Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વરસાદના ચોથા રાઉન્ડની તૈયારી, સક્રિય થઇ વરસાદી સિસ્ટમ 

ગુજરાત (Gujarat)માં બિપોરજોય વાવાઝોડું અને ત્યારબાદ ચોમાસા (Monsoon)ના વિધિવત આગમન બાદ દરેક વિસ્તારમાં સારો વરસાદ (rain) પડ્યો છે ત્યારે હવે ફરીથી વરસાદનો ચોથો રાઉન્ડ શરુ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી સક્રિય થઇ રહેલી એક વરસાદી સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત...
વરસાદના ચોથા રાઉન્ડની તૈયારી  સક્રિય થઇ વરસાદી સિસ્ટમ 
ગુજરાત (Gujarat)માં બિપોરજોય વાવાઝોડું અને ત્યારબાદ ચોમાસા (Monsoon)ના વિધિવત આગમન બાદ દરેક વિસ્તારમાં સારો વરસાદ (rain) પડ્યો છે ત્યારે હવે ફરીથી વરસાદનો ચોથો રાઉન્ડ શરુ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી સક્રિય થઇ રહેલી એક વરસાદી સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડશે. બીજી તરફ 15થી 18 ઓગષ્ટે ભારે વરસાદી ઝાપટાની પણ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા આગાહી કરવામાં આવી છે.
 અનેક વિસ્તારોમાં વરસાદ પડશે
રાજ્યમાં ફરી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. જો કે જુલાઇમાં પડેલા વરસાદની તીવ્રતા કરતાં ઓગષ્ટમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે.  અવાર નવાર ભારે વરસાદી ઝાપટા પડશે તો ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં અત્યાર સુધી 79.33 ટકા વરસાદ પડી ચુક્યો છે.
અંબાલાલ પટેલે પણ આગાહી કરી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ  15થી 18 ઓગષ્ટે ભારે વરસાદી ઝાપટા પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં  વરસાદ પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે  ઓગષ્ટના અંતમાં અને  સપ્ટેમ્બરમાં ગરમી પડશે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી ચોમાસું રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
207 જળાશયો 72.26 ટકા ભરાઇ ગયા
રાજ્યમાં સારો વરસાદ થવાના કારણે રાજ્યમાં 207 જળાશયો 72.26 ટકા ભરાઇ ગયા છે. સરદાર સરોવર ડેમમાં 75.19 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના 65 ડેમ 100 ટકા ભરાયા છે જ્યારે 27 ડેમ 90થી 100 ટકા ભરાયા છે.
Advertisement
Tags :
Advertisement

.