Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPO: પૈસા તૈયાર રાખજો! આવતા અઠવાડિયે આવી રહ્યા છે 10 IPO

આગામી અઠવાડિયું તમારી માટે કમાણી માટે બેસ્ટ છે બજારમાં  આવી  રહ્યા છે 10  IPO ગજાનંદ ઈન્ટરનેશનલ, શેર સમાધાન,જેવા  IPO લિસ્ટિંગ થશે IPO: જો તમે પણ શેર બજાર અથવા IPO થી કમાણી કરતા હોવ તો આગામી અઠવાડિયું તમારી માટે કમાણી...
ipo  પૈસા તૈયાર રાખજો  આવતા અઠવાડિયે આવી રહ્યા છે 10 ipo
  • આગામી અઠવાડિયું તમારી માટે કમાણી માટે બેસ્ટ છે
  • બજારમાં  આવી  રહ્યા છે 10  IPO
  • ગજાનંદ ઈન્ટરનેશનલ, શેર સમાધાન,જેવા  IPO લિસ્ટિંગ થશે

IPO: જો તમે પણ શેર બજાર અથવા IPO થી કમાણી કરતા હોવ તો આગામી અઠવાડિયું તમારી માટે કમાણી માટે બેસ્ટ છે. એવું એટલા માટે કારણ કે, આવતા અઠવાડિયે 10 આઈપીઓ આવશે અને પાંચ નવી ઓફર મળશે. આમાંથી 10  આઈપીનું લિસ્ટિંગ શેર બજારમાં થવાનું છે. જેનું લિસ્ટિંગ થવાનું છે તેમાં ગજાનંદ ઈન્ટરનેશનલ, શેર સમાધાન, શુભશ્રી બાયોફ્યૂઅલ્સ એનર્જી, આદિત્ય અલ્ટ્રા સ્ટીલ, બજાજ હાઉસિંગ વગેરે...

Advertisement

આમાંથી ક્રોસ લિમિટેડ, ટોલિન્સ ટાયર્સ, બજાજ હાઉસિંગ ફાયનાન્સ, પીએન ગાડગીલ જ્વેલર્સ અને આર્કેડ ડેવલપર્સના આઈપીઓ મેનબોર્ડ છે. જયારે બાકી બધા આઈપીઓ ઈશ્યૂ એસએમઈ કેટેગરીના છે.

આ તમામનું થશે લિસ્ટિંગ

બજાજ હાઉસિંગ ફાયનાન્સ, ક્રોસ અને ટોલિન્સ ટાયર્સના શેર સોમવાર 16 સપ્ટેમ્બર 2024ના રોજ એક્સચેંજ પર પોતાનો પ્રારંભ કરવા માટે તૈયાર છે. પીએન ગાડગીલ જવેલર્સ મંગળવાર 17 સપ્ટેમ્બર 2024ના રોજ એકસચેંજમાં યાદીમાં સમાવાશે.

Advertisement

આ આઈપીઓનું સંપૂર્ણ લિસ્ટ જુઓ

આર્કેડ ડેવલપર્સ આઈપીઓ16 સપ્ટેમ્બર19 સપ્ટેમ્બરહજી જાહેર નહીં
નોર્ધન આર્ક કેપિટલ આઈપીઓ16 સપ્ટેમ્બર19 સપ્ટેમ્બર249-263 રૂપિયા
એક્સેલન્ટ વાયર્સ એન્ડ પેકેઝિંગ11 સપ્ટેમ્બર13 સપ્ટેમ્બર90 રૂપિયા
ટ્રાફિકસોલ આઈટીએસ ટેક્નોલૉજિસ10 સપ્ટેમ્બર12 સપ્ટેમ્બર66-70 રૂપિયા
એસપીપી પોલિમર્સ10 સપ્ટેમ્બર12 સપ્ટેમ્બર59 રૂપિયા
ગજાનંદ ઈન્ટરનેશનલ09 સપ્ટેમ્બર11 સપ્ટેમ્બર36 રૂપિયા
શેર સમાધાન09 સપ્ટેમ્બર11 સપ્ટેમ્બર70-74 રૂપિયા
શુભશ્રી બાયોફ્યૂઅલ્સ એનર્જી09 સપ્ટેમ્બર11 સપ્ટેમ્બર113-119 રૂપિયા
આદિત્ય અલ્ટ્રા સ્ટીલ09 સપ્ટેમ્બર11 સપ્ટેમ્બર59-62 રૂપિયા
એન્વાયોર્ટેક સિસ્ટમસ13 સપ્ટેમ્બર17 સપ્ટેમ્બર53-56 રૂપિયા

આ પણ  વાંચો -ભારતીય શેરોમાં વિદેશી રોકાણકારોએ આટલા કરોડનું રોકાણ કર્યું

આઈપીઓના શેર કોણ ખરીદી શકે છે

દરેક વ્યકિત આઈપીઓમાં રોકાણ કરી શકે છે. એક આઈપીઓમાં જુદીજુદી કેટેગરીના રોકાણકારો માટે કેટલાક શેર રિઝર્વ હોય છે. જેમ કે, રિટેલ રોકાણકાર, એન્કર રોકાણકાર, હાઈ નેટવર્થ ધરાવતા રોકાણકાર અને બેંક અથવા મ્યુચ્યુઅલ ફંડ જેવા ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ સામેલ છે.

Advertisement

આ પણ  વાંચો -અચાનક ખાદ્યતેલમાં કસ્ટમ ડ્યુટી વધી! ડુંગળીને લઈને સરકારે કરી મોટી જાહેરાત

SME સેકટરમાં આવશે આ સ્ટોક

આ સિવાય SME સેક્ટરના રોકાણકારો આવતા અઠવાડિયે 10 IPOના લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે, જેમાં એક્સેલન્ટ વાયર એન્ડ પેકેજિંગ, ટ્રાફિકોલ આઈટીએસ ટેક્નોલોજી, એસપીપી પોલિમર, ગજાનંદ ઈન્ટરનેશનલ, શેર સોલ્યુશન્સ, શુભશ્રી બાયોફ્યુઅલ એનર્જી, આદિત્ય અલ્ટ્રા સ્ટીલ, વિઝન ઈન્ફ્રા. સાધનસામગ્રી. સોલ્યુશન્સ, માય મુદ્રા ફિનકોર્પ, અને સોધાની એકેડેમી ઓફ ફિનટેક એનેબલર્સ. વધુમાં, પોપ્યુલર ફાઉન્ડેશન, ડેક્કન ટ્રાન્સકોન લીઝિંગ, એન્વાયરોટેક સિસ્ટમસ  આવી   રહ્યા છે .

Tags :
Advertisement

.