ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Israel-Hezbollah War: નસરલ્લાહના મોતની હિજબુલ્લાહે કરી પૃષ્ટી, ઇરાને બોલાવી OIC દેશોની બેઠક

હિજબુલ્લાહે નસરલ્લાહના મોતની પૃષ્ટી કરી ઇરાનના સર્વોચ્ચ નેતાને સુરક્ષિત સ્થળે ખસેડાયા ઇરાને બોલાવી OIC દેશોની બેઠક   Israel-Hezbollah War: :ઇઝરાયેલ અને હિજબુલ્લાહ (Israel-Hezbollah War)વચ્ચે લડાઇ સતત ભીષણ થઇ રહી છે જેની કિંમત લેબેનોનના સામાન્ય લોકો પણ ચુકવી રહ્યાં છે....
06:29 PM Sep 28, 2024 IST | Hiren Dave

 

Israel-Hezbollah War: :ઇઝરાયેલ અને હિજબુલ્લાહ (Israel-Hezbollah War)વચ્ચે લડાઇ સતત ભીષણ થઇ રહી છે જેની કિંમત લેબેનોનના સામાન્ય લોકો પણ ચુકવી રહ્યાં છે. હિજબુલ્લાહે પણ સંગઠન ચીફ નસરલ્લાહની મોતની પૃષ્ટી કરી છે.ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીના જણાવ્યા અનુસાર તેમને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ ઈરાને પણ ઈસ્લામિક દેશોના સંગઠન OIC (Organisation of the Islamic Cooperation)ની ઇમરજન્સી બેઠક બોલાવી છે.

 

હિજબુલ્લાહે નસરલ્લાહના મોતની પૃષ્ટી કરી

હિજબુલ્લાહે (Israel-Hezbollah War)સંગઠનના પ્રમુખ નસરલ્લાહના મોતની પૃષ્ટી કરી છે. હિજબુલ્લાહ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે, 'હિજબુલ્લાહના મહાસચિવ મહામહિમ સૈયદ હસન નસરલ્લાહ પોતાના મહાન અમર શહીદ સાથીઓમાં સામેલ થઇ ગયા છે, જેમના માર્ગ પર તેમને લગભગ 30 વર્ષ સુધી નેતૃત્ત્વ કર્યું.

ઇરાનના સર્વોચ્ચ નેતાને સુરક્ષિત સ્થળે ખસેડાયા

સુરક્ષિત સ્થાન પર ગયા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતાએ મુસ્લિમોને આહ્વાન કરતાં કહ્યું કે તે લેબેનોનના લોકો અને ગર્વિત હિજબુલ્લાહની સાથે દરેક શક્ય રીતથી ઊભા થાય અને ઈઝરાયલના દુષ્ટ શાસનનો સામનો કરવામાં તેમની મદદ કરે. ખામેનેઈએ એક નિવેદનમાં કહ્યું, 'આ વિસ્તારનું ભાગ્ય વિરોધની તાકાતો દ્વારા નક્કી કરવામાં આવશે, જેમાં હિજબુલ્લાહ સૌથી આગળ હશે.

આ પણ  વાંચો -

OIC શું છે જેની બેઠક ઈરાને બોલાવી?

OIC નું પૂર્ણ સ્વરૂપ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ ઈસ્લામિક કોઓપરેશન છે. તેને ઈસ્લામિક કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન પણ કહેવામાં આવે છે. OIC એ ચાર ખંડોમાં ફેલાયેલા 57 મુસ્લિમ દેશોનું સંગઠન છે. તે સંયુક્ત રાષ્ટ્ર પછી વિશ્વની બીજી સૌથી મોટી સંસ્થા છે. એક રીતે OICને મુસ્લિમ અને ઈસ્લામિક દેશોના અવાજ તરીકે જોવામાં આવે છે. આ સંગઠનની સ્થાપના પણ ઈઝરાયેલ સાથે જોડાયેલી છે.

આ પણ  વાંચો -Israeli Airstrikeમાં મોતને ભેટેલી ઝૈનબ કોણ ?

OIC ની રચના ક્યારે અને કેવી રીતે થઈ?

મક્કા અને મદીના પછી, જેરુસલેમમાં સ્થિત અલ અક્સા મસ્જિદ, ઇઝરાયેલ મુસ્લિમોનું ત્રીજું સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ છે. આ મસ્જિદના સ્થાનને લઈને મુસ્લિમો, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે સદીઓથી લડાઈ ચાલી રહી છે. 25 સપ્ટેમ્બર, 1969ના રોજ, જેરૂસલેમની અલ અક્સા મસ્જિદને આગ લગાડવામાં આવી હતી. ત્યારપછી મુફ્તી અમીન અલ હુસૈનીએ આ અગ્નિદાહ માટે યહૂદીઓને જવાબદાર ગણાવ્યા અને વિશ્વના તમામ મુસ્લિમ દેશોને તેની સામે અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું અને એક કોન્ફરન્સ બોલાવી.

આ પણ  વાંચો -Hezbollahને ખતરનાક સંગઠન બનાવનાર નસરાલ્લાહ રૂઢિચુસ્ત ઇસ્લામવાદી નેતા ન હતા...

OICની સ્થાપના સાથે ઈઝરાયેલનું જોડાણ

25 સપ્ટેમ્બર 1969ના રોજ, મુફ્તી અમીન અલ હુસૈનીના કોલ પર, 24 મુસ્લિમ બહુમતી દેશોના પ્રતિનિધિઓ મોરોક્કોમાં એકઠા થયા. આમાં માત્ર અલ અક્સા મસ્જિદની જ નહીં પરંતુ ઈસ્લામિક દેશો વચ્ચે પરસ્પર સહયોગ અને સંબંધોને વધુ કેવી રીતે મજબૂત કરી શકાય તેના પર પણ ચર્ચા થઈ હતી. આ પરિષદમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ઇસ્લામિક દેશો એક સંગઠન બનાવશે જેથી તેઓ પરસ્પર આર્થિક અને સાંસ્કૃતિક સહયોગને વધુ પ્રોત્સાહન આપી શકે. 6 મહિના બાદ OICની પ્રથમ બેઠક સાઉદી અરેબિયામાં મળી હતી. આ સંમેલનમાં આ દેશોના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં સંસ્થાનું ચાર્ટર બનાવવામાં આવ્યું હતું અને નક્કી કરવામાં આવ્યું હતું કે સંસ્થાનું કાયમી સચિવાલય જેદ્દાહમાં બનાવવામાં આવશે. સંસ્થાનું નામ નક્કી થયું અને કાગળ પર પાયો નાખવામાં આવ્યો.

આ પણ  વાંચો -હિઝબુલ્લાનો ચીફ હસન નસરાલ્લાહ મિસાઇલ હુમલામાં માર્યો ગયો

OIC નો હેતુ શું છે?

કયા દેશો તેના સભ્યો છે?

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન એટલે કે OICમાં કુલ 57 સભ્યો છે. આ બધા કાં તો મુસ્લિમ દેશો છે અથવા તો મુસ્લિમ બહુમતીવાળા દેશો છે, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાક, જોર્ડન, મોરોક્કો, ઓમાન, પાકિસ્તાન, પેલેસ્ટાઈન, કતાર, સાઉદી અરેબિયા, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, ઉઝબેકિસ્તાન યમન જેવા દેશો તેના સભ્ય છે. આ સિવાય બોસ્નિયા, હર્ઝેગોવિના, થાઈલેન્ડ અને સાયપ્રસ જેવા દેશો નિરીક્ષક છે.

Tags :
Conflict ZonesHamasHamas terroristsHezbollahHezbollah and IranIDF (Israel Defense Forces)IDF& simultaneous conflicts with HamasInternal conflictInternal divisions threaten Israel&ampiranIsrael at warIsrael Ground Invasionisrael hamasIsrael Hamas warisrael hamas war 2023israel hamas war latestisrael hamas war locationisrael hamas war newsisrael hamas war reasonisrael hamas war updateIsrael Lebanon Warisrael newsIsrael War With LebanonIsrael WeaponsMiddle East ConflictMulti-Front Warnational securitySocial and political tensions rise in Israel amid conflictus[IsraelWeapons of IsraelWest Bank
Next Article