Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar News : દારૂ કોઈનો સગો નથી, હવે આ દારૂ પોલીસનો પણ દુશ્મન બની ગયો, વાંચો આ ચોંકાવનારો કિસ્સો

પોલીસ પણ દારૂ પીધેલી હાલતમાં હશે તો લેવાશે એક્શન આ વાત સાબિત કરે છે કે નિયમો બધા માટે સરખા છે પોલીસ હવે નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરતા પોલીસ સામે પણ કરે છે કેસ પોલીસ ઈચ્છતી તો મામલો દબાવી શકતી હતી,...
12:42 PM Jul 27, 2023 IST | Viral Joshi

ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમીના (Karai Police Acadamy) ગેટ પાસે નશાની હાલતમાં SRP જવાને IPS ની ગાડી અટકાવી અધિકારી સાથે જીભાજોડી કરી હતી. કરાઈ પોલીસ એકેડમીના ગેટ પર સંત્રી ઉદેસિંહ સોઢાએ દારુના નશામાં IPS વિજયસિંહ ગુર્જરની (IPS Vijaysinh Gurjar) કાર રોકી હતી અને તેમની સાથે જીભાજોડી કરી હતી.

આવા એક્શન થવા જોઈએ

પોલીસ ઈચ્છતી તો મામલો દબાવી શકતી હતી પણ પોલીસે હવે પોલીસ પર કેસ કરેને દાખલો બેસાજ્યો છે. પોલીસ ઈચ્છતી તો મામલો દબાવી શકતી હતી પણ કેસ નોંધ્યો છે. આ મામલે પોલીસની સરાહના થઈ રહી છે. વાહ DGP સાહેબ આવા એક્શન શરૂ રહેવા જોઈએ, કારણ કે આ દારૂ હવે કોઈનો સગો નથી હવે આ દારૂ પોલીસનો પણ દુશ્મન બની ગયો છે ત્યારે આવી દાખલારૂપ કાર્યવાહી થતી રહેવી જોઈએ.

શું હતો બનાવ?

ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે ગત રાત્રીના પોણા એક વાગ્યાના અરસામાં કરાઈ એકેડમીના ગેટ નં. 2 પર ફરજ પરના સંત્રી SRP પોલીસ કોન્સ્ટેબલ ઉદેસિંહ સોઢાએ SRP ગૃપ-14 કમાન્ડન્ટ IPS વિજયસિંહ ગુર્જરની ગાડી અટકાવી જીભાજોડી કરી હતી. જેથી તેમના કંપની કમાંડર દ્વારા તેમને કંટ્રોલરૂમમાં બેસાડ્યા બાદ ડભોડા પોલીસ મથકમાં SRP પોલીસ કોન્સ્ટેબલ ઉદેસિંહ કુપજી સોઢા (રહે. કરાઈ પોલીસ એકેડમી, મુળ રહે. કંકાવટી, તા. અબડાસા, જિ. કચ્છ) વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દાખલારૂપ કામગીરી થતી રહેવી જોઈએ

ઉલ્લેખનીય છે કે, મૂળ રાજસ્થાનના વતની વિજયસિંહ ગુર્જર વર્ષ 2018ની બેચના IPS અધિકારી છે. પોલીસ ઈચ્છત તો આ મામલો દબાવી શકત પરંતુ પોલીસે હવે પોલીસ પર કેસ કરીને દાખલારૂપ કામગીરી કરી છે જેની ખરેખર બિરદાવવા લાયક છે અને આવી દાખલારૂપ કામગીરી થતી રહેવી જોઈએ.

આ પણ વાંચો : AHMEDABAD NEWS : બુધવારની મોડી રાત્રે શું થયું? GUJARAT FIRST સાથે પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ઘટના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
GandhinagarGandhinagar Latest NewsGandhinagar NewsGujarati NewsIPS Vijaysinh GurjarKarai Police Academy
Next Article