ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IPL 2025 Mega Auction:મિશેલ સ્ટાર્કની RCBમાં થશે એન્ટ્રી? પોસ્ટ થઈ વાયરલ

IPL 2025 ની મેગા ઓક્શન જેદ્દાહ શહેરમાં યોજાશે BCCIએ 24 અને 25 નવેમ્બર યોજાઇ શકે છે KKR એ મિચેલ સ્ટાર્ક પણ બહાર કર્યો મિશેલ સ્ટાર્કની RCB માં થઈ શકે છે એન્ટ્રી IPL 2025 Mega Auction: આ વખતે IPL 2025...
04:06 PM Nov 07, 2024 IST | Hiren Dave
mitchell starc

IPL 2025 Mega Auction: આ વખતે IPL 2025 ની મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં થઈ રહ્યું છે. જેના માટે BCCIએ 24 અને 25 નવેમ્બર રાખી છે. મેગા ઓક્શન પહેલા ખેલાડીઓને લઈને અનેક અટકળો ચાલી રહી છે કે આ ખેલાડી આ ટીમમાં જશે કે અન્ય ટીમમાં જશે. કોલકાતા નાઈટ રાઈડર્સે IPLના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી મિશેલ સ્ટાર્ક( mitchell starc)ન પણ બહાર કર્યો છે. જે બાદ સ્ટાર્ક હવે હરાજીમાં ભાગ લેવા માટે તૈયાર છે. હવે સ્ટાર્કને( mitchell starc) લઈને ઘણી અટકળો ચાલી રહી છે કે આ વખતે ઓસ્ટ્રેલિયાનો આ ફાસ્ટ બોલર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમમાં સામે કરી શકે છે.

સ્ટાર્ક નીફરી RCB માં થશે એન્ટ્રી?

IPS 2024ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને 24.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ આ વખતે KKR એ આ ખેલાડીને બહાર કરી દીધો છે. મેગા ઓક્શનમાં મિશેલ સ્ટાર્કની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. વેલ, ઘણી ફ્રેન્ચાઈઝીની નજર આ ખેલાડી પર હશે. પરંતુ BCCIફરી એકવાર તેની બોલિંગ લાઇન અપને મજબૂત કરવા સ્ટાર્ક પર મજબૂત બોલી લગાવી શકે છે.

આ પણ  વાંચો -આ વખતે Border Gavaskar Trophy કોણ જીતશે, ભારત કે ઓસ્ટ્રેલિયા?

સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ  વાયરલ

બીજી તરફ, સ્ટાર્ક આરસીબીમાં જોડાવાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ઘણા ચાહકો આ વખતે મિશેલ સ્ટાર્કને આરસીબી ટીમમાં જોવા માંગે છે. તમને જણાવી દઈએ કે, મિચેલ સ્ટાર્ક આ પહેલા પણ RCB તરફથી IPL રમી ચૂક્યો છે. સ્ટાર્ક વર્ષ 2014માં RCBનો ભાગ હતો, ત્યારબાદ સ્ટાર્ક ઘણા વર્ષો સુધી ફરી IPL રમ્યો ન હતો. જોકે KKRએ તેને વર્ષ 2018માં ખરીદ્યો હતો, પરંતુ આ ખેલાડી આ સિઝનમાં પણ રમી શક્યો નહોતો.

આ પણ  વાંચો -IPL 2025 ઓક્શનની તારીખની થઈ જાહેરાત, આ જગ્યા પર ખેલાડીઓની લાગશે બોલી

IPL મેગા  મેગા ઓક્શન  જોવા મળશે

મિચેલ સ્ટાર્ક IPL 2024માં સૌથી મોંઘા ખેલાડી તરીકે રમવા આવ્યો હતો. આવી સ્થિતિમાં કેકેઆરના ચાહકોને સ્ટાર્ક પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ આ સિઝન સ્ટાર્ક માટે કંઈ ખાસ ન હતી. ફાઈનલ મેચ સિવાય કોઈ પણ મેચમાં સ્ટાર્કનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. IPL 2024માં સ્ટાર્કે 14 મેચમાં માત્ર 17 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે પોતાની બોલિંગ દરમિયાન 444 રન ખર્ચ્યા હતા. અત્યાર સુધીમાં સ્ટાર્કે IPLમાં 41 મેચ રમી છે, જેમાં તેણે 51 વિકેટ પોતાના નામે કરી છે. IPLમાં સ્ટાર્કનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 15 રનમાં 4 વિકેટ ઝડપી રહ્યું છે.

Tags :
IPL 2025IPL 2025 Mega AuctionMitchell StarcRCBRoyal Challengers Bengaluru
Next Article