Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

International Tiger Day 2023 : 50 વર્ષોમાં વાઘની સંખ્યામાં થયો આટલો વધારો, આ રાજ્ય છે ટૉપ પર, જાણો

દુનિયાભરમાં આજે આંતરરાષ્ટ્રીય વાઘ (International Tiger Day 2023) દિવસ મનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષે 29 જુલાઈના દિવસે હાલના દિવસોમાં વાઘોની (Tiger) સતત ઘટી રહેલી વસ્તી પર કંટ્રોલ કરવા અને લોકોને જાગૃત કરવા માટે મનાવવામાં આવે છે. ભારત માટે આ...
08:06 PM Jul 29, 2023 IST | Viral Joshi

દુનિયાભરમાં આજે આંતરરાષ્ટ્રીય વાઘ (International Tiger Day 2023) દિવસ મનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષે 29 જુલાઈના દિવસે હાલના દિવસોમાં વાઘોની (Tiger) સતત ઘટી રહેલી વસ્તી પર કંટ્રોલ કરવા અને લોકોને જાગૃત કરવા માટે મનાવવામાં આવે છે. ભારત માટે આ દિવસ એટલા માટે ખાસ છે કારણ કે ભારતનું રાષ્ટ્રીય પશુ વાઘ છે.

દેશમાં કેટલા વાઘ છે?

દેશમાં એક કાળખંડ એવો આવ્યો હતો કે આપણના રાષ્ટ્રીય પશુની સંખ્યા ચિંતાજનક સ્તરે ઘટી ચુકી હતી. દેશમાં વાઘની સંખ્યા માત્ર 268 રહી હતી. જોકે સરકારના પ્રયાસોના પરિણામ સ્વરૂપ આજે વાઘની સંખ્યા વધી છે. ઉત્તરાખંડના જીમ કાર્બેટ ટાઈગર રિઝર્વમાં વાઘ દિવસની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન કેન્દ્રીય વન રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ વિસ્તૃત અહેવાલ જાહેર કર્યો. વર્ષ 2022ની વાઘની વસ્તી ગણતરી અનુસાર દેશમાં વાઘોની સંખ્યા 3167 થઈ ચુકી છે જે વૈશ્વિક વસ્તીના 75% છે. આ અગાઉ વર્ષ 2018માં આ સંખ્યા 2967 હતી.

પ્રોજેક્ટ ટાઈગર

ભારતમાં વર્ષ 1973માં વાઘની સંખ્યા માત્ર 268 હતી. સરકારે ત્યારે પ્રોજેક્ટ ટાઈગર (Project Tiger) શરૂ કર્યો જેના પરિણામ સ્વરૂપ દેશમાં આ સુંદર દુર્લભ જીવની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક અહેવાલ પ્રમાણે વર્ષ 1973માં 18,278 ચોરસ કિમી વિસ્તારમાં 9 ટાઈગર રિઝર્વની પ્રારંભિક સંખ્યા વધીને હવે 53 થઈ ચુકી છે જે કુલ 75,796.83 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલી છે, જે આ દેશના ભૌગોલિક વિસ્તારના આશરે 2.3% છે.

વાઘની વસ્તીના આંકડાઓ

મધ્યપ્રદેશમાં છે સૌથી વધારે વાઘ

મધ્યપ્રદેશે પોતાનો ટાઈગર સ્ટેટનો દરજ્જો જાળવી રાખ્યો છે. વર્ષ 2022ની ગણતરી અનુસાર મધ્યપ્રદેશમાં 785 વાઘ છે. જે દેશના કોઈ પણ રાજ્યમાં સૌથી વધારે છે. જે પછી કર્ણાટક 563 વાઘો સાથે બીજા સ્થાને છે, ઉત્તરાખંડમાં 560 સાથે ત્રીજા સ્થાને અને મહારાષ્ટ્ર 444 સાથે ચોથા સ્થાને છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 4 વર્ષોમાં વાઘોની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. વર્ષ 2018ની ગણતરી અનુસાર મધ્યપ્રદેશમાં 526 વાઘ હતા જે ચાર વર્ષમાં 259 વાઘ વધીને કુલ 785 વાઘ થયાં છે. મધ્યપ્રદેશમાં સૌથી વધારે વાઘ બાંધવગઢ અને કાન્હા નેશનલ પાર્કમાં છે.

શું છે પ્રોજેક્ટ ટાઈગર?

વાઘોની ઘટી રહેલી વસ્તીને જોતા સરકારે વાઘને સંરક્ષણ આપવા માટે 1લી એપ્રીલ 1973ના રોજ પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ કર્યો હતો. પ્રોજેક્ટ ટાઈગરના પહેલા ડિરેક્ટર કૈલાસ સાંખલા હતા. તેમને ધ ટાઈગર મેન ઓફ ઈન્ડિયા પણ કહેવામાં આવી છે. વાઘો પ્રત્યેનું તેમનું સમર્પણ જોતા તેમને જ પ્રોજેક્ટ ટાઈગરના પહેલા ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ યોજના 18,278 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા 9 ટાઈગર રિઝર્વને સામેલ કરવામાં આવી હતી. 50 વર્ષમાં આ યોજનાનો વિસ્તાર થયો છે અને આજે ટાઈગર રિઝર્વની સંખ્યા વધીને 53 થઈ ગઈ છે. આ 53 ટાઈગર રિઝર્વ 75,500 ચોરસ કિલોમીટર વિસ્તારમાંમાં ફેલાયેલી છે.

આ પણ વાંચો : DELHI : બાળકો અને મોદીજીનો આ અદ્ભુત સંવાદ તમારું દિલ જીતી લેશે, જુઓ VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Gujarati NewsIndiaInternational Tiger DayInternational Tiger Day 2023MadhyaPradeshProject TigerTiger Census
Next Article