Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વાનખેડેમાં સૂર્યાના તોફાન સામે RCB ઘૂંટણીએ, મુંબઈએ 6 વિકેટથી જીતી મેચ

IPL 2023 ની 54 મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (MI vs RCB) વચ્ચે રમાઈ જેમા મુંબઈની ટીમે 6 વિકેટે જીત મેળવી લીધી છે. જણાવી દઇએ કે, આ મેચ વાનખેડે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના...
11:23 PM May 09, 2023 IST | Hardik Shah

IPL 2023 ની 54 મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (MI vs RCB) વચ્ચે રમાઈ જેમા મુંબઈની ટીમે 6 વિકેટે જીત મેળવી લીધી છે. જણાવી દઇએ કે, આ મેચ વાનખેડે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતવા માટે 200 રનનો લક્ષ્યાંક આપ્યો જેને મુંબઈની ટીમે 21 બોલ બાકી રહેતા હાંસિલ કર્યો હતો.

મુંબઈએ મેળવી આસાન જીત

RCB એ પ્રથમ બેટિંગ કરતા શરૂઆતમાં જ વિરાટ કોહલીની પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવી હતી. વિરાટે 1 રન અને અનુજ રાવત ત્રીજી ઓવરમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ફાફ ડુપ્લેસીસ અને ગ્લેન મેક્સવેલે અડધી સદી ફટકારીને દાવને સંભાળ્યો હતો. મેક્સવેલે 33 બોલમાં 68 રન બનાવ્યા, આ ઇનિંગમાં તેણે 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. મેક્સવેલે 41 બોલમાં 3 સિક્સ અને 5 ફોરની મદદથી 65 રન બનાવ્યા હતા. આરસીબીએ મુંબઈને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો છે. જોકે, આ ટાર્ગેટને મુંબઈની ટીમે ખૂબ જ આસાનીથી મેળવ્યો હતો.

સૂર્યકુમાર અને વાઢેરાએ 140 રનની મજબૂત ભાગીદારી કરી

વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ RCBને 6 વિકેટે કચડી નાખ્યું હતું. મુંબઈને 200 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે માત્ર 16.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. સૂર્યકુમાર યાદવે (35 બોલમાં 83, સાત ચોગ્ગા, 6 છગ્ગા) તોફાની ઇનિંગ રમી હતી. વળી, નેહલ વાઢેરા 34 બોલમાં 52 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. સૂર્યા અને નેહલે ત્રીજી વિકેટ માટે 140 રનની મજબૂત ભાગીદારી કરી હતી.

પોઈન્ટ્સ ટેબલમાં ફેરફાર

આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર આવી ગઈ છે. મુંબઈની 11 મેચમાં આ છઠ્ઠી જીત હતી. બીજી તરફ, ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી RCB હવે એક સ્થાન સરકીને સાતમાં નંબરે આવી ગઇ છે. પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ નંબર વન અને ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા નંબરે છે. મુંબઈની ટીમે 11 મેચમાં 6 જીત અને 5 હાર સાથે 12 પોઈન્ટ્સ મેળવ્યા છે. વળી બેંગ્લોરની ટીમે 11 મેચમાં 5 જીત અને 6 હાર સાથે 10 પોઈન્ટ્સ મેળવ્યા છે.

ઈશાન કિશને આપી મજબૂત શરૂઆત

ઈશાન કિશને મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને મજબૂત શરૂઆત અપાવી હતી. ઈશાન કિશને માત્ર 21 બોલમાં 42 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે. તેની તોફાની ઇનિંગ્સ દરમિયાન ઇશાને રોહિત શર્મા સાથે 51 રનની ભાગીદારી કરી હતી. 5મી ઓવરમાં વાનિન્દુ હસરંગાએ ઈશાનને વિકેટકીપર અનુજ રાવતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હસરંગાએ પણ એ જ ઓવરમાં રોહિતને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો, જે માત્ર સાત રન બનાવી શક્યો હતો.

આ પણ વાંચો – RR VS SRH ની મેચે લગાન ફિલ્મની યાદ અપાવી, અંતિમ બોલ પર NO BALL એ નિર્ણય બદલ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
IPL 2023MI wonMIvsRCBMumbai Indians won
Next Article