ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ishan Kishan ને મળી સુવર્ણ તક, અચાનક મળી કેપ્ટનશીપની જવાબદારી...

ઇશાન કિશન ઘરેલુ ક્રિકેટમાં વાપસી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળશે! કિશન BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર... ઈશાન કિશન (Ishan Kishan) લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેને ઘણી વખત ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તે માત્ર IPL...
01:15 PM Aug 13, 2024 IST | Dhruv Parmar
  1. ઇશાન કિશન ઘરેલુ ક્રિકેટમાં વાપસી
  2. ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળશે!
  3. કિશન BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર...

ઈશાન કિશન (Ishan Kishan) લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેને ઘણી વખત ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તે માત્ર IPL માં જ રમ્યો હતો. હવે કદાચ ઈશાન પોતાનો મૂડ બદલી રહ્યો છે અને તેણે ઝારખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું નક્કી કર્યું છે. તે બુચી બાબુ ટ્રોફીમાં ઝારખંડની ટીમની કેપ્ટનશીપ કરશે. બુચી બાબુ ટ્રોફી 15 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. ઈશાન પાસે કેપ્ટનશિપનો અનુભવ છે. તે અગાઉ અંડર-19 માં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. તે ચેન્નાઈમાં ઝારખંડની ટીમ સાથે જોડાશે.

Ishan Kishan ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરશે...

ESPNcricinfo ના રિપોર્ટ અનુસાર, ઈશાન કિશને (Ishan Kishan) ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને ઘરેલુ ક્રિકેટમાં પુનરાગમન કરવાના ઈરાદા વિશે પહેલાથી જ જાણ કરી દીધી હતી. હવે તેની રણજી ટ્રોફી 2024-25 સિઝનમાં રમવાની તકો પણ વધી ગઈ હતી. તેણે તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ ડિસેમ્બર 2022 માં રમી હતી. આ પછી તે ઘરેલુ સિઝનથી દૂર રહ્યો.

આ પણ વાંચો : Paralympic 2024 પહેલા ભારત માટે ઝટકો, ટોક્યો બેડમિન્ટનમાં ગોલ્ડ જીતનાર ખેલાડી સસ્પેન્ડ...

ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળશે!

ઈશાન કિશન (Ishan Kishan)ની રેડ બોલ ક્રિકેટમાં વાપસી એવા સમયે થઈ છે જ્યારે ટીમ ઈન્ડિયાએ આગામી મહિનાઓમાં બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ત્રણ ટીમો સામે કુલ 10 ટેસ્ટ મેચ રમવાની છે. જો તે આગામી ડોમેસ્ટિક સિઝનમાં સારું પ્રદર્શન કરશે તો તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. તેણે ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પરંતુ અત્યાર સુધી તે ટીમ ઈન્ડિયા માટે માત્ર બે ટેસ્ટ મેચ રમી શક્યો છે. પરંતુ ઈશાન માટે ટીમ ઈન્ડિયા અને પછી પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવી મુશ્કેલ લાગી રહી છે. કારણ કે ટેસ્ટમાં રિષભ પંતની વાપસી લગભગ નિશ્ચિત છે. બીજી તરફ ધ્રુવ જુરેલે રાંચી ટેસ્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તે રમતથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે.

આ પણ વાંચો : Paris Olympic 2024 : વિનેશ ફોગાટે કર્યો સૌથી મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો

કિશન BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર...

ઇશાન કિશને (Ishan Kishan) દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ તેણે BCCI પાસેથી બ્રેક માંગ્યો હતો. આ પછી કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે તેણે પુનરાગમન કરવા માટે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે. તે સમયે તેણે ઘરેલુ ક્રિકેટમાં ભાગ લીધો ન હતો. વાસ્તવમાં, તે બરોડામાં હાર્દિક પંડ્યા સાથે ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો. આ પછી BCCI એ મોટો નિર્ણય લીધો છે. તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી કાઢી મૂક્યો.

આ પણ વાંચો : Paris Olympic 2024 : વિવાદો વચ્ચે પૂર્ણ થયો મહાકુંભ, આ પાંચ દેશને મળ્યા સૌથી વધુ Medal

Tags :
buchi babu trophyCricket NewsDOMESTIC CRICKETGujarati NewsIndiaIshan Kishanishan kishan captaincyishan kishan careerjharkhand teamjharkhand team captainjharkhand team ishan kishanNational
Next Article