ લોકોએ સમયસર તેમનો ITR ભર્યો છે. માત્ર 30 જુલાઈએ જ 27 લાખથી વધુ રિટર્ન ફાઈલ થયા હતા. ચાલો અમે તમને જણાવીએ કે હવે તમારી પાસે દંડ સાથે ITR ફાઈલ કરવા માટે કેટલો સમય છે.

Advertisement

આટલો દંડ ભરવો પડશે

Advertisement

આવકવેરા વિભાગની વેબસાઇટ અનુસાર, જો તમે આવકવેરા અધિનિયમની કલમ 139(1) હેઠળ સમયમર્યાદામાં ITR ફાઈલ કર્યું નથી, તો તમારી પાસેથી કલમ 234F હેઠળ દંડ તરીકે 5,000 રૂપિયાની લેટ ફી વસૂલવામાં આવી શકે છે. જો કે, જો તમારી આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે, તો તમારે માત્ર 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

આટલા વર્ષો સુધી જેલ થઈ શકે છે

આવકવેરા વિભાગની વેબસાઈટ અનુસાર, ટેક્સ ન ચૂકવવાથી દંડ, વ્યાજ અથવા કાર્યવાહી થઈ શકે છે. આ અંતર્ગત 3 મહિનાથી 2 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. જો કે, જો કરચોરી 25,00,000 રૂપિયાથી વધુ હોય તો 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

આ પણ વાંચો - Income Tax : અંબાણી કે અદાણી નહીં, આ વ્યક્તિ ચૂકવે છે સૌથી વધુ ટેક્સ, નામ સાંભળીને નવાઈ લાગશે!

આ પણ વાંચો - જાપાન અને જર્મનીને પણ પાછળ છોડી ભારત 2027 સુધીમાં બની જશે વિશ્વનું ત્રીજુ સૌથી મોટુ અર્થતંત્ર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.