Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel-Hamas war : ઇઝરાયેલના હુમલામાં હમાસના લશ્કરી વડા મોહમ્મદ દૈફનું મોત, IDF એ કરી પુષ્ટિ...

ઈઝરાયેલી સેનાએ કરી મોટી જાહેરાત ઇઝરાયેલના હુમલામાં મોહમ્મદ દૈફનું મોત IDF એ દૈફની હત્યાની કરી પુષ્ટિ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાના એક દિવસ પછી, ઈઝરાયેલ (Israel)ની સેનાએ આખરે પુષ્ટિ કરી છે કે તેના અન્ય સૌથી મોટા દુશ્મનને મારી...
israel hamas war   ઇઝરાયેલના હુમલામાં હમાસના લશ્કરી વડા મોહમ્મદ દૈફનું મોત  idf એ કરી પુષ્ટિ
  1. ઈઝરાયેલી સેનાએ કરી મોટી જાહેરાત
  2. ઇઝરાયેલના હુમલામાં મોહમ્મદ દૈફનું મોત
  3. IDF એ દૈફની હત્યાની કરી પુષ્ટિ

હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાના એક દિવસ પછી, ઈઝરાયેલ (Israel)ની સેનાએ આખરે પુષ્ટિ કરી છે કે તેના અન્ય સૌથી મોટા દુશ્મનને મારી નાખવામાં આવ્યો છે. ઈઝરાયેલી સેનાએ જાહેરાત કરી છે કે તેને 100 ટકા વિશ્વાસ છે કે મોહમ્મદ દૈફ માર્યો ગયો છે. આ પહેલા 13 જુલાઈના રોજ ઈઝરાયેલ (Israel)ની સેનાએ હમાસના સૈન્ય નેતા મોહમ્મદ દૈફને નિશાન બનાવીને જોરદાર હવાઈ હુમલો કર્યો હતો. દૈફ માર્યો ગયો કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ હવે IDF એ એક્સ-પોસ્ટમાં તેની પુષ્ટિ કરી છે. મોહમ્મદ દૈફ ઓક્ટોબર, 2016 માં ઇઝરાયેલ પર હમાસના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ ઘટસ્ફોટ બાદ હમાસને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે ઈઝરાયેલ (Israel)ની સેનાને મોટી સફળતા મળી છે.

Advertisement

મોહમ્મદ દૈફ અત્યાર સુધી મોસાદ અને ઇઝરાયલી સેનાના હુમલાઓને કારણે 7 વખત મોતને હાર આપી ચૂક્યો છે. ઇઝરાયેલી સેનાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે થોડા કલાકો પહેલા જ ગુપ્તચર સૂત્રો દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમને હવે વિશ્વાસ છે કે મોહમ્મદ દૈફ માર્યો ગયો છે. ઈઝરાયેલ (Israel)ની સેનાએ આ વિશ્વાસનું કારણ જણાવ્યું નથી. તેના સ્ત્રોતની ગુપ્તતા છતી થવાના ડરથી તેણે આ વાત કહી નથી. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે હમાસ અને હિઝબુલ્લાહના કેટલાક સભ્યો થોડા સમયથી જાણતા હતા કે મોહમ્મદ દૈફ માર્યો ગયો છે. આ પહેલા 21 જુલાઈના રોજ ઈઝરાયેલી (Israel) સેનાએ ખુલાસો કર્યો હતો કે જે રૂમમાં હુમલો કરવામાં આવ્યો હતો તે રૂમમાં મોહમ્મદ દૈફ હાજર હતો.

Advertisement

આ પણ વાંચો : ખુદ Iran પણ કન્ફ્યુઝ...હાનિયાને સૌથી સુરક્ષિત વિસ્તારમાં માર્યો કેવી રીતે...?

ઈરાની હુમલાનો સામનો કરવા ઈઝરાયેલની સેના તૈયાર...

મોહમ્મદ દૈફ અત્યાર સુધીમાં 7 વખત મોસાદ અને ઇઝરાયેલની સેનાને હરાવી ચૂક્યો છે, જેના કારણે તે તેની તપાસ કરી રહી હતી. ઈઝરાયેલ (Israel)ની વાયુસેનાએ આ હુમલા માટે ફાઈટર જેટથી લઈને ડ્રોન સુધીની દરેક વસ્તુનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન, IDF એ કહ્યું છે કે તે ઈઝરાયેલ (Israel) પર કોઈપણ ઈરાની હુમલા માટે તૈયાર છે. તેહરાનમાં હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈરાને બદલો લેવાની ધમકી આપી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીના કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની દ્વારા ઈઝરાયેલ (Israel) વિરુદ્ધ જવાબી કાર્યવાહીને લઈને આપવામાં આવેલા નિવેદન બાદ IDF એ કોઈપણ પરિસ્થિતિ માટે પોતાને તૈયાર કરી લીધી છે.

Advertisement

આ પણ વાંચો : Advisory : ભારતે જારી કરી એડવાઇઝરી...કહ્યું..એલર્ટ રહો...

ઈસ્માઈલ હાનિયાની પણ કરાઈ હત્યા...

ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાન તેના પ્રોક્સી હમાસ અને હિઝબુલ્લાહ અને હુતીનો ઉપયોગ કરીને તેના પર હુમલાને વધુ તીવ્ર બનાવી શકે છે. તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાથી ઈરાનને આંચકો લાગ્યો છે. હાનિયા મંગળવારે ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યો હતો ત્યારે ઈઝરાયેલ (Israel) દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. હત્યાના થોડા કલાકો પહેલા જ મંગળવારે હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેની સાથે પણ મુલાકાત કરી હતી. ઈઝરાયેલ (Israel)ના સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ આઈએએનએસને જણાવ્યું કે તેના ગુપ્તચર અહેવાલો અનુસાર ઈરાન તેના પ્રોક્સીઓ દ્વારા આ હુમલો કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ઈઝરાયેલ (Israel) આ માટે તૈયાર છે. ઈઝરાયેલની સુરક્ષા પરિષદે તેની બેઠકમાં ખામેનીની ખુલ્લી ધમકી બાદ તેલ અવીવ અને હાઈફામાં તેના સૈન્ય મથકોને મજબૂત કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : Iranની પ્રતિજ્ઞા.."અબ દેખ.. તેરા ક્યા હાલ હોગા...."

Tags :
Advertisement

.