Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હેલિકોપ્ટર ક્રેશમાં IRAN PRESIDENT EBRAHIM RAISI નું મોત, ઈરાની મીડિયાનો દાવો

IRAN PRESIDENT EBRAHIM RAISI HELICOPTER CRASH : ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને લઈને હવે અટકળો સામે આવી રહી છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ગઇકાલે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, હવે ઈન્ટરનેશનલ મીડિયાના અનુસાર તેમના મૃત્યુની આશંકા છે. આ વાતની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ...
હેલિકોપ્ટર ક્રેશમાં iran president ebrahim raisi નું મોત  ઈરાની મીડિયાનો દાવો

IRAN PRESIDENT EBRAHIM RAISI HELICOPTER CRASH : ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને લઈને હવે અટકળો સામે આવી રહી છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ગઇકાલે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, હવે ઈન્ટરનેશનલ મીડિયાના અનુસાર તેમના મૃત્યુની આશંકા છે. આ વાતની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ સત્તાવાર રીતે કરતું નથી. કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલમાં આ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હેલિકોપ્ટરમાં હાજર ઈબ્રાહિમ રાઈસી, વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દુલ્લાહિયન સહિત લોકોના મોત થયા છે.

Advertisement

પૂર્વ અઝરબૈજાનમાં ક્રેશ થયું હેલિકોપ્ટર

રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરે ઈરાનની રાજધાની તેહરાનના ઉત્તરપશ્ચિમમાં લગભગ 600 કિલોમીટર (375 માઈલ) હાર્ડ લેન્ડિંગ કર્યું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જો કે સ્થાનિક સરકારી અધિકારીએ તેને અકસ્માત ગણાવ્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન, ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર અને અન્ય અધિકારીઓ અને અંગરક્ષકો પણ રાયસી સાથે મુસાફરી કરી રહ્યા હતા.

Advertisement

IRAN PRESIDENT EBRAHIM RAISI

IRAN PRESIDENT EBRAHIM RAISI

બાદમાં, રાજ્ય ટીવીએ તે ઉઝી ગામની નજીક પૂર્વમાં બનતું દર્શાવ્યું, પરંતુ વિગતો વિરોધાભાસી રહી. રાજ્ય સંચાલિત IRNA સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે રઇસી ઈરાનના વિદેશ પ્રધાન હોસેન અમીરાબ્દોલ્લાહિયન, ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર અને અન્ય અધિકારીઓ અને અંગરક્ષકો સાથે મુસાફરી કરી રહ્યા હતા.

Advertisement

PM મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી

PM નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને લઈને ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ રાષ્ટ્રપતિ રઇસીના હેલિકોપ્ટર ફ્લાઇટ અંગેના અહેવાલોથી ખૂબ જ ચિંતિત છે. અમે કટોકટીના આ સમયમાં ઈરાનના લોકો સાથે એકતામાં ઊભા છીએ અને રાષ્ટ્રપતિ અને તેમના સહયોગીઓની સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.

ઈબ્રાહિમ રાયસી વર્ષ 2021માં રાષ્ટ્રપતિ બન્યા હતા

ઈબ્રાહિમ રાયસી વિશે વાત કરીએ તો તેઓ વર્ષ 2021માં ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓની ઉમર 63 છે. તેમણે એક સમયે ઈરાનના ન્યાયતંત્રનું નેતૃત્વ કર્યું હતું. તેમને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખમેનીના વારસદાર તરીકે પણ જોવામાં આવે છે.

આ પણ વાંચો : Lok Sabha Election 2024 5th Phase LIVE : લોકસભા ચૂંટણી માટે 5માં તબક્કાનું મતદાન શરૂ, આજે દિગ્ગજોના ભાવિનો થશે નિર્ણય

Tags :
Advertisement

.