ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Israel Attack Iran: ઈઝરાયેલે ઈરાન પર કર્યો હુમલો, ન્યુક્લિયર પ્લાન્ટને બનાવ્યા નિશાન

Israel Attack Iran: ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો માહોલ જામેલો જ છે. ઈરાને ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો ત્યારે વિશ્વભરના દેશોએ ઈરાનની આકરી ટીકા કરી હતી. જોકે, અત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે, ઈઝરાયેલે ઈરાન પણ મિસાઈલ હુમલો કરી...
09:03 AM Apr 19, 2024 IST | VIMAL PRAJAPATI
israel attacks iran

Israel Attack Iran: ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો માહોલ જામેલો જ છે. ઈરાને ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો ત્યારે વિશ્વભરના દેશોએ ઈરાનની આકરી ટીકા કરી હતી. જોકે, અત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે, ઈઝરાયેલે ઈરાન પણ મિસાઈલ હુમલો કરી દીધો છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલની મિસાઈલોએ ઈરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યું છે. બીજી તરફ, ઈઝરાયેલના હુમલાના મીડિયા અહેવાલો સામે આવ્યા બાદ ઈરાને પશ્ચિમ ભાગમાં તેની હવાઈ ક્ષેત્ર અવરજવર માટે બંધ કરી દીધી છે. '

ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટને બનાવ્યા નિશાન

તમને જણાવી દઈએ કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધનો ભય સતત વધી રહ્યો છે. સીરિયામાં ઈરાની દૂતાવાસ પર ઈઝરાયેલના શંકાસ્પદ હવાઈ હુમલા બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. ઈરાને તાજેતરમાં જ ડઝનબંધ ડ્રોન અને મિસાઈલો વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલથી હુમલો કરી દીધો છે. વિગતો એવી પણ સામે આવી રહીં છે કે, ઈઝરાયેલે ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટને નિશાન બનાવીને મિસાઈલો છોડવામાં આવી છે.

ઈઝરાયેલે ઈનારને આપ્યો મિસાઈલથી જવાબ

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ આ બાબતે જણાવ્યું કે, ઉત્તર ઈઝરાયેલના આરબ અલ-અરમશેમાં ઈમરજન્સી સાયરન વગાડવામાં આવ્યો છે. સામાન્ય રીતે, આ દ્વારા સામાન્ય લોકો અને સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ઈરાનના ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલના સહયોગી દેશોએ તેલ અવીવને સંયમ રાખવાની અપીલ કરી હતી. જો કે ઈઝરાયેલે સ્પષ્ટ કહ્યું હતું કે ઈરાનને ક્યારે અને કેવી રીતે જવાબ આપવામાં આવશે તે તે નક્કી કરશે.

આ પણ વાંચો: Dubai માં ભારે પૂર વચ્ચે ફસાયેલા ભારતીયો માટે રાહતના મોટા સમાચાર!, હેલ્પલાઈન નંબર જાહેર કર્યો…

આ પણ વાંચો: Indonesia માં ભયાનક જ્વાળામુખી વિસ્ફોટ, એરપોર્ટ બંધ કરાયું 11 હજાર લોકોનું સ્થળાંતર

આ પણ વાંચો: Indian Rescue: ઈરાને બંધક બનાવેલ કુલ 17 ભારતીયોમાંથી એક મહિલાનું રેસ્ક્યુ કરાયું

Tags :
attacksattacks iranInternational Newsisrael attacksisrael attacks iranIsrael missile attacknewsVimal Prajapati
Next Article