Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel Hezbollah war : હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલમાં ભયંકર મિસાઇલ હુમલો કર્યો

ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનું યુદ્ધ યથાવત હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલ પર 140 મિસાઇલો છોડી આતંકવાદી સંગઠનના નેતા હસન નસરાલ્લાહે આપી હતી ધમકી એક તરફ જ્યાં ઇઝરાયેલ (Israel)ની સેના લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ (Hezbollah)ના ઘણા લક્ષ્યો પર ઝડપી હુમલા કરી રહી...
israel hezbollah war   હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલમાં ભયંકર મિસાઇલ હુમલો કર્યો
  1. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનું યુદ્ધ યથાવત
  2. હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલ પર 140 મિસાઇલો છોડી
  3. આતંકવાદી સંગઠનના નેતા હસન નસરાલ્લાહે આપી હતી ધમકી

એક તરફ જ્યાં ઇઝરાયેલ (Israel)ની સેના લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ (Hezbollah)ના ઘણા લક્ષ્યો પર ઝડપી હુમલા કરી રહી છે, ત્યારે બીજી તરફ હિઝબુલ્લાએ પણ જવાબી કાર્યવાહી કરી છે. હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલ (Israel) પર 140 મિસાઇલો છોડી છે. હિઝબુલ્લાહ (Hezbollah) દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં ઈઝરાયેલને કેટલું નુકસાન થયું છે તે અંગે હાલમાં કોઈ માહિતી મળી નથી. આતંકવાદી સંગઠનના નેતા હસન નસરાલ્લાહ દ્વારા ઇઝરાયેલ (Israel) પર મોટા પ્રમાણમાં બોમ્બ ધડાકાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધાના એક દિવસ બાદ આ હુમલો થયો છે.

Advertisement

હિઝબુલ્લાહે શું કહ્યું?

ઇઝરાયેલ (Israel)ની સૈન્યએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે લેબનોનની સરહદે આવેલા સ્થળોને નિશાન બનાવીને ત્રણ રાઉન્ડ રોકેટ છોડવામાં આવ્યા હતા. હિઝબોલ્લાહે જણાવ્યું હતું કે તેણે કાટ્યુષા રોકેટ સાથે સરહદ પરની ઘણી સાઇટ્સને હિટ કરી હતી, જેમાં ઘણા એર ડિફેન્સ બેઝ અને ઇઝરાયેલી સશસ્ત્ર બ્રિગેડના હેડક્વાર્ટરનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ લક્ષ્યો પર પહેલીવાર હુમલો કરવામાં આવ્યો છે. હિઝબુલ્લાએ જણાવ્યું હતું કે દક્ષિણ લેબનોનમાં ગામો અને ઘરો પર ઇઝરાયલી હુમલાનો બદલો લેવા રોકેટ છોડવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં ફરી આતંકી હુમલો, 6 સુરક્ષાકર્મીઓના મોત, 11 ઘાયલ

ઈઝરાયેલની વાયુસેનાએ ઘાતક હુમલા કર્યા...

અગાઉ, ઇઝરાયેલી એરફોર્સના વિમાનોએ ગુરુવાર-શુક્રવારની મધ્યરાત્રિએ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ (Hezbollah)ના લક્ષ્યો પર ઘાતક હુમલા કર્યા હતા. ઇઝરાયલી ફાઇટર જેટ આખી રાત લેબનોન પર ગર્જના કરતા હતા. ઈઝરાયેલના આ હુમલાઓમાં હિઝબુલ્લાહ (Hezbollah)ના 1000 થી વધુ રોકેટ બેરલ લોન્ચર નષ્ટ થઈ ગયા છે. આતંકી સંગઠનના 100થી વધુ ઠેકાણાઓને પણ તોડી પાડવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : કોઇ પણ Gadgets ફાટી શકે છે! પેજર બ્લાસ્ટ બાદ લેબનાનના લોકો ડરમાં ફેંકી રહ્યા છે Mobile-Laptop

આ યુદ્ધનો નવો તબક્કો છે...

હિઝબોલ્લાહ પર ઝડપી હુમલાઓ ઇઝરાયેલ (Israel) તરફથી યુદ્ધના નવા તબક્કાની શરૂઆત છે. માત્ર ગયા બુધવારે (18-09-2024), ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે યુદ્ધના નવા તબક્કાની શરૂઆતની જાહેરાત કરી હતી. દરમિયાન, ઇઝરાયેલી સેનાએ એમ પણ કહ્યું કે લેબનોનમાં હિઝબુલ્લાહ (Hezbollah)ના ટાર્ગેટ પર હુમલા તેની આતંકવાદી ક્ષમતાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યા છે. સેનાએ એમ પણ કહ્યું હતું કે હિઝબુલ્લાએ નાગરિકોના ઘરોને હથિયાર બનાવ્યા હતા, તેમની નીચે ટનલ ખોદી હતી અને નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો, દક્ષિણ લેબનોનને યુદ્ધના ક્ષેત્રમાં ફેરવ્યું હતું.

આ પણ વાંચો : આ દેશમાં ફૂંકાશે 500 કિમીની ઝડપે Stormy Wind..!

Tags :
Advertisement

.