Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇટાલી : પૂરમાં ફસાયેલા 13,000 લોકોને કરાયા રેસ્ક્યૂ, નવ લોકોનાં મોત

ઇટાલીના ઉત્તરીય એમિલિયા-રોમાગ્ના વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભારે પૂર અને ભૂસ્ખલન સર્જાયા બાદ નવ લોકોના મોત થયા, જ્યારે હજારો લોકો બેઘર થયા છે. નાગરિક સુરક્ષા મંત્રી નેલો મુસુમેસીએ જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં માત્ર 36 કલાકમાં સરેરાશ વાર્ષિક વરસાદ પડી...
ઇટાલી   પૂરમાં ફસાયેલા 13 000 લોકોને કરાયા રેસ્ક્યૂ  નવ લોકોનાં મોત

ઇટાલીના ઉત્તરીય એમિલિયા-રોમાગ્ના વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભારે પૂર અને ભૂસ્ખલન સર્જાયા બાદ નવ લોકોના મોત થયા, જ્યારે હજારો લોકો બેઘર થયા છે. નાગરિક સુરક્ષા મંત્રી નેલો મુસુમેસીએ જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં માત્ર 36 કલાકમાં સરેરાશ વાર્ષિક વરસાદ પડી ગયો છે.  જેના કારણે નદીઓ વહેતી થઈ હતી.  હાલમાં પૂરના કારણે ફસેયલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

વરસાદી આફત

Advertisement

ઈટાલીમાં સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન 1000 મીમી વરસાદ પડે છે. જ્યારે હવે ત્યાં 36 કલાકમાં 500 મીમી વરસાદ પડ્યો છે. જેના કારણે નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી, શહેરોના રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા અને હજારો હેક્ટર ખેતીની જમીન પૂરની લપેટમાં આવી ગઈ. પૂરના કારણે ઈમોલાની દક્ષિણે, ફેન્ઝા, સેસેના અને ફોર્લીની શેરીઓમાં પાર્ક કરેલી કારોની છત પર કાદવવાળું પાણી ફરી વળ્યું હતું. ઘણી દુકાનો પણ ગંદા પાણીથી ભરાઈ ગઈ હતી અને લોકોએ પોતાના ઘરની છત પર આશરો લેવો પડ્યો હતો.

Advertisement

ફોર્મ્યુલા વન રેસ રદ

ઇમોલામાં રવિવારની કાર રેસિંગ ચેમ્પિયનશિપ ફોર્મ્યુલા વન એમિલિયા રોમાગ્ના ગ્રાન્ડ પ્રિકસ બુધવારે પૂરને કારણે મુલતવી રાખવામાં આવી હતી. આ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંનો એક છે. આયોજકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પૂરને કારણે અમારા ચાહકો, ટીમો અને કર્મચારીઓ માટે ફોર્મ્યુલા વન ઇવેન્ટ્સ સુરક્ષિત રીતે યોજવી શક્ય નથી."

Tags :
Advertisement

.