Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel એ ઘાતક હુમલો કર્યો, બેરુતમાં 𝗛𝗲𝘇𝗯𝗼𝗹𝗹𝗮𝗵 લશ્કરી અધિકારી ઈબ્રાહિમ અકીલનું મોત

ઇઝરાયેલની સેનાએ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કર્યા હિઝબુલ્લાહ સૈન્ય અધિકારી ઈબ્રાહિમ અકીલને નિશાન બનાવ્યો બેરૂતમાં ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ઇઝરાયેલની સેના લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ (𝗛𝗲𝘇𝗯𝗼𝗹𝗹𝗮𝗵)ના ઠેકાણાઓ પર ઝડપી હુમલા કરી રહી છે. ઈઝરાયેલ (Israel)ના એક...
israel એ ઘાતક હુમલો કર્યો  બેરુતમાં 𝗛𝗲𝘇𝗯𝗼𝗹𝗹𝗮𝗵 લશ્કરી અધિકારી ઈબ્રાહિમ અકીલનું મોત
  1. ઇઝરાયેલની સેનાએ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કર્યા
  2. હિઝબુલ્લાહ સૈન્ય અધિકારી ઈબ્રાહિમ અકીલને નિશાન બનાવ્યો
  3. બેરૂતમાં ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા

ઇઝરાયેલની સેના લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ (𝗛𝗲𝘇𝗯𝗼𝗹𝗹𝗮𝗵)ના ઠેકાણાઓ પર ઝડપી હુમલા કરી રહી છે. ઈઝરાયેલ (Israel)ના એક અધિકારીએ કહ્યું છે કે બેરૂત પર ઈઝરાયેલ (Israel)ના હુમલામાં વરિષ્ઠ હિઝબુલ્લાહ (𝗛𝗲𝘇𝗯𝗼𝗹𝗹𝗮𝗵) સૈન્ય અધિકારી ઈબ્રાહિમ અકીલને નિશાન બનાવવામાં આવ્યો છે. ઈઝરાયેલે (Israel) દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહ (𝗛𝗲𝘇𝗯𝗼𝗹𝗹𝗮𝗵)ના વરિષ્ઠ સૈન્ય અધિકારી ઈબ્રાહિમ અકીલ બેરૂતમાં હવાઈ હુમલામાં માર્યા ગયા છે. અકીલે હિઝબુલ્લાહ (𝗛𝗲𝘇𝗯𝗼𝗹𝗹𝗮𝗵)ના રડવાન ફોર્સ અને જૂથની સર્વોચ્ચ લશ્કરી સંસ્થા જેહાદ કાઉન્સિલના વડા તરીકે સેવા આપી છે. આ દરમિયાન લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, બેરૂતમાં ઈઝરાયેલ (Israel)ના હુમલામાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા છે અને 59 ઘાયલ થયા છે.

Advertisement

હિઝબુલ્લાએ રોકેટ છોડ્યા...

હિઝબુલ્લાહે શુક્રવારે ઉત્તરી ઇઝરાયેલ પર 140 થી વધુ રોકેટ છોડ્યા હતા, જેના જવાબમાં ઇઝરાયેલી સેનાએ લેબનોનના બેરૂતમાં હુમલો કર્યો હતો. ઇઝરાયેલની સૈન્યએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે લેબનોનની સરહદે આવેલા સ્થળોને નિશાન બનાવીને ત્રણ રાઉન્ડ રોકેટ છોડવામાં આવ્યા હતા. હિઝબુલ્લાહે (𝗛𝗲𝘇𝗯𝗼𝗹𝗹𝗮𝗵) જણાવ્યું હતું કે તેણે કાટ્યુષા રોકેટ સાથે સરહદ પરની ઘણી સાઇટ્સને હિટ કરી હતી, જેમાં ઘણા એર ડિફેન્સ બેઝ અને ઇઝરાયેલી સશસ્ત્ર બ્રિગેડના હેડક્વાર્ટરનો સમાવેશ થાય છે. હિઝબુલ્લાએ કહ્યું કે આ ટાર્ગેટ પર પહેલીવાર હુમલો કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો : Israel Hezbollah war : હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલમાં ભયંકર મિસાઇલ હુમલો કર્યો

મિસાઇલો હવામાં નાશ પામી...

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ગોલાન હાઇટ્સ, સફેદ અને અપર ગેલિલી વિસ્તારોમાં 120 મિસાઇલો છોડવામાં આવી હતી, જેમાંથી કેટલીક હવામાં નાશ પામી હતી. સેનાએ કહ્યું કે ફાયર બ્રિગેડની ટીમો ઘણા વિસ્તારોમાં જમીન પર પડેલા કાટમાળના ટુકડાને કારણે લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. સેનાએ એ નથી જણાવ્યું કે મિસાઈલોમાંથી કોઈ પણ નિશાના પર વાગ્યું કે કોઈ જાનહાનિ થઈ. સેનાએ જણાવ્યું કે મેરોન અને નેતુઆ વિસ્તારમાં 20 મિસાઇલો છોડવામાં આવી હતી અને તેમાંથી મોટા ભાગના ખુલ્લા વિસ્તારોમાં પડી હતી. સેનાએ કહ્યું કે કોઈ જાનહાનિના સમાચાર નથી.

Advertisement

આ પણ વાંચો : Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં ફરી આતંકી હુમલો, 6 સુરક્ષાકર્મીઓના મોત, 11 ઘાયલ

Tags :
Advertisement

.