International Tea Day : એક એવી ચા જેની કિંમત જાણીને ઉડી જશે હોશ, જાણો ચા વિશે રસપ્રદ વાતો
દરેક વ્યક્તિને ચાની લિજ્જત માણવી ગમતી હોય છે. થોડા સમયનો આરામ મળ્યો નથી કે ચા પીવાનું બહાનું શોધી જ કાઢે છે. એવું માનવામાં આવે છે કે, વિશ્વમાં પાણી પછી ચા સૌથી વધારે પીવામાં આવે છે. દર વર્ષે 21 મેએ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે. 21 ડિસેમ્બર 2019એ સંયુક્ત રાષ્ટ્રમાં આ અંગે એક દરખાસ્ત આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠને દર વર્ષે 21 મેના દિવસને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ચા એવી છે જે તમને 9 કરોડ રૂપિયામાં પડે છે. આ ચાનું નામ છે ડા-હોંગ પાઓ (Da Hong Pao). ચીનના નાના શહેર ફુજિયનના વુઇસેન વિસ્તારમાં આ ચા મળતી હતી. આરોગ્યની દ્રષ્ટિએ તેને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. વિશેષ ઝાડમાંથી તૈયાર કરેલી ડા-હોંગ પાઓ (Da Hong Pao) ચાને જીવનદાન તરીકે પણ માનવામાં આવે છે. આ ખાસિયતના કારણે આ ચાની કીમત ખુબ છે. અહેવાલ પ્રમાણે 2002 માં, એક સમૃદ્ધ ઉદ્યોગપતિએ આ 20 ગ્રામ ચા ખરીદવા માટે 28,000 ડોલર ચૂકવ્યા હતા. અત્યારના ભાવ પ્રમાણે 20,45,000 રૂપિયા.
માનવામાં આવી રહ્યું છે કે, ચાની ઉત્પત્તિ 5,000 વર્ષથી પણ જૂની છે, પરંતુ આરોગ્ય, સંસ્કૃતિ અને સામાજિક-આર્થિક વિકાસમાં તેનું યોગદાન આજે પણ એટલું જ પ્રાસંગિક છે. દુનિયાના નાના ખેડૂતો અને તેમના પરિવાર સહિત અંદાજે 13 મિલિયનથી વધુ લોકોની રોજગારી ચા પર નિર્ભર છે. ચાની 3000 થી વધુ જાત છે, દરેકની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. ચાનું નામકરણ અને ચા ઉગાડવાની પ્રક્રિયા વિશિષ્ટ છે. ઘણી ચાના નામ પણ તેને જે વિસ્તારમાં ઉગાડવામાં આવે છે તેના પરથી રખાય છે.
લગભગ મોટા ભાગના લોકો ચા તો પીતા જ હોય છે. ચા વગર સવાર થતી નથી. ચા પીવાથી થતા ગેરફાયદા તો તમે સાંભળ્યા હશે અને ચા ન પીવી જોઇએ તેવુ પણ ઘણા લોકો પાસેથી સાંભળ્યુ હશે પરંતુ ચા પીવાથી પણ અનેક ફાયદા થાય છે. ચાલો આજે જાણીએ ચા પીવાના ફાયદા વિશે. બ્લેક ટી હોય અથવા ગ્રીન ટી અથવા તો કોઇ બીજા ફ્લેવરની તમામ ચામાં એન્ટી ઑક્સીડેન્ટ્સ, એન્ટી કેટેચિન્સ અને પોલીફેનોલ્સ જેવા તત્વો હોય છે જે આપણા શરીરને ફાયદાકારક રીતે અસર કરે છે. ગ્રીન ટી પીવાથી તે મૂત્રાશય, બ્રેસ્ટ, ફેફસાં, પેટ, સ્વાદુપિંડ જેવા શરીરના અંગો માટે એન્ટી ઑક્સીડેન્ટનું કામ કરે છે અને કોલોરેક્ટલ તત્વ કેન્સરના વિકાસને અટકાવવામાં ફાયદો કરે છે.
ધમનીઓના ક્લોગ્ગિંગને અટકાવવામાં, ચરબી ઘટાડવામાં, તણાવ ઓછું કરવામાં, અલ્ઝાઇમર અને પાર્કિન્સન રોગ જેવી મસ્તિષ્ક સંબંધી બીમારીઓના જોખમને ઘટાડવામાં, સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં અને કોલેસ્ટ્રોલના સ્તરને સુધારવામાં પણ મદદ કરે છે. ચા પીવું દરેક કોઈ પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામના વચ્ચેમી ચા માણસને સુસ્તી દુર કરી તાજા કરી દે છે. પણ શું તમે જાણો છો કે જ્યાં એક તરફ ચા પીવાના ફાયદા ઘણા છે. તેમજ બીજી તરફ તેના ઘણા નુકશાન પણ છે. જરૂરતથી વધારે ચા પીવું આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : દહીં કે છાશ? ગરમીમાં શું છે વધુ ફાયદાકારક