ઇરાનનો હુમલો નિષ્ફળ? 500 થી વધુ રોકેટ વડે હુમલો છતા કોઇ નુકસાન નહી
tel aviv : ઇરાને મંગળવારે રાત્રે ઇઝરાયેલ પર આશરે 500 રોકેટ છોડ્યા હતા. જેના પગલે સમગ્ર ઇઝરાયેલમાં રોકેટ સાયરન વાગ્યું હતું. ઇઝરાયેલી સેનાએ તુરંત જ તમામ લોકોને બોમ્બ શેલ્ટરમાં શરણ લેવાની સલાહ આપી. આ દરમિયાન આકાશમાં મિસાઇલ ઇન્ટરસેપ્ટરના વિસ્ફોટના અવાજો સતત આવતા રહ્યા. અનેક વિસ્તારોમાં રોકેટ પડવાની પણ માહિતી છે. જો કે તેના કારણે જાનમાલનું કોઇ નુકસાન નથી થયું છે. તેવા સવાલો ઉઠી રહ્યા છે કે, શું ઇરાને આ હુમલો માત્ર પોતાના અહમના સંતોષ માટે કર્યો હતો. આ સવાલ એટલા માટે પણ ઉઠી રહ્યો છે કારણ કે ઇરાને આ જ વર્ષે 13 એપ્રીલે એક આવો જ નિષ્ફળ હુમલો ઇઝરાયેલ પર કર્યો હતો.
આ પણ વાંચો : Bihar : પૂરગ્રસ્તોની સહાય માટે પહોંચેલું વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ
ક્યાં ક્યાં પડી ઇરાની મિસાઇલ
જેરુશલન પોસ્ટના અુસાર ઉત્તરી તેલ અવીવમાં જોર્જ વીસ સ્ટ્રીટ પર એક ઇમારત પર સીધો હુમલો થયો. જો કે ત્યાં હજી સુધી કોઇ જાનમાલના નુકસાનના સમાચાર નથી. તેલ અવીવની સાથે સાથે ડિમોના, નબતિમ, હોરા, હોદ હશરોન, બીર શેવા અને રિશોન લેજિયનમાં પણ અનેક રોકેટ્સ પડ્યાના સમાચાર છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા એક વીડિયોમાં મૃત સાગરમાં મિસાઇલ અને ઇન્ટરસેપ્ટરના ટુકડાઓને પડતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Nagpur માં એક જ પરિવારના 4 લોકોના મળ્યા મૃતદેહ, ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, આ હતું કારણ!
ઇઝરાયેલમાં હવાઇ અને રેલ યાત્રાઓ બંધ
ઇઝરાયેલના બહેન ગુરિયન આંતરરાષ્ટ્રીય હવાઇ મથકની જાહેરાત કરી કે એરપોર્ટ પર તમામ લેન્ડિંગ અને ટેક ઓફ અટકાવી દેવાયા છે. આ ઉપરાંત ઇઝરાયેલની તમામ ટ્રેન અટકાવી દેવાઇ છે. જે વિમાન લેન્ડિંગ માટે હવામાં હતા તેમને યુ ટર્ન લેવા માટે જણાવાયું છે. જોર્ડન અને ઇરાકે પણ પોતાના હવાઇ ક્ષેત્રને બંધ કરી દીધું છે. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જાહેરાત કરી કે આ હુમલો નસરુલ્લાની હત્યાના જવાબમાં કર્યો છે અને જો ઇઝરાયેલ જવાબ આપશે તો હજી પણ મોટો ઝટકો આપવા માટે અમે તૈયાર છીએ.
આ પણ વાંચો : Iran-Israel Conflict : મિસાઈલ હુમલા વચ્ચે કપલના લગ્નનો ફોટો વાયરલ
ઇઝરાયેલી સેનાએ શું કહ્યું?
IDF પ્રવક્તાએ ઇઝરાયેલી નાગરિકોને આગળની માહિતી સુધી સુરક્ષિત ક્ષેત્રમાં રહેવા જણાવ્યું. તેમણે કહ્યું કે, તમે જે વિસ્ફોટ સાંભળી રહ્યા છો તે અવરોધન અથવા પડવાના કારણે ઉત્પન્ન થઇ રહ્યા છે. વાયુ રક્ષા પ્રણાલી દરેક સમયે ખતરાની માહિતી મેળવવા માટે તેમને અટકાવે છે. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે બીજો સૈન્ય ટક્કર એવા સમયે થઇ છે જ્યારે ગત્ત થોડા દિવસથી ઇઝરાયેલ દ્વારા હિઝબુલ્લાના અનેક ગુપ્ત સ્થળો પર સતત હુમલા કરી રહ્યું છે. જેના કારણે ઇરાની પ્રોક્સિ જૂથ ખુબ જ નબળું છે. જેમાં હિઝબુલ્લા નેતા હસન નસરલ્લાહની હત્યાનો પણ સમાવેશ થાય છે. ઇરાને હવે હુમલાની ચેતવણી પણ ઉચ્ચારી છે.
આ પણ વાંચો : ગાંધીજીની પૌત્રી ગ્લેમરસ અને સ્ટાઇલિશ એટલી કે..લાખો છે ફોલોઅર્સ
13 એપ્રીલે પણ ઇરાને કર્યો હતો હુમલો
ઇરાને છેલ્લી વખત એપ્રીલમાં ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. જો કે તેની મિસાઇલને પાંચ સેનાઓ ઇઝરાયેલ, અમેરિકા, ફ્રાંસ, જોર્ડન અને યુકેની સંયુક્ત કાર્યવાહીથી નિષ્ફળ બનાવી દેવાયો હતો. એક અંદાજ અનુસાર આ હુમલો એપ્રીલમાં ઇરાન દ્વારા ઇઝરાયેલ પર ફેંકાયેલી 120 બેલેસ્ટિક મિસાઇલો, 170 ડ્રોન અને ડઝન કરતા વધારે ક્રુઝ મિસાઇલોથી પણ મોટો હુમલો હશે.
આ પણ વાંચો : UP : યોગી સરકારનો મોટો નિર્ણય, આ શહેરમાં 9 દિવસ નહીં વેંચાય દારૂ અને નોનવેજ