ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ISRO 13મી જુલાઈએ Chandrayaan-3 મિશન કરશે લોન્ચ, જાણો ભારત માટે કેટલું ખાસ છે આ મિશન

ભારતમાં ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશન ચંદ્રમા પર ઉતારવા માટે તૈયાર છે. ISRO Chandrayaan-3 ને 13મી જુલાઈએ લોન્ચ કરશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સેન્ટરથી બપોરે 2.30 વાગ્યે ચંદ્રયાન-3નું લોન્ચ થશે. જો ચંદ્રયાન-3નું લોન્ચિંગ સફળ રહ્યું તો ભારત ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બની જશે....
07:17 PM Jun 28, 2023 IST | Viral Joshi

ભારતમાં ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશન ચંદ્રમા પર ઉતારવા માટે તૈયાર છે. ISRO Chandrayaan-3 ને 13મી જુલાઈએ લોન્ચ કરશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સેન્ટરથી બપોરે 2.30 વાગ્યે ચંદ્રયાન-3નું લોન્ચ થશે. જો ચંદ્રયાન-3નું લોન્ચિંગ સફળ રહ્યું તો ભારત ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બની જશે. આ અગાઉ અમેરીકા, રશિયા અને ચીન પોતાના સ્પેસક્રાફ્ટ ચંદ્રમાં પર ઉતારી ચુક્યું છે.

ચંદ્રયાન-2 મિશનને 22 જુલાઈ 2019 ના રોજ લોન્ચ કર્યું હતું, લગભગ 2 મહિના બાદ 7મી સપ્ટેમ્બર 2019ના ચંદ્રના સાઉથ પોલ પર ઉતરવાનો પ્રયાસ કરી રહેલા વિક્રમ લેન્ડર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ સાથે જ ચંદ્રયાનનું 47 દિવસનું સફર પૂર્ણ થયું હતું. તે બાદથી જ ભારત ચંદ્રયાન-3 મિશનની તૈયારી કરી રહ્યું છે.

શું છે ચંદ્રયાન-3?

ISRO ચંદ્રયાન મિશન હેઠળ ચંદ્રનો અભ્યાસ કરવા માંગે છે. ભારતે 2008માં પ્રથમ વખત ચંદ્રયાન-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ પછી ભારત 2019માં ચંદ્રયાન-2ના પ્રક્ષેપણમાં નિષ્ફળ રહ્યું હતું. હવે ભારત ચંદ્રયાન-3 લોન્ચ કરીને ઈતિહાસ રચવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3ના ત્રણ ભાગ - પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવર તૈયાર કરવામાં આવ્યા છે. જેને ટેક્નિકલ ભાષામાં મોડ્યુલ કહેવામાં આવે છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થશે લેન્ડ

ચંદ્રયાન-3ને ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે. આ મિશનને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે તેમાં અનેક વધારાના સેન્સર જોડવામાં આવ્યા છે. તેની ઝડપને માપવા માટે તેમાં એક 'લેઝર ડોપર વેલોસીમીટર' સિસ્ટમ લગાવવામાં આવી છે.

દરેક ટેસ્ટિંગમાં PASS

ચંદ્રયાન-3 મિશનના લોન્ચિંગ વ્હિકલના ક્રાયોજેનિક ઉપરી ફેઝ ને રફ્તાર આપનારા CE20 ક્રાયોજેનિક એન્જિન ઉડાન ટેમ્પરેચર ટેસ્ટિંગમાં સફળ રહ્યું હતું. તે પહેલા લેન્ડરનું એક ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું.

ચંદ્રની સપાટીની મળશે જાણકારી

ચંદ્રયાન મિશન સાથે અનેક પ્રકારના વૈજ્ઞાનિક ઉપકરણો મોકલવામાં આવશે. જેનાથી લેન્ડિંગ સાઈટની આસપાસની જગ્યામાં ચંદ્રમાની સપાટી, ચંદ્રામાના ભૂકંપ અને સપાટી પ્લાઝ્મા અને સંરચનાની થર્મલ ફિઝિકલ પ્રોપર્ટીઝની જાણકારી મેળવવામાં મદદ થશે.

GSLV MK III કરાશે લોન્ચ

ચંદ્રયાન-3 મિશનને શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટરથી જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (GSLV) એમકે III પરથી લોન્ચ કરવામાં આવશે. આ ત્રણ સ્ટેજવાળું લોન્ચ વ્હિકલ છે. જેનુ નિર્માણ ઈસરો દ્વારા કરવામાં આવ્યું છે. દેશના આ સૌથી હેવી લોન્ચ વ્હિકલને 'બાહુબલી' નામથી પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો : યૂનિફોર્મ સિવિલ કોડ…! વાંચો,આ કાયદાની તરફેણ અને વિરોધની દલીલો..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Next Article