Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel - Gaza : ગાઝા બાદ હવે ઈઝરાયેલે West Bank પર હુમલો કર્યો, મોટું સૈન્ય ઓપરેશન શરૂ કર્યું...

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલુ ઇઝરાયેલ હવે West Bank માં લશ્કરી કાર્યવાહી શરૂ આ પછી 9 પેલેસ્ટાઈનના મોત થયા ગાઝા બાદ હવે ઈઝરાયેલે (Israel) વેસ્ટ બેંક (West Bank) પર મોટો હુમલો કર્યો છે. વેસ્ટ બેંક (West Bank)માં મોટા...
israel   gaza   ગાઝા બાદ હવે ઈઝરાયેલે west bank પર હુમલો કર્યો  મોટું સૈન્ય ઓપરેશન શરૂ કર્યું
  1. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલુ
  2. ઇઝરાયેલ હવે West Bank માં લશ્કરી કાર્યવાહી શરૂ
  3. આ પછી 9 પેલેસ્ટાઈનના મોત થયા

ગાઝા બાદ હવે ઈઝરાયેલે (Israel) વેસ્ટ બેંક (West Bank) પર મોટો હુમલો કર્યો છે. વેસ્ટ બેંક (West Bank)માં મોટા પાયે સૈન્ય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઇઝરાયેલી સેનાની ટેન્ક અને સશસ્ત્ર વાહનો West Bank ની શેરીઓમાંથી પસાર થઈ રહ્યા છે. ગાઝા પછી વેસ્ટ બેંક (West Bank) ઇઝરાયેલી સેનાનું આ સૌથી મોટું ઓપરેશન છે. ઈઝરાયેલ (Israel)ને આશંકા છે કે હજુ પણ મોટી સંખ્યામાં હમાસના આતંકવાદીઓ અહીં હાજર છે. આજે સવારે ઇઝરાયેલની સેનાએ પણ અહીં હવાઇ હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 9 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.

Advertisement

પેલેસ્ટાઈનનો દાવો છે કે ઈઝરાયેલ (Israel)ની સેનાએ સંવેદનશીલ શહેર જેનિનને ઘેરી લીધું છે. લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવી રહ્યું છે. પેલેસ્ટિનિયન અધિકારીઓએ આ માહિતી આપી. તમને જણાવી દઈએ કે, 7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલા બાદથી ઈઝરાયેલ (Israel) લગભગ દરરોજ વેસ્ટ બેંક (West Bank) પર હુમલો કરે છે. ઇઝરાયેલી સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નાદવ શોશાનીએ જણાવ્યું હતું કે "મોટી સંખ્યામાં" સૈનિકો સંવેદનશીલ શહેર જેનિનમાં પ્રવેશ્યા હતા, જે લાંબા સમયથી આતંકવાદીઓનો ગઢ છે. આ ઉપરાંત સૈનિકો તુલકરીમ શહેર અને અલ-ફારા રેફ્યુજી કેમ્પમાં પણ ઘૂસી ગયા છે. તેમણે કહ્યું કે, આ દરમિયાન માર્યા ગયેલા તમામ નવ લોકો આતંકવાદી હતા. જેમાંથી તુલકરીમમાં થયેલા હવાઈ હુમલામાં ત્રણ અને અલ-ફારામાં ચાર હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.

Advertisement

સેનાએ 5 આતંકીઓને પકડ્યા...

સૈન્ય કાર્યવાહી દરમિયાન ઈઝરાયેલી સેના દ્વારા અન્ય પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળો સાથે તેમની અથડામણ ચાલુ છે. જેનિનના ગવર્નર કમાલ અબુ અલ-રાબે પેલેસ્ટિનિયન રેડિયોને જણાવ્યું હતું કે ઇઝરાયલી દળોએ શહેરને ઘેરી લીધું છે, બહાર નીકળવાના અને પ્રવેશના સ્થળો બંધ કરી દીધા છે. હોસ્પિટલોમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. વેસ્ટ બેંક (West Bank) પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળોએ હોસ્પિટલ તરફ જતા રસ્તાઓ બંધ કરી દીધા હતા અને જેનિનમાં અન્ય તબીબી કેન્દ્રોને ઘેરી લીધા હતા. શોશાનીએ કહ્યું કે સેના આતંકવાદીઓને હોસ્પિટલોમાં આશ્રય લેતા અટકાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : સુંદર છોકરીએ Telegram CEO પાવેલને કર્યો હનીટ્રેપ? જાણો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ...

Advertisement

પગલાં લેવાની હાકલ કરી...

ઇઝરાયેલના વિદેશ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે ગાઝા સાથે સરખામણી કરીને વેસ્ટ બેંક (West Bank)માં પણ સમાન પગલાં લેવાની હાકલ કરી હતી. તેમણે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "અમે ગાઝામાં આતંકવાદીઓ સાથે જે રીતે વ્યવહાર કર્યો હતો તેવી જ રીતે તેમનો સામનો કરવો જોઈએ, જેમાં પેલેસ્ટિનિયન રહેવાસીઓને અસ્થાયી રૂપે દૂર કરવા અને તમામ જરૂરી પગલાં લેવાનો સમાવેશ થાય છે." આ દરેક રીતે યુદ્ધ છે અને આપણે તેને જીતવું પડશે.'' શોશાનીએ કહ્યું કે નાગરિકોને બહાર કાઢવાની કોઈ યોજના નથી. હમાસે વેસ્ટ બેંક (West Bank) પેલેસ્ટિનિયનોને તેની સામે ઊભા રહેવાનું આહ્વાન કર્યું, કહ્યું કે આ હુમલા ગાઝામાં યુદ્ધને વિસ્તૃત કરવાની મોટી યોજનાનો ભાગ છે અને યુદ્ધમાં ઇઝરાયેલને યુએસ સમર્થનને દોષી ઠેરવ્યું છે.

આ પણ વાંચો : બુર્કિના ફાસોનું ગામ અલ-કાયદાના નિશાન પર, 100 લોકોના મોત

પેલેસ્ટાઈન અમેરિકા પાસે હસ્તક્ષેપની માંગ કરી...

પેલેસ્ટાઈનની સત્તાવાર સમાચાર એજન્સી અનુસાર, પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસના પ્રવક્તા નબિલ અબુ રુદેનેહે હુમલાની નિંદા કરી અને યુએસને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝામાં 10 મહિનાથી વધુ સમય પહેલા યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલી દળોએ વેસ્ટ બેંક (West Bank)માં 600 થી વધુ પેલેસ્ટિનીઓને મારી નાખ્યા છે. ઈઝરાયેલ (Israel)નું કહેવું છે કે હમાસ અને અન્ય આતંકવાદી જૂથોને ખતમ કરવા અને ઈઝરાયેલ પરના હુમલા રોકવા માટે આ અભિયાનની જરૂર છે. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વેસ્ટ બેંક (West Bank)ના અન્ય શહેર તુબાસમાં બુધવારે વહેલી સવારે સાત લોકો અને જેનિનમાં બે લોકોના મોત થયા હતા. મંત્રાલયે જેનિનમાં માર્યા ગયેલા લોકોની ઓળખ 25 વર્ષીય કાસિમ જબરીન અને 39 વર્ષીય અસીમ બલુત તરીકે કરી છે. ઈઝરાયેલે (Israel) 1967 ના યુદ્ધમાં વેસ્ટ બેંક (West Bank), ગાઝા અને પૂર્વ જેરુસલેમ પર કબજો કર્યો હતો. પેલેસ્ટિનિયનો ભવિષ્યમાં એક દેશ માટે આ ત્રણ સ્થાનો પાછા ઇચ્છે છે.

આ પણ વાંચો : કેનેડામાં નોકરી કરો છો? તો આ સમાચાર તમારા માટે જ...

Tags :
Advertisement

.