ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Israel: યુદ્ધની ભૂમિ એવા લેબેનોનમાં ભારતે 33 ટન રાહત સામગ્રી મોકલી

ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ યુદ્ધ હજારો લેબનીઝ નાગરિકો બેઘર તેમજ નિરાધાર બન્યા ભારતે ઉદારતાથી લેબનોનને રાહત સામગ્રી મોકલી Israel: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ (Israel)વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં સામાન્ય લેબનીઝ નાગરિકો પણ પીડાઈ થઈ રહ્યા છે. હજારો લેબનીઝ નાગરિકો...
07:31 PM Oct 18, 2024 IST | Hiren Dave
Israel Hezbollah War

Israel: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ (Israel)વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં સામાન્ય લેબનીઝ નાગરિકો પણ પીડાઈ થઈ રહ્યા છે. હજારો લેબનીઝ નાગરિકો બેઘર તેમજ નિરાધાર બની ગયા છે. તેમને દવા અને ખોરાક તેમજ કપડાં જેવી રાહત સામગ્રીની અત્યંત જરૂર છે. તેથી, યુદ્ધની આગમાં સળગી રહેલા વિશ્વમાં માનવતાના સૌથી મોટા પૂજારી ભારતે(india)ઉદારતાથી લેબનોનને રાહત સામગ્રી મોકલી છે. ભારતીય વિદેશ (Help From Government)મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે લેબનોન માટે 33 ટનથી વધુ રાહત સામગ્રી બેરૂત મોકલી છે.

33 ટન તબીબી પુરવઠો લેબનોન મોકલવામાં આવ્યો

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે કુલ 33 ટન તબીબી પુરવઠો લેબનોન મોકલવામાં આવી રહ્યો છે. જેમાં પ્રથમ કન્સાઈનમેન્ટ તરીકે 11 ટન મેડિકલ સપ્લાય મોકલવામાં આવ્યો હતો. લેબનોનના નાગરિકોને ભારત તરફથી આ માનવતાવાદી સહાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર ભારતે લેબનોનના નિર્દોષ નાગરિકોની આજીવિકા માટે અને આ દુઃખમાં તેમને હિંમત આપવા માટે આ મદદ મોકલી છે.

આ પણ  વાંચો -કરોડોની માલિક Vasundhara Oswal કેમ જેલમાં....?

રાહત સામગ્રીમાં દવાઓનો સૌથી મોટો માલ

ઇઝરાયેલના હુમલાને કારણે લેબનોનમાં મોટી સંખ્યામાં નાગરિકો ઘાયલ અને બીમાર પણ થઇ રહ્યા છે. તેથી, આ સમયે તેમના માટે તબીબી પુરવઠો સૌથી મોટી જરૂરિયાત હતી. આથી, ભારત દ્વારા મોકલવામાં આવેલી રાહત, આ માલસામાનમાં કાર્ડિયોવેસ્ક્યુલર દવાઓ, NSAIDs (નોન-સ્ટીરોઈડલ એન્ટિ-ઈન્ફ્લેમેટરી ડ્રગ્સ), બળતરા વિરોધી એજન્ટો, એન્ટિબાયોટિક્સ અને એનેસ્થેટિક્સ સહિત ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે.

Tags :
Aid for Lebanon peoplesHelp From GovernmentHumanityIndiaIndia sent 33 tons aid material to LebanonIsrael-Hezbollah WarLebanonpriest of humanityworld
Next Article