Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

North Gujarat: ઉત્તર ગુજરાતમાં ખાતર બિયારણ અને જંતુનાશક દવાની તપાસ, 269 પેઢીઓનો નોટિસ

North Gujarat: ગુજરાતમાં થોડા દિવસ પહેલા નકલી અને બિનઅધિકૃત બિયારણથી લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટ દ્વારા બાબતે ખાસ લોકોને બોલાવીને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અનેક વિગતો સામે આવી હતી. અત્યારે રાજ્યમાં સતત...
north gujarat  ઉત્તર ગુજરાતમાં ખાતર બિયારણ અને જંતુનાશક દવાની તપાસ  269 પેઢીઓનો નોટિસ

North Gujarat: ગુજરાતમાં થોડા દિવસ પહેલા નકલી અને બિનઅધિકૃત બિયારણથી લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટ દ્વારા બાબતે ખાસ લોકોને બોલાવીને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અનેક વિગતો સામે આવી હતી. અત્યારે રાજ્યમાં સતત આ બાબતે તપાસનો દોર ચાલી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે કૃષિ વિભાગ દ્વારા ગત સપ્તાહે ઉત્તર ગુજરાતમાં તપાસ કરવામાં આવી છે.

Advertisement

કૃષિ વિભાગ દ્વારા કુલ 392 પેઢીઓની ચકાસણી કરવામાં આવી

તમને જણાવી દઇએ કે, કૃષિ વિભાગ દ્વારા કુલ 392 પેઢીઓની ચકાસણીમાં 366 નમૂના લેવામાં આવ્યા હતા. આ દરમિયાન 269 પેઢીઓમાં ખામીઓ નીકળતા નોટિસ પણ આપવામાં આવી હતી. નોંધનીય છે કે, 366 નમૂનાના રિપોર્ટ ન આવે ત્યાં સુધી જથ્થો સીલ પણ કરાયો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી જાણકારી પ્રમાણે કુલ 42.93 ટન બિયારણ, 43.12 ટન ખાતર, 3,648 જંતુનાશક દવા સીલ કરી હાલમાં વેચાણ પર પ્રતિબંધ લદાયો હતો.

દવાની ખરીદીમાં છેતરાય નહીં તે માટે લેવાયા પગલાં

નોંધનીય છે કે, ખેડૂતો ખાતર બિયારણ અને જંતુનાશક દવાની ખરીદીમાં છેતરાય નહીં તે માટે લેવાયા પગલાં છે. જાણકારી પ્રમાણે મહેસાણા જિલ્લામાં 66 પેઢીઓની તપાસમાં 94 નમૂના લઇ 41 ને નોટિસ ફટકારી દેવામાં આવી છે. આ સાથે પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો 69 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી તેમાંથી 61 નમૂના લઇ 53 ને નોટિસ ફટકારાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં તપાસ કરવામાં આવી હતી. અહીં જિલ્લાની 155 પેઢીઓની તપાસ કરવામાં આવી તેમાંથી 76 નમૂના લેવાયા હતા અને 78 ને નોટિસ આપવામાં આવી હતી.

Advertisement

269 પેઢીઓમાં ખામીઓ કૃષિ વિભાગની નોટિસ

મળતી જાણકારી પ્રમામે વધુ વિગતે વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં 52 પેઢીમાં તપાસ કરવામાં આવી હતી તેમાંથી 60 ને નોટિસ આપી અને 73 નમૂના લેવાયા હતા. આ સાથે સાથે અરવલ્લી જિલ્લામાં 50 પેઢીઓની તપાસમાં 62 નમૂના લઇ 27 ની નોટિસ અપાઈ છે. નોંધનીય છે કે, ઉત્તર ગુજરાત (North Gujarat)માં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ કરીને કૃષિ વિભાગ દ્વારા 269 પેઢીઓમાં ખામીઓ નીકળતા નોટિસ પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: AHMEDABAD: સગીરાની મરજી હોય તો શારીરિક સંબંધ ગેરકાયદેસર ગણાય, આરોપીને 10 વર્ષની સજા

આ પણ વાંચો: CHEMICAL MANGO: કેરી એટલે મોત! રાત્રે આંબેથી ઉતરે, સવારે પાકી જાય અને બપોરે તમારા ઘરે પણ પહોંચી જાય!

આ પણ વાંચો: BHARUCH: લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી જર્જરિત, હોનારત થાય તો જવાબદાર કોણ?

Advertisement
Tags :
Advertisement

.