Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2023 : KKR એ SRH ની મહેનત પર ફેરવ્યું પાણી, 5 રનથી આપી માત

IPL 2023 ની 47મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ. આ મેચમાં KKR એ SRH ને 5 રનથી માત આપી દીધી છે. જણાવી દઇએ કે, આ મેચમાં KKRના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો...
ipl 2023   kkr એ srh ની મહેનત પર ફેરવ્યું પાણી  5 રનથી આપી માત

IPL 2023 ની 47મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ. આ મેચમાં KKR એ SRH ને 5 રનથી માત આપી દીધી છે. જણાવી દઇએ કે, આ મેચમાં KKRના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. IPL 2023માં બંને ટીમો હજુ સારૂ પ્રદર્શન કરી શકી નથી. હૈદરાબાદની કમાન એડન માર્કરામના હાથમાં છે. વળી, KKR ટીમના કેપ્ટન નીતિશ રાણા છે.

Advertisement

અંતિમ ઓવરમાં વરુણ ચક્રવર્તીનું અદભૂત પ્રદર્શન
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે શાનદાર શરૂઆત કરી હતી. એક તરફ સનરાઇઝર્સ ટીમે છેલ્લી મેચમાં દિલ્હીને હરાવ્યું હતું. વળી KKR ને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, KKR આ મેચમાં વિજયના માર્ગે પરત ફરવા માંગતી હતી જે અંતે તેણે કરી પણ બતાવ્યું અને SRH ને  5 રને હરાવી દીધું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા KKR ટીમે હૈદરાબાદને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને હૈદરાબાદની ટીમ હાંસલ કરી શકી નહોતી. KKR માટે છેલ્લી ઓવરમાં વરુણ ચક્રવર્તીનું અદભૂત પ્રદર્શન રહ્યું હતું. તેના કારણે જ KKR ની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી.

Advertisement

નીતિશ રાણા અને રિંકુ સિંહે KKRની ઇનિંગ સંભાળી
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કોલકાતા નાઇટ રાઇડર્સની શરૂઆત સારી રહી ન હોતી. જ્યારે રહેમાનુલ્લાહ કોઇ પણ રન કર્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી વેંકટેશ અય્યર પણ માત્ર 7 રન જ બનાવી શક્યો હતો. જેસન રોયે 20 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી સુકાની નીતિશ રાણા અને રિંકુ સિંહે KKRની ઇનિંગ સંભાળી હતી. આ બંને ખેલાડીઓએ સારી બેટિંગ કરી હતી. નીતિશે 42 રન બનાવ્યા હતા. વળી, રિંકુ 46 રન બનાવીને આઉટ થયો હતો. આન્દ્રે રસેલે 24 રનની ઇનિંગ રમી હતી. અંકુલ રોયે અંતે 7 બોલમાં 13 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે KKRની ટીમ 9 વિકેટના નુકસાન પર 171 રન બનાવી શકી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી માર્કે જેસન અને ટી નટરાજને 2-2 વિકેટ લીધી હતી. મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, એડન માર્કરામ, કાર્તિક ત્યાગીને 1-1 વિકેટ મળી હતી. ભુવનેશ્વર કુમાર અને માર્કો જેસન ઘણા મોંઘા સાબિત થયા.

પોઈન્ટ્સ ટેબલ
KKR એ SRH વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી છે. આ જીત પછી પણ KKR ની ટીમ 8 માં ક્રમે જ છે. જ્યારે SRH ની ટીમ પણ તેના તે જ સ્થાન 9 માં ક્રમે છે. KKR એ આ જીત સાથે 8 પોઈન્ટ્સ મેળવ્યા છે. જ્યારે SRH ના હજુ પણ 6 પોઈન્ટ્સ છે. આ હાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનું ટોપ 4 માં પહોંચવું લગભગ મુશ્કેલ બની ગયું છે.

Advertisement

રાણાએ રચ્યો ઈતિહાસ
નીતિશ રાણા KKR માટે 2 હજાર કે તેથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે. આ યાદીમાં નંબર વન ગૌતમ ગંભીર છે, જેણે સૌથી વધુ 3035 રન બનાવ્યા છે. બીજા નંબર પર રોબિન ઉથપ્પાનું નામ છે જેણે 2439 રન બનાવ્યા છે. વળી, નીતિશ રાણા 2019 રન સાથે ચોથા નંબર પર આવી ગયા છે.

ટોપ ઓર્ડર ફ્લોપ
આ મેચમાં KKRના ટોપ ઓર્ડરના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. માર્કો જેન્સને તેની પહેલી જ ઓવરમાં રહેમાનુલ્લાહ ગુરબાઝને આઉટ કર્યો હતો. આ પછી વેંકટેશ અય્યર ચાર બોલમાં સાત રન બનાવીને વિકેટકીપર હેનરિચ ક્લાસેનને કેચ આપી બેઠો હતો. કોલકાતાને ત્રીજો ઝટકો જેસન રોયના રૂપમાં લાગ્યો હતો. તે 19 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચો - એક જ ઓવરમાં આ બેટ્સમેને ફટકાર્યા 46 રન, બોલરની કારકિર્દી જોખમમાં, VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.