Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPl 2023 : ક્લાસેન પર ભારે પડી વિરાટની સદી, બેંગ્લોરે હૈદરાબાદને 8 વકેટથી આપી મ્હાત

IPL 2023 ની 65 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 18 મે (ગુરુવાર)ના રોજ રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે RCBને જીતવા માટે 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને તેણે છેલ્લી ઓવરમાં હાંસલ...
ipl 2023   ક્લાસેન પર ભારે પડી વિરાટની સદી  બેંગ્લોરે હૈદરાબાદને 8 વકેટથી આપી મ્હાત

IPL 2023 ની 65 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 18 મે (ગુરુવાર)ના રોજ રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે RCBને જીતવા માટે 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને તેણે છેલ્લી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. RCBની જીતના હીરો વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ હતા. આ જીત સાથે RCBની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર આવી ગઈ છે.

Advertisement

વિરાટ કોહલીએ 63 બોલમાં 100 રનની ઇનિંગ રમી જેમાં 12 ફોર અને 4 સિક્સ સામેલ હતી. કોહલીની આઈપીએલ કારકિર્દીની આ છઠ્ઠી સદી હતી. કોહલીએ સૌથી વધુ સદી ફટકારવાના મામલે ક્રિસ ગેલની પણ બરાબરી કરી લીધી છે. ડુ પ્લેસિસની વાત કરીએ તો તેણે 47 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 71 રન બનાવ્યા હતા. ડુ પ્લેસિસ અને કોહલીએ મળીને 17.5 ઓવરમાં 172 રનની તોફાની ભાગીદારી કરી હતી.

Advertisement

63 ઇનિંગ્સ બાદ સદી ફટકારી

Advertisement

કોહલીએ IPLમાં 1489 દિવસ અને 63 ઇનિંગ્સ બાદ સદી ફટકારી છે. કોહલીની અગાઉની IPL સદી 19 એપ્રિલ 2019ના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આવી હતી. તે સદીથી, કોહલીએ 63 ઇનિંગ્સમાં 31ની એવરેજથી 1736 રન બનાવ્યા હતા, જેમાં 14 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે બંને ટીમોએ એક મેચમાં સદી ફટકારી હોય. હૈદરાબાદ માટે આ મેચમાં હેનરિક ક્લાસને સદી ફટકારી હતી. આટલું જ નહીં IPLની કોઈ સિઝનમાં પહેલીવાર પાંચ ભારતીય બેટ્સમેનોએ સદી ફટકારી છે.

ક્લાસને તાકાત બતાવી

આ પહેલા RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હેનરિક ક્લાસને શાનદાર સદી ફટકારી હતી, જેણે 51 બોલમાં 6 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતા. તેણે ત્રીજી વિકેટ માટે કેપ્ટન એડન માર્કરામ (18) સાથે 76 રનની અને હેરી બ્રુક (અણનમ 27) સાથે ચોથી વિકેટ માટે 74 રનની ભાગીદારી પણ કરી હતી. સનરાઇઝર્સ ઇનિંગ્સમાં ક્લાસેનના વર્ચસ્વનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે જ્યારે તેણે 51 બોલમાં 104 રન બનાવ્યા હતા, ત્યારે ટીમના બાકીના બેટ્સમેનો 69 બોલમાં માત્ર 82 રન જ ઉમેરી શક્યા હતા.

Tags :
Advertisement

.