ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ambani family : સૌથી વધુ કોણ ભણેલું છે ?  ઇશા, આકાશ કે અનંત અંબાણી..?

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries) સોમવારે તેનો ઉત્તરાધિકારી કોણ હશે તે દિશાનો રસ્તો સાફ કરી દીધો છે.   ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ની પુત્રી ઈશા અંબાણી (Isha Ambani) અને પુત્રો આકાશ અંબાણી ( Akash Ambani)અને અનંત અંબાણી...
08:19 AM Aug 29, 2023 IST | Vipul Pandya
featuredImage featuredImage
દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries) સોમવારે તેનો ઉત્તરાધિકારી કોણ હશે તે દિશાનો રસ્તો સાફ કરી દીધો છે.   ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ની પુત્રી ઈશા અંબાણી (Isha Ambani) અને પુત્રો આકાશ અંબાણી ( Akash Ambani)અને અનંત અંબાણી (Akash Ambani) ને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શેરબજારને આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક વાર્ષિક સામાન્ય સભા (AGM)  થઈ હતી. તેણે ઈશા, આકાશ અને અનંતની નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી.
આ રીતે થઇ પસંદગી
ગયા વર્ષે, પીઢ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમના મોટા પુત્ર આકાશ અંબાણીને દેશની સૌથી મોટી મોબાઇલ કંપની, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન બનવાનો માર્ગ સાફ કર્યો હતો. જો કે, અંબાણી Jio પ્લેટફોર્મના ચેરમેન તરીકે ચાલુ રહ્યા. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ આ હેઠળ આવે છે. આકાશની જોડિયા બહેન ઈશા, 31, રિલાયન્સના રિટેલ યુનિટ માટે અને નાના પુત્ર અનંતને ન્યુ એનર્જી બિઝનેસ માટે પસંદ કરવામાં આવી હતી.
ઇશા અંબાણી હોટ ફેવરિટ
ઈશા અંબાણી દેશની પ્રખ્યાત મહિલાઓમાંથી એક છે. તેમણે ખૂબ જ નાની ઉંમરમાં નામ કમાવ્યું હતું. ઈશા અંબાણી 2008માં 16 વર્ષની ઉંમરે અબજોપતિ બનવાથી લઈને ભારતમાં ભવ્ય લગ્ન કરવા સુધી ઈશા અંબાણી ઘણીવાર સમાચારમાં રહે છે.
સૌથી વધુ ભણેલા ઇશા અંબાણી
ઈશા અંબાણીના શિક્ષણ વિશે વાત કરીએ તો તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું હતું. ઈશા શરૂઆતથી જ અભ્યાસમાં સારી હતી. વર્ષ 2015 માં, તેમને અપકમિંગ પાવરફુલ બિઝનેસ વુમનની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ઈશા અંબાણી મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એકમાત્ર પુત્રી છે. રિલાયન્સ ગ્રુપમાં ઈશા મહત્વની ભૂમિકા ભજવે છે. રિલાયન્સનો રિટેલ બિઝનેસ ઈશા અંબાણી સંભાળે છે. આ સિવાય વર્ષ 2014થી તે Jioના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ જોડાઈ હતી. ઈશા જિયો વર્લ્ડ સેન્ટર અને સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ પણ ચલાવે છે.
અહીંથી સ્નાતક થયા
ઈશા અંબાણી પીરામલે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સિવાય તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. જો મુકેશ અંબાણીના ત્રણ સંતાનોમાં શિક્ષણની વાત કરીએ તો દીકરી ઈશા અંબાણી સૌથી વધુ ભણેલી છે. ઈશાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.
આકાશ અને અનંત અંબાણી કેટલું ભણેલા છે
આકાશ અંબાણીએ કેમ્પિયન સ્કૂલ અને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ, મુંબઈમાં અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ તેઓ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. આકાશે 2013માં અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી બિઝનેસ-કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આકાશને માત્ર ક્રિકેટ જોવાનું જ પસંદ નથી પરંતુ તેને રમવાનું પણ પસંદ છે. સાથે જ અનંત અંબાણીએ પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. શાળાકીય શિક્ષણ મેળવ્યા બાદ તેણેમ બ્રાઉન યુનિવર્સિટીમાં એડમિશન લીધું અને ત્યાંથી સ્નાતક થયા.
આ પણ વાંચો---RELIANCE AGM : ઈશા-આકાશ અને અનંત અંબાણી રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, નીતા અંબાણી બોર્ડમાંથી રાજીનામું આપ્યું
Tags :
Akash AmbaniAmbani FamilyAnant Ambaniisha ambanimukesh ambaniReliance Industries