Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2025: શું ગુજરાત ટાઈટન્સ છોડશે આશીષ નેહરા? થયો આ મોટો ખુલાસો

ગુજરાત ટાઈટન્સના માલિક બદલાયા ગુજરાત પ્રથમ પ્રયાસમાં જ ચેમ્પિયન બન્યું હતું. આશીષ નેહરા પણ GT છોડશે? IPL 2025:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની (IPL 2025)શરૂઆત પહેલા મેગા ઓક્શન યોજાવા જઈ રહ્યું છે. દરેક ટીમોમાં મોટા બદલાવ થવાની અપેક્ષાઓ છે. IPLની તમામ...
ipl 2025  શું ગુજરાત ટાઈટન્સ છોડશે આશીષ નેહરા  થયો આ મોટો ખુલાસો
  • ગુજરાત ટાઈટન્સના માલિક બદલાયા
  • ગુજરાત પ્રથમ પ્રયાસમાં જ ચેમ્પિયન બન્યું હતું.
  • આશીષ નેહરા પણ GT છોડશે?

IPL 2025:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની (IPL 2025)શરૂઆત પહેલા મેગા ઓક્શન યોજાવા જઈ રહ્યું છે. દરેક ટીમોમાં મોટા બદલાવ થવાની અપેક્ષાઓ છે. IPLની તમામ ટીમોમા ખેલાડીઓથી લઈને કોચિંગ સ્ટાફ સુધી બદલાવ જોવા મળશે.આ બધા વચ્ચે ગુજરાત ટાઈટન્સના કોચ આશીષ નેહરા (aashish nehra)પણ GT છોડશે તેવા સમાચારો વહેતા થયા હતા. હવે સમાચાર આવ્યા છે કે હવે મુખ્ય કોચ આશિષ નેહરા અને ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકી (vikram solanki) ટીમ સાથે રહેશે.

Advertisement

ગુજરાત ટાઈટન્સના માલિક બદલાયા

ઉલ્લેખનિય છેકે અગાઉ એવા અહેવાલ હતા કે આ બંને ખેલાડીઓ આગામી સિઝનમાં ટીમ છોડી શકે છે કારણ કે ટીમની માલિકી અમદાવાદ સ્થિત કંપની ટોરેન્ટ ફાર્મા પાસે આવી ગઈ હતી. પરંતુ હવે એ વાત સામે આવી છે કે કંપની આ બંને ખેલાડીઓને પોતાની સાથે રાખવા માંગે છે.

Advertisement

આ પણ  વાંચો -Team India: કાનપુર ટેસ્ટમાં 3 સ્પિનરો કે 3 પેસર? ટીમ ઈન્ડિયાનું પ્લેઈંગ 11 પર સસ્પેન્સ!

ગુજરાતમાં આશીષ નેહરા કેટલી ફિ લે છે?

ગુજરાત ટાઇટન્સ ટીમે 2022માં IPLમાં એન્ટ્રી લીધા બાદ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. ટીમની આ જીતમાં નેહરા અને સોલંકીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિઝનમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ બંનેએ તેમના કરાર પર ફરીથી વાટાઘાટો કરી. એવી અટકળો છે કે તે લીગમાં સૌથી વધુ પગાર મેળવનાર કોચિંગ સ્ટાફમાંથી એક હોઈ શકે છે, જ્યાં તેને આવતા વર્ષે લગભગ 8 કરોડ રૂપિયા મળી શકે છે.

Advertisement

આ પણ  વાંચો -IPLની મેગા ઓક્શન પહેલા BCCIનું આવ્યું મોટું અપડેટ

ગુજરાત પ્રથમ પ્રયાસમાં જ ચેમ્પિયન બન્યું હતું.

નેહરા અને સોલંકીની જોડી હેઠળ, ગુજરાત તેની પ્રથમ સિઝનમાં ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યું હતું. ટીમે અહીં રાજસ્થાનને હરાવીને ટાઈટલ કબજે કર્યું હતું. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમે આગલા વર્ષે તેનું ટાઇટલ લગભગ બચાવી લીધું હતું, પરંતુ છેલ્લા બોલ પર ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી. ત્યારબાદ CSK માટે રવિન્દ્ર જાડેજાએ મોહિત શર્માની ઓવરના છેલ્લા બે બોલ પર એક સિક્સર અને એક ફોર ફટકારીને ગુજરાતની જીત છીનવી લીધી હતી. આ પછી કેપ્ટન હાર્દિક ટીમ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ ગયો. હાર્દિકે ટીમ છોડવાને કારણે ગુજરાતને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, જ્યાં ટીમ આ વર્ષે પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી હતી.

Tags :
Advertisement

.