Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

iPhone : 16 હજાર ફૂટની ઉંચાઈએથી પડ્યો iPhone, યુઝર્સે કહ્યું- હે ભગવાન...

iPhone ના ફીચર્સને લઈને તમે ઘણી વાર ઘણા સમાચાર વાંચ્યા હશે, આજે તેની ડયુરેબલિટીને લઈને મોટી માહિતી સામે આવી છે, વાસ્તવમાં 16 હજાર ફૂટણી ઉંચાઈએ ઉડતા પ્લેનમાંથી એક iPhone અચાનક નીકળી ગયો. જ્યારે તેની શોધ કરવામાં આવી તો iPhone માં...
iphone   16 હજાર ફૂટની ઉંચાઈએથી પડ્યો iphone  યુઝર્સે કહ્યું  હે ભગવાન

iPhone ના ફીચર્સને લઈને તમે ઘણી વાર ઘણા સમાચાર વાંચ્યા હશે, આજે તેની ડયુરેબલિટીને લઈને મોટી માહિતી સામે આવી છે, વાસ્તવમાં 16 હજાર ફૂટણી ઉંચાઈએ ઉડતા પ્લેનમાંથી એક iPhone અચાનક નીકળી ગયો. જ્યારે તેની શોધ કરવામાં આવી તો iPhone માં કોઈ પણ પ્રકારણી સ્ક્રેચ થઇ નહતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, iPhone ની હાલત બિલકુલ ઠીક છે. આ અંગેની તસવીરો પણ સામે આવી છે. ફોટો જોઈને સ્પષ્ટ થાય છે કે તે iPhone પર એક પણ સ્ક્રેચ નથી.

Advertisement

Alaska Airlines માંથી iPhone નીચે પટકાયો

વાસ્તવમાં, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે અલાસ્કા એરલાઈન્સની ASA 1282 ફ્લાઈટ તેની મુસાફરી પૂરી કરી રહી હતી. તે પોર્ટુગલ Oregon શહેરથી લઈને કેલિફોર્નિયાના Ontario શહેર સુધી જઈ રહી હતી. આ દરમિયાન તે ફ્લાઈટ 16 હજાર ફૂટની ઊંચાઈએથી બારી અચાનક તૂટી ગઈ.

ટ્વીટ સામે આવ્યું

આ પછી, વિમાનમાંથી ઘણી બધી સામગ્રી હવામાં આવવા લાગી. આમાં iPhone પણ સામેલ હતો. આ પછી, આ આઇફોન રસ્તાના કિનારે સારી સ્થિતિમાં પડેલો જોવા મળ્યો હતો. સ્ક્રીન પ્રોટેક્ટર અને તેનું કવર સારી સ્થિતિમાં હતા. આ અંગે એક ટ્વિટ પણ સામે આવ્યું છે.

Advertisement

શું છે સમગ્ર ઘટના...

આ દુર્ઘટના અલાસ્કા એરલાઈન્સની ફ્લાઈટ ASA 1282 માં થઈ હતી. આ ફ્લાઈટ પોર્ટલેન્ડ ઓરેગોનથી ઓન્ટારિયો કેલિફોર્નિયા જઈ રહી હતી. અચાનક વિમાનની બારી હવામાં તૂટી ગઈ અને ઘણી વસ્તુઓ નીચે પડી ગઈ. આમાં એક iPhone પણ સામેલ હતો. ફોન લગભગ 16,000 ફૂટની ઊંચાઈએથી જમીન પર પડ્યો હતો. સેંથન બેટ્સ નામના વ્યક્તિએ રસ્તાની કિનારે પડેલો આઇફોન ઉપાડ્યો. ફોનમાં પર એક સ્ક્રેચ પણ ન હતો. 

Advertisement

તે કયું મોડેલ હતું?

16 હજાર ફૂટની ઉંચાઈથી પડ્યું આ iPhone નું કયું મોડલ છે, તેના વિશેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)એ પણ આ દુર્ઘટના અંગે માહિતી આપી હતી. સાથે જ જણાવ્યું કે iPhone પણ મળી આવ્યો છે, જે સારી સ્થિતિમાં છે.

આ પણ વાંચો : Maldives : અહીંથી સૌથી વધુ યુવાનો ISIS માં સામેલ થયા! ઇસ્લામિક સ્ટેટનું ગઢ બની ગયું છે આ દ્વીપ-દેશ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.