Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IPL 2024 : સંજુ સેમસન સામે BCCI ની મોટી કાર્યવાહી, અમ્પાયરો સાથે દલીલ મુદ્દે મળી આ સજા...

IPL 2024 ની વચ્ચે, BCCI એ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન સામે મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાનની ટીમ 7 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમી હતી. આ મેચમાં સંજુ સેમસન અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. તેની વિકેટ બાદ...
12:17 PM May 08, 2024 IST | Dhruv Parmar

IPL 2024 ની વચ્ચે, BCCI એ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન સામે મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાનની ટીમ 7 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમી હતી. આ મેચમાં સંજુ સેમસન અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. તેની વિકેટ બાદ તે ખૂબ જ નાખુશ દેખાઈ રહ્યો હતો. BCCI એ સંજુ સેમસનના આ વર્તન સામે કાર્યવાહી કરી છે.

સંજુ સેમસન પર BCCI ની મોટી કાર્યવાહી...

દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં સંજુ સેમસન 46 બોલમાં 86 રન બનાવીને આઉટ થયો હતો. સંજુ સેમસને આ ઇનિંગમાં 8 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. પરંતુ તે 16 મી ઓવરમાં કેચ આઉટ થયો હતો. તેણે મુકેશ કુમારના બોલ પર મોટો શોટ માર્યો જેને બાઉન્ડ્રી લાઇન પર ઉભેલા શાઈ હોપે કેચ કરી લીધો. ત્રીજા અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. પરંતુ તે આઉટ થયા બાદ અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં હવે BCCI એ અમ્પાયરના નિર્ણય સાથે અસંમતિ દર્શાવવા બદલ મેચ ફીના 30% દંડ ફટકાર્યો છે.

BCCI એ પ્રેસ રિલીઝ જાહેર કરી...

BCCI એ એક પ્રેસ રિલીઝ જારી કરીને સંજુ સેમસન પર દંડ ફટકાર્યો છે. પ્રેસ રિલીઝ BCCI એ જણાવ્યું છે કે, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે IPL 2024 ની 56 ની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. સેમસને IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.8 હેઠળ લેવલ 1 નો ગુનો કર્યો છે. તેણે ગુનો સ્વીકાર્યો અને મેચ રેફરીની મંજૂરી સ્વીકારી. આચાર સંહિતાના લેવલ 1 ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.

વિરાટ કોહલી (Virat Kohli)ને પણ સજા મળી...

આ પહેલા વિરાટ કોહલી (Virat Kohli)ને પણ અમ્પાયરો સાથે દલીલ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો વચ્ચે રમાયેલી મેચ દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli) અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. તે ફુલ ટોસ બોલ પર આઉટ થયો હતો. તેમનું માનવું હતું કે આ બોલ કમરથી ઉપર છે. પરંતુ અમ્પાયરોએ તેને આઉટ જાહેર કર્યો હતો. જે બાદ તેણે પેવેલિયન પરત ફરતા પહેલા અમ્પાયરો સાથે દલીલ કરી હતી. જેના કારણે BCCI એ વિરાટ કોહલી (Virat Kohli) પર મેચ ફીના 50% નો દંડ લગાવ્યો હતો.

આ પણ વાંચો : Ireland T20 WC squad :T20 World Cup માટે આયરલેન્ડે કરી ટીમની જાહેરાત

આ પણ વાંચો : DC vs RR : રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને મેદાનમાં ઉતરતા જ રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો : T20 WC 2024 : શું ભારતીય ટીમમાં હવે થઈ શકે છે કોઈ ફેરફાર? શું કહે છે ICC નો નિયમ

Tags :
CricketIPL 2024ipl code of conductipl code of conduct breachesSanju SamsonSanju Samson fined 30 percent of his match feesSanju samson IPLSanju samson IPL 2024 FineSanju samson IPL 2024 RR vs DC Match controversySportsTeam IndiaWhy Sanju samson punished by BCCIWhy Sanju samson punished in IPL
Next Article