ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ

IPL 2024 Qualifier 1 : આજે KKR vs SRH ની મેચમાં કઇ ટીમને મળી શકે છે ફાઈનલની Ticket?

IPL 2024 Qualifier 1 : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (KKR vs SRH) વચ્ચે ક્વોલિફાયર-1 મેચ (Qualifier-1 Match) રમાશે. આજે એટલે કે 21...
08:06 AM May 21, 2024 IST | Hardik Shah
featuredImage featuredImage
IPL 2024 Qualifier 1 Match

IPL 2024 Qualifier 1 : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (KKR vs SRH) વચ્ચે ક્વોલિફાયર-1 મેચ (Qualifier-1 Match) રમાશે. આજે એટલે કે 21 મે મંગળવારના રોજ યોજાનારી મેચમાંથી એક ટીમને ફાઈનલની ટિકિટ (Final Ticket) મળવા જઈ રહી છે. આવી સ્થિતિમાં મુકાબલો વધુ રસપ્રદ રહેશે તેવી પૂરી સંભાવના છે.

રેકોર્ડ મુજબ કઇ ટીમની જીતવાની સંભાવના સૌથી વધુ ?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે KKR vs SRH વચ્ચે જે મેચ રમાવાની છે તેમાંથી એક ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે તો બીજી ટીમને ફાઈનલમાં પહોંચવા માટેની વધુ એક તક મળશે. જો કે, હારનાર ટીમને ફાઇનલમાં પહોંચવા માટે થોડી વધુ રાહ જોવી પડશે. ક્વોલિફાયર 1 હારનાર ટીમ એલિમિનેટર (RR vs RCB) મેચની વિજેતા ટીમ સામે ટકરાશે અને તે મેચ જીતનાર ફાઇનલમાં પહોંચવા માટે લાયક બનશે. જણાવી દઇએ કે, IPL 2024ના પોઈન્ટ ટેબલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ હાલમાં બીજા સ્થાને છે. IPL માં 2011થી ક્વોલિફાયર મેચો રમાઈ રહી છે. ત્યારપછી કોઈપણ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી છે, તે ફાઇનલમાં પહોંચી જ ગઈ છે. જો આ રેકોર્ડ પર નજર કરીએ તો એવું ચોક્કસ લાગે છે કે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ IPL 2024ની ફાઇનલમાં પહોંચશે. ગયા વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હતી. ત્યાર બાદ CSK માત્ર ફાઈનલમાં પહોંચી જ નહીં પણ ગુજરાત ટાઇટન્સને હરાવીને ટાઇટલ પણ જીત્યું હતું.

હૈદરાબાદે એક વખત IPL ટ્રોફી જીતી છે

પેટ કમિન્સે IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી. ટીમ માટે અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નીતિશ રેડ્ડી અને ટ્રેવિસ હેડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તમામ ખેલાડીઓએ ટીમ માટે એક થઈને પ્રદર્શન કર્યું છે. હૈદરાબાદ તેની બેટિંગમાં ઉંડાણ અને બોલિંગમાં તાકાત બતાવી રહ્યું છે. હૈદરાબાદે વર્તમાન સિઝનમાં 14માંથી 8 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. ડેવિડ વોર્નરની કમાન્ડ હેઠળ SRH એ IPL 2016 ટ્રોફી જીતી હતી. જ્યારે આ સીઝનમાં પણ SRH ની ટાઈટલ જીતની સંભાવનાઓ સૌથી વધુ જોવા મળી રહી છે.

મેચ રસપ્રદ રહેવાની પૂરી સંભાવના

KKR અને SRH બંને ટીમોની બેટિંગ સમાન છે. બંને ટીમના બેટ્સમેનો પહેલા બોલથી જ આક્રમણ શરૂ કરી દે છે. આ જ કારણ છે કે આ સિઝનમાં આ બંને ટીમોએ ઘણા રન બનાવ્યા છે. ઘણી વખત આ ટીમો 200ને પાર કરી ચૂકી છે. SRH પણ 250નો આંકડો બે વખત વટાવી ચૂક્યો છે. આવી સ્થિતિમાં સ્પર્ધા રસપ્રદ રહેશે. એક તરફ તમને ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા જોવા મળશે અને બીજી બાજુ સુનીલ નારાયણ સાથે કેટલાક ભારતીય કે વિદેશી બેટ્સમેન ઓપનિંગ કરતા જોવા મળશે. SRH પાસે હેનરિક ક્લાસેન છે જ્યારે KKR પાસે આન્દ્રે રસેલ છે. જો રાહુલ ત્રિપાઠી SRHમાં છે, તો તમે KKRમાં નીતિશ રાણાને જોશો. આ સિઝનમાં કેપ્ટન શ્રેયસ અય્યર પણ ફોર્મમાં છે અને રિંકુ સિંહ પણ KKR સાથે છે. આવી સ્થિતિમાં સ્પર્ધા મજેદાર રહેશે.

KKR vs SRH હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2024 ક્વોલિફાયર 1 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે રમાશે. તમારી માહિતી માટે, KKR vs SRH હેડ ટુ હેડ રેકોર્ડ કોલકાતાની તરફેણમાં છે. IPLના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે કુલ 26 મેચ રમાઈ છે. જેમાંથી KKR 17 મેચ જીત્યું છે અને SRH 9 મેચ જીત્યું છે. આ સિઝનમાં પણ બંને વચ્ચે મેચ રમાઈ હતી, જે KKR એ જીતી હતી.

વરસાદની કેટલી સંભાવના?

હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. જોકે ત્યાં થોડો ભેજ હોઈ શકે છે. આ કારણે બીજી ઇનિંગ દરમિયાન ઝાકળ પડી શકે છે. જો આમ થશે તો ઝાકળનો રોલ મોટો થઈ જશે. તાપમાન 37-31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. અમદાવાદની પીચ સારી હતી. અહીં માત્ર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થવાની આશા છે. જો આ મેચમાં વરસાદ થશે તો મેચ પૂર્ણ થવાની શક્યતા જોવા મળશે. મેચ 5-5 ઓવરની પણ કરી શકાય છે. અનામત દિવસને લઈને મૂંઝવણ છે. ઘણા અહેવાલોમાં એવું બહાર આવ્યું છે કે અનામત દિવસ હશે. વળી, જો 5-5 ઓવરની મેચ પણ શક્ય ન હોય તો સુપર ઓવર થઈ શકે છે. જો સુપર ઓવરમાં પણ કોઈ પરિણામ ન આવે તો પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમ ફાઈનલમાં પહોંચી જશે.

આ પણ વાંચો - Ahmedabad એરપોર્ટ પર IPL ની 3 ટીમો પહોંચે તે પહેલા પહોંચ્યા આતંકવાદી અને અચાનક…

આ પણ વાંચો - 17 વર્ષમાં જે કોઈ ટીમ ન કરી શકી તે KKR એ કરી બતાવ્યું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

Tags :
ahmedabad weatherAhmedabad Weather 21 May 2024Cricket NewsHardik ShahIndian Premier LeagueIPLIPL 2024IPL 2024 KKR vs SRH Ahmedabad WeatherIPL 2024 PlayoffsIPL 2024 Qualifier 1IPL 2024 Qualifier 1 PreviewIPL PlayoffsKKR VS SRHKKR vs SRH MatchQualifier 1SRHSRH vs KKRSunrisers Hyderabadteam to qualify for final