Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2023 : લિયામ લિવિંગ્સ્ટનની 9 સિક્સર એળે ગઈ, દિલ્હીએ પંજાબને 15 રનથી હરાવ્યું

IPL 2023ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું છે. આ હાર સાથે પંજાબ કિંગ્સની ટીમ IPL-2023 માંથી બહાર થવાના આરે પહોંચી ગઈ છે. પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી દિલ્હીની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટે 213 રનનો...
ipl 2023   લિયામ લિવિંગ્સ્ટનની 9 સિક્સર એળે ગઈ  દિલ્હીએ પંજાબને 15 રનથી હરાવ્યું

IPL 2023ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું છે. આ હાર સાથે પંજાબ કિંગ્સની ટીમ IPL-2023 માંથી બહાર થવાના આરે પહોંચી ગઈ છે. પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી દિલ્હીની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટે 213 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ પછી પંજાબની ટીમ 8 વિકેટે 198 રન જ બનાવી શકી હતી.

Advertisement

પંજાબ કિંગ્સની આ હાર બાદ મુશ્કેલીઓ વધી ગઈ છે. શિખર ધવનની કપ્તાનીવાળી આ ટીમ હવે 12 પોઈન્ટ સાથે 10 ટીમોના ટેબલમાં 8માં નંબર પર છે. 13 મેચમાં 5મી જીત નોંધાવ્યા બાદ દિલ્હીના 10 પોઈન્ટ છે. પંજાબને હજુ એક મેચ બાકી છે, પરંતુ તે જીત્યા બાદ પણ આ ટીમ અન્ય પરિણામો પર નિર્ભર રહેશે.

Advertisement

પંજાબના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટોચના ક્રમના બેટ્સમેન રિલે રુસોના 37 બોલમાં અણનમ 82 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે બુધવારે પંજાબ કિંગ્સ સામે IPL મેચમાં 2 વિકેટે 213 રન બનાવ્યા હતા. એક મહિના પછી વાપસી કરી રહેલા પૃથ્વી શૉએ 54 રન ફટકારીને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી દિલ્હીને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે છેલ્લી મેચ 20 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમી હતી. પૃથ્વીએ 35 બોલમાં 50 રન પૂરા કર્યા, જે IPLની છેલ્લી 13 ઇનિંગ્સમાં તેની પ્રથમ અડધી સદી હતી.

Advertisement

પૃથ્વીએ પોતાની ઇનિંગમાં 38 બોલ રમ્યા અને સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. કેપ્ટન ડેવિડ વોર્નરે 31 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 94 રન જોડ્યા, જે આ સિઝનની તેમની સૌથી મોટી ભાગીદારી છે. આ પછી રૂસોએ 25 બોલમાં IPL માં પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. તેણે તેના સાઉથ આફ્રિકાના સાથી ખેલાડી કગિસો રબાડાના બોલ પર સિક્સર ફટકારીને પોતાના હાથ ખોલ્યા હતા. રબાડાએ 3 ઓવરમાં 36 રન આપ્યા હતા જ્યારે સેમ કરને 36 રન આપીને 2 વિકેટ લીધી હતી.

પંજાબ તરફથી લિયામ લિવિંગસ્ટોને સૌથી વધુ 94 રન બનાવ્યા હતા. આ સાથે જ અથર્વ તાયડે 55 રનની ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી નોર્ટજે અને ઈશાંતે બે-બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને અપાઇ Z શ્રેણીની સુરક્ષા

Tags :
Advertisement

.