IPL 2025: RCB માં થશે રિષભ પંતની એન્ટ્રી? ફ્રેન્ચાઈઝીએ આપ્યા સંકેત
- RCB માં રિટેન્શન લિસ્ટ બહાર પાડ્યું
- RCBમાં કેએલ રાહુલ સામે થયો
- પંતને સોશિયલ મીડિયા ચર્ચા
IPL 2025 Rishabh Pant: આ વખતે IPL 2025ની મેગા ઓક્શનમાં ઘણી ટીમોના કેપ્ટનો પર બિડિંગ જોવા મળી શકે છે. કારણ કે રિટેન્શન લિસ્ટ બહાર આવ્યા પછી ખબર પડી કે ઘણી ફ્રેન્ચાઈઝીઓએ પોતાના કેપ્ટનને છૂટા કરી દીધા છે. જેમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત ( Rishabh Pant) RCBના ફાફ ડુ પ્લેસિસ અને લખનૌ સુપર જાયન્ટ્સના કેએલ રાહુલ (kl rahul) જેવા ખેલાડીઓ સામેલ છે. હવે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને લઈને ઘણી અટકળો શરૂ થઈ ગઈ છે.
પંતને લઈને ચર્ચાઓ તેજ
પંતને લઈને સોશિયલ મીડિયા પર એક અલગ ચર્ચા છેડાઈ છે. ઘણા યુઝર્સ પંતને ચેન્નાઈ સુપર કિંગ્સમાં રમતા જોવા ઈચ્છે છે, જ્યારે ઘણા યુઝર્સ માને છે કે પંત આ વખતે RCBમાં પ્રવેશ કરી શકે છે. હવે આ અંગે RCB તરફથી મોટો સંકેત મળ્યો છે. જે બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે પંત IPL 2025માં RCB તરફથી રમતા જોવા મળી શકે છે.
Pick one for RCB 😱 pic.twitter.com/UsJg1XElCo
— Sandeep Yadav (@Sandeep25122002) November 3, 2024
આ પણ વાંચો -IND vs SA T20: ભારતીય ટીમના નવા કોચ, નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે...
RCBએ કર્યું મોક ફેન્સ ઓક્શન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સત્તાવાર X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં RCB તરફથી કેએલ રાહુલ અને રિષભ પંતને આ બે વિકેટકીપર બેટ્સમેન અંગે પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, Echoes of Fans Mock Auction: KL રાહુલ અને રિષભ પંતે કમાલ કર્યો છે. તેઓ કેટલામાં વેચાયા અને હવે તેમને કોણ ખરીદશે તે જાણો. આવી સ્થિતિમાં હવે ચાહકોને આશા છે કે RCB રિષભ પંત અને કેએલ રાહુલમાં રસ દાખવી રહ્યું છે. આ વખતે RCB મેગા ઓક્શનમાં આ બેમાંથી કોઈ એક વિકેટકીપરને ખરીદી શકે છે.
આ પણ વાંચો -Happy Birthday Virat:કિંગ કોહલી થયો 36 વર્ષનો.. જુઓ 36 તસવીરોમાં 36 રેકોર્ડ
RCB મેગા ઓક્શનમાં પંત પર ચર્ચા થઈ
બીજી તરફ RCBએ આ વખતે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને પણ બહાર કરી દીધો છે, તો બીજી તરફ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પણ IPL 2024 બાદ IPLમાંથી સંન્યાસ લઈ લીધો હતો. જે બાદ હવે આરસીબીને વિકેટકીપર બેટ્સમેનની સાથે કેપ્ટનની પણ જરૂર છે. પંત, જે આ દિવસોમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે, તે ન્યુઝીલેન્ડ સામે એકમાત્ર ભારતીય બેટ્સમેન હતો જેણે સતત રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, RCB મેગા ઓક્શન દરમિયાન પંત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.