Israel એ અન્ય દુશ્મનો પર શરુ કર્યા હુમલા, હુથી બળવાખોરો પર બોમ્બમારો
- ઇઝરાયેલ તેના અન્ય દુશ્મનોને પાઠ ભણાવવા માટે તૈયાર
- યમનમાં હુથી વિદ્રોહીઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરવાની પીએમ નેતન્યાહુની જાહેરાત
- હુથીઓ પર બોમ્બમારો
Israel Bombards Houthi Rebels : હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહની હત્યા કર્યા પછી, ઇઝરાયેલ તેના અન્ય દુશ્મનોને પાઠ ભણાવવા માટે તૈયાર છે. ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ કહ્યું કે હવે યમનમાં હુથી વિદ્રોહીઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરવામાં આવશે. ઈઝરાયેલે રવિવારે હુમલા (Israel bombards Houthi rebels)પણ શરૂ કરી દીધા છે. આ હુમલાઓમાં ઈરાન સમર્થિત હુથીઓને મોટું નુકસાન થયું છે. ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તા કેપ્ટન ડેવિડ અવરામે એક ચેનલ સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે આજે મોટા પાયે હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. ફાઇટર જેટ્સ, રિફ્યુઅલિંગ અને રિકોનિસન્સ એરક્રાફ્ટે મોટી કાર્યવાહી કરી છે.
હુથીઓ પર બોમ્બમારો
ઇઝરાયલી એરફોર્સના ડઝનબંધ વિમાનોએ યમનના રાસ ઇસા અને હોડેદા વિસ્તારોમાં હુથીઓ પર બોમ્બમારો કર્યો છે. જેના કારણે આ આતંકી સંગઠનને ઘણું નુકસાન થયું છે. હુથી બળવાખોરોએ તેલ અવીવ નજીકના બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઇલ હુમલો કર્યો. જેને નિષ્ફળ બનાવાયો હતો.
આ પણ વાંચો----Israel and Hezbollahના ઝઘડામાં હવે જગત જમાદારની આર્મી પણ પહોંચશે...
ઈઝરાયેલે પણ આનો મિડલ ઈસ્ટમાં જોરદાર જવાબ આપ્યો
હુથી બળવાખોરોએ કહ્યું હતું કે આ હુમલો બેન્જામિન નેતન્યાહુના ઇઝરાયેલ પરત ફરવાના જવાબમાં હતો. જેઓ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યા બાદ પરત ફર્યા હતા. ઈઝરાયેલે પણ આનો મિડલ ઈસ્ટમાં જોરદાર જવાબ આપ્યો છે. તાજેતરમાં જ ઈઝરાયેલની વાયુસેનાએ બેરૂતમાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહને મારી નાખ્યો હતો. હુથી બળવાખોરોએ આ કાર્યવાહીની નિંદા કરી અને દુઃખ વ્યક્ત કર્યું. ઈઝરાયેલે હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર નાબિલ કૌકને પણ મારી નાખ્યો છે. જેની પુષ્ટિ હિઝબુલ્લા દ્વારા રવિવારે કરવામાં આવી હતી. તેણે કહ્યું છે કે ઈઝરાયેલના હુમલામાં અમારા એક ઉચ્ચ કક્ષાના નેતા નબિલ કૌક માર્યા ગયા છે.
#BREAKING: #Israel Air Force successfully destroyed the entire energy infrastructures of #Houthi terrorists of #Iran's Islamic Regime in Al Hudaydah, #Yemen. This is a response to their recent ballistic missile attacks at #Israel. pic.twitter.com/PDfmgQEV3g
— Babak Taghvaee - The Crisis Watch (@BabakTaghvaee1) September 29, 2024
હુમલામાં 11 લોકોના મોત થયા હતા
ઉત્તરપૂર્વીય લેબનોન પર ઇઝરાયેલના હવાઈ હુમલાના કલાકો બાદ આ પ્રતિક્રિયા આવી છે. હુમલામાં 11 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે હુમલા ચાલુ રહેશે. કૌક હિઝબુલ્લાહની સેન્ટ્રલ કાઉન્સિલના નાયબ વડા હતા. 1995 થી 2010 સુધી, કૌકે દક્ષિણ લેબનોનમાં લશ્કરી કમાન્ડરની જવાબદારી પણ નિભાવી. ઇઝરાયેલે ઉત્તરીય શહેર બીટ લાહિયામાં ઉમ્મ અલ-ફહમ શાળામાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર પર હુમલો કર્યો, જેમાં કૌક માર્યો ગયો.
આ પણ વાંચો---Israel એ Lebanon માં જોરદાર હવાઈ હુમલો કર્યો, હિઝબુલ્લાહના કેન્દ્રીય મુખ્યાલય પર સાધ્યું નિશાન