Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IPL 2023 : હાઈ સ્કોરિંગ મેચમાં ગુજરાતે મેળવી 56 રને જીત, પોઈન્ટ્સ ટેબલ પર કોઇ ફેરફાર નહીં

IPL 2023 ની 51 મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ આમને-સામને આવી હતી. જ્યા ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કરતા મેચ 56 રને પોતાના નામે કરી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ છે જ્યા ટીમને આ પહેલા...
07:22 PM May 07, 2023 IST | Hardik Shah

IPL 2023 ની 51 મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ આમને-સામને આવી હતી. જ્યા ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કરતા મેચ 56 રને પોતાના નામે કરી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ છે જ્યા ટીમને આ પહેલા દિલ્હી કેપિટલ્સ સામે લો સ્કોરિંગ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ મેચમાં ગુજરાતની ઓપનિંગ જોડીએ જ ટીમની જીતનો પાયો ઘડ્યો હતો.

ગુજરાતે લખનૌની ટીમને 56 રને હરાવ્યું

IPL 2023ની 51મી મેચમાં બે ભાઈઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા આમને-સામને જોવા મળ્યા હતા. કે.એલ.રાહુલને ઈજા થયા બાદ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની કપ્તાની કૃણાલ પંડ્યાને મળી હતી. પરંતુ આ મેચમાં કૃણાલની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતે આ મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી છે. ગુજરાતે લખનૌને 56 રને હરાવ્યું છે. લખનૌ સામે ગુજરાતની આ સતત ચોથી જીત છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 227 રન બનાવ્યા હતા. શુભમન ગિલ અંત સુધી અણનમ રહ્યો હતો. તેણે 94 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે સદી ચૂકી ગયો હતો. પોતાની ઇનિંગ દરમિયાન ગિલે 7 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. ઓપનર રિદ્ધિમાન સાહાએ 43 બોલમાં 81 જ્યારે શુભમન ગિલે 51 બોલમાં 94 રન બનાવ્યા હતા. બંનેએ 74 બોલમાં 142 રનની ભાગીદારી કરી હતી.

પોઈન્ટ્સ ટેબલમાં નથી થયો કોઇ ફેરફાર

આ મેચમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ હાર્દિક પંડ્યા કરી રહ્યો છે જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કૃણાલ પંડ્યા કરી રહ્યો છે. ટીમનો નિયમિત કેપ્ટન કેએલ રાહુલ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમ જીત નોંધાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે યથાવત છે. જોકે  આ જીત સાથે તેના હવે 16 પોઈન્ટ્સ થઇ ગયા છે. જ્યારે લખનૌની ટીમ હાર બાદ પણ હજુ ત્રીજા ક્રમે યથાવત છે. તેના 11 પોઈન્ટ્સ છે.

IPL 2023માં ગુજરાતનું પ્રદર્શન
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ગુજરાત ટાઈટન્સની ટીમ શાનદાર લયમાં જોવા મળી રહી છે. ટીમે અત્યાર સુધી 11માંથી 8 મેચ જીતી છે અને ટોપ પર છે. ટીમે છેલ્લી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને ખરાબ રીતે હરાવ્યું હતું. જો છેલ્લી 5 મેચની વાત કરીએ તો ગુજરાતે 5 માંથી 4 મેચમાં જીત મેળવી છે.

IPL 2023માં લખનૌનું પ્રદર્શન
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં, લખનૌ સુપર જાયન્ટ્સ અત્યાર સુધીમાં 11 મેચ રમી છે અને 5 મેચ જીતી છે જ્યારે એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. ટીમે ગુજરાત સામે છેલ્લી મેચ રમી હતી જેમા ટીમને 56 રને હારનો સામનો કરવો પડ્યો હતો. વળી ચેન્નઈની ટીમ સામે વરસાદના કારણે પરિણામ આવી શક્યું ન હતું અને બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યા હતા.  જો છેલ્લી 5 મેચની વાત કરીએ તો લખનૌએ 5 માંથી માત્ર 2 મેચ જીતી છે જ્યારે 1 માં વરસાદના કારણે કોઇ પરિણામ આવ્યું નથી.

આ પણ વાંચો - નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યું ગિલનું તોફાન, લખનૌને મળ્યો 228 રનનો વિશાળ ટાર્ગેટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GTvsLSGIPL 2023Kyle MayersNarendra Modi StadiumQuinton De KockSubhaman GillTargetWridhiman Saha
Next Article