ISKCON Bridge Accident: માત્ર સાત દિવસની અંદર ચાર્જશીટ તૈયાર કરી દેવાશેઃ Harsh Sanghvi
તથ્ય હત્યાકાંડ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
અમદાવાદનો અકસ્માત અત્યંત દુઃખદ ઘટના હતી
આરોપી અને તેના પિતાની ધરપકડ કરાઈ છે
7 દિવસમાં ઇન્કવાયરી પૂર્ણ કરી ચાર્જશીટ કરાશે
અકસ્માતમાં અનેક પરિવારે દિકરી ખોયા છે
આ પ્રકરણમાં કોઈપણ છૂટ આપવામાં આવશે નહીં
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત (ISKCON Bridge Accident)માં ધનાઢ્ય પરિવારના નબીરાએ ફુલ સ્પીડમાં જેગુઆર કાર (Jaguar car) ચલાવીને બ્રિજ પર થયેલા અગાઉના અકસ્માતમાં મદદ કરવા ઉભેલા પોલીસ કર્મીઓ સહિત 10 નિર્દોષ વ્યક્તિઓના જાન લીધા હતા મૃતકોના પરિવારજનોની આંખોના આંસુ સુકાતા નથી ત્યારે ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
માત્ર સાત દિવસની અંદર ચાર્જશીટ તૈયાર કરી દેવાશેઃ ગૃહ રાજ્યમંત્રી
સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોક સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેઓએ અમદાવાદ અકસ્માત અંગે જણાવ્યું કે ઇસ્કોન બ્રિજની ઘટના અતિ દુઃખદાયી છે. આ ઘટનાના આરોપીની ધરપકડ કરી લેવામાં આવા છે. મેં પહેલા દિવસે કહ્યું હતું તેમ આ ઘટનામાં માત્ર સાત દિવસની અંદર ચાર્જશીટ તૈયાર કરી દેવામાં આવશે. FSL અને RTOના મહત્વના રિપોર્ટ્સ આવી ગયા છે. ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસ ઝડપથી કેવી રીતે ચાલે તે માટેની કામગીરી હાલ ચાલું છે. માત્ર 7 દિવસની અંદર ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું
તથ્ય હત્યાકાંડ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
"અમદાવાદનો અકસ્માત અત્યંત દુઃખદ ઘટના હતી"
"આરોપી અને તેના પિતાની ધરપકડ કરાઈ છે"
"7 દિવસમાં ઇન્કવાયરી પૂર્ણ કરી ચાર્જશીટ કરાશે"
"અકસ્માતમાં અનેક પરિવારે દિકરી ખોયા છે"
"આ પ્રકરણમાં કોઈપણ છૂટ આપવામાં આવશે નહીં" @AhmedabadPolice… pic.twitter.com/LeXoACA0Ry— Gujarat First (@GujaratFirst) July 22, 2023
પોલીસના ઘરમાં પણ દિકરાઓ છે: હર્ષ સંઘવી
તેમણે જણાવ્યું કે, પોલીસ આ ઘટનામાં કડકથી કડક કાર્યવાહી જરૂરથી કરશે. પોલીસના ઘરમાં પણ દિકરાઓ છે, આમાં રાજ્યના ઘણા પરિવારે પોતાના દિકરા ગુમાવ્યા છે. આ બાબતે આરોપીઓને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
તથ્ય પટેલ હાલ 3 દિવસના રિમાન્ડ પર છે
તથ્ય પટેલ કોઇ ખુલાસો કરતો નથી
આ પણ વાંચો -તથ્યની સાથે રહેલા મિત્રોએ કારની સ્પીડ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો