Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંતરિક્ષમાં ISRO ની વધુ એક સફળ ઉડાન, શ્રી હરિકોટાથી ISROનું PSLV-C56 રોકેટ લોન્ચ

સિંગાપોરના DS-SAR સહિત 7 ઉપગ્રહ લોન્ચ ભારતનું કોમર્શિયલ મિશન છે PSLV-C56 ISROનું ચાલુ વર્ષે બીજુ સફળ વ્યાપારી પ્રક્ષેપણ એક સપ્તાહમાં ISROનું બીજુ સફળ મિશન ચંદ્રયાન-3 ની લોન્ચિંગ પછી ISRO એ આજે વધુ એક અને કીર્તિમાન સ્થાપિત કર્યું છે. ISRO...
08:54 AM Jul 30, 2023 IST | Viral Joshi

ચંદ્રયાન-3 ની લોન્ચિંગ પછી ISRO એ આજે વધુ એક અને કીર્તિમાન સ્થાપિત કર્યું છે. ISRO એ સવારે 6:30 વાગ્યે સિંગાપોરના 7 સૅટેલાઈટ્સ લોન્ચ કર્યા છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ શ્રીહરિકોટા ખાતેથી PSLV-C56નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. રોકેટની 58મી ફ્લાઇટ છે. આ લોન્ચિંગથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

એક સપ્તાહમાં ISROનું બીજુ સફળ મિશન

PSLV-C56 મિશન ભારતીય અંતરિક્ષ એજન્સી દ્વારા સપ્તાહમાં બીજું મોટું મિશન છે. આજે સવારે શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું. ભારતે આ અગાઉ 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું હતું. આ લોન્ચિંગમાં DS-SAR મુખ્ય સેટેલાઈટ છે.

સિંગાપોરના DS-SAR સહિત 7 ઉપગ્રહ લોન્ચ

DS-SAR સેટેલાઈટ સિંગાપોર DSTA એન્ડ એસટી એન્જીનિયરિંગ તરફથી મોકલવામાં આવ્યું છે એટલે કે સિંગાપુરની ડિફેન્સ સાઈન્સ એન્ડ ટેક્નોલોજી એજન્સી. એક વખત આ સેટેલાઈટ સેટ થ ગયું અને કામ કરવા લાગ્યું તો તે સિંગાપોરની સરકારને નક્શા બનાવવામાં મદદ મળશે એટલે કે સેટેલાઈટ તસવીરો લેવામાં સરળતા રહેશે.

શું ઉપયોગ?

એસટી એન્જિનિયરિંગ આ સેટેલાઇટનો ઉપયોગ અનેક પ્રકારની તસવીરો લેવા માટે કરશે જેથી કરીને તેને જિયોસ્પેશિયલ સર્વિસિસ આપી શકાય. તેમજ કોમર્શિયલ ડીલિંગ પણ કરી શકાય છે. DS-SAR સિન્થેટિક એપરચર રડાર પેલોડ ધરાવે છે. જે ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવી છે. આ ઉપગ્રહ દિવસ કે રાત કોઈપણ હવામાનમાં તસવીરો લેવાનું શરૂ રાખશે.

કેટલા ઉપગ્રહ?

આ સેટેલાઈટ 360 કિલોગ્રામ વજન ધરાવે છે જેને PSLV-C56 રોકેટથી અંતરિક્ષના નીયર ઈવ્કેટોરિયલ ઓર્બિટ (NEO) માં તરતો મુકાશે, આ લગભગ 535 કિલોમીટર ઉપર છે પણ 5 ડિગ્રી ઝુકાવ સાથે. આ સિવાય અન્ય 6 નાના સેટેલાઈટ્સ પણ છે. તે બધા માઈક્રો કે નેનોસેટેલાઈટ્સ છે.

  1. VELOX-AM: આ 23 કિલોગ્રામ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર માઇક્રોસેટેલાઇટ છે.
  2. ARCADE: આ પણ એક પ્રાયોગિક ઉપગ્રહ પણ છે. જેનું પૂરું નામ છે - Atmospheric Coupling and Dynamic Explorer.
  3. SCOOB-II: આ એક 3U નેનોસેટેલાઇટ છે જે ખાસ પ્રકારના ટેક્નોલોજી પ્રદર્શનનું પરીક્ષણ કરે છે.
  4. NuLion: આ NuSpace દ્વારા બનાવેલા અત્યાધુનિક 3U નેનોસેટેલાઇટ છે. તેના દ્વારા શહેરો અને દૂરના વિસ્તારોમાં કોઈપણ અવરોધ વિના ઈન્ટરનેટ ઓફ થિંગ્સની સુવિધા પૂરી પાડવામાં આવશે.
  5. Galassia-2: આ પણ એક 3U નેનોસેટેલાઇટ છે, જે પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે.
  6. ORB-12 STRIDER: આ ઈન્ટરનેશનલ કોલેબોરેશન હેઠળ બનેલો ઉપગ્રહ છે તેને સિંગાપુરની Aliena Pte Ltd કંપનીએ બનાવ્યું છે.

આ પણ વાંચો : NASA: નાસાના સ્પેસ સેન્ટરમાં વિજળી ગુલ, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે સંપર્ક થોડા સમય માટે કપાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Foreign SatellitesGujarati NewsISROPSLV-C56Scace NewsSpace Science
Next Article