Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પરમાણુ પરિક્ષણો વિરોધી દિવસ મનાવવો કેમ જરૂરી છે?

International Day Against Nuclear Tests 2023 : આજે 29 ઓગસ્ટના રોજ પરમાણુ પરિક્ષણો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ છે. જેનો ઉદ્દેશ્ય પરમાણુ હથિયારો અને તેના થનારા પ્રભાવને લઈને સામાન્ય જનતાને જાગૃત કરવાનો છે. સંયુક્ત રાષ્ટ્રની 64મી મહાસભા દરમિયાન 2જી ડિસેમ્બર 2009ના પરમાણું...
09:09 AM Aug 29, 2023 IST | Viral Joshi

International Day Against Nuclear Tests 2023 : આજે 29 ઓગસ્ટના રોજ પરમાણુ પરિક્ષણો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ છે. જેનો ઉદ્દેશ્ય પરમાણુ હથિયારો અને તેના થનારા પ્રભાવને લઈને સામાન્ય જનતાને જાગૃત કરવાનો છે. સંયુક્ત રાષ્ટ્રની 64મી મહાસભા દરમિયાન 2જી ડિસેમ્બર 2009ના પરમાણું પરિક્ષણો વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવા સંબંધિત પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો હતો.

શરૂઆત

આ દિવસ માટે મહાસભા દ્વારા 29 ઓગસ્ટની તારીખ નિર્ધારિત કરવામાં આવી હતી. તે બાદ 29 ઓગસ્ટ 2010થી દર વર્ષે સમગ્ર વિશ્વમાં આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની વિશેષ જાહેરાત બાદ મે 2010માં દરેક દેશના રાજકિય દળોએ પરમાણું હથિયારો વગર દુનિયાની શાંતિ અને સુરક્ષા મેળવવા માટે સંકલ્પ લીધો.

વિનાશનું કારણ

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ અનુસાર હાલના સમયે દરેક દેશો પાસે લગભગ 13 હજાર પરમાણું હથિયાર ઉપલબ્ધ છે. તેમ છતાં તમામ દેશ પોતાની પરમાણુ હથિયારોની ક્ષમતાને વધારવામાં લાગ્યા છે જે વિનાશનું સૌથી મોટું કારક છે. દરેક દેશો વર્ષ 1945થી અત્યાર સુધી 2 હજારથી વધારે પરમાણું પરિક્ષણ કરી ચુક્યા છે. આનાથી સામાન્ય લોકોને માત્ર તકલીફ જ નથી પડી પરંતુ આપણે શ્વાસ લઈએ છીએ તે હવાને ઝેરી બનાવી છે.

ભયાનકતા

આ પરિક્ષણથઈ કેન્સર અને રેડિયોક્ટિવ કણોનો ઝડપથી પ્રસાર થાય છે. તેનાથી જળ, વાયુ અને માટી બધુ જ ઝેરી થઈ જાય છે. દુનિયાભરમાં એવા 60થી વધારે સ્થળો છે. જેના પર પરમાણું પરિક્ષણ થયેલા છે અને તમામ પ્રયાસો છતાં તે સ્થળ રહેવા લાયક નથી, પરમાણું પરિક્ષણો વિશે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે વર્ષ 2019 માં પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, એ સત્ય નકારી શકાય નહી કે પરમાણું પરિક્ષણ દુનિયાને વિનાશ તરફ ધકેલવા સિવાય કંઈ નથી.

ઉ્દ્દેશ્ય

આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સંયુક્ત રાષ્ટ્ર, સભ્ય રાજ્યો, સરકાર, બિનસરકારી સંગઠનો અને મીડિયાને પરમાણું હથિયાર પરિક્ષણો પર પ્રતિબંધ લગાવવાની આવશ્યક્તાને સૂચિત, શિક્ષિત અને હિમાયત કરવાની સાથે પરમાણું હથિયાર મુક્ત દુનિયા હાસલ કરવા માટે પ્રેરિત કરવાનો છે. વર્ષ 1945 થી આજ સુધી લગભગ 2 હજારથી વધારે એવા પરિક્ષણ કરવામાં આવી ચુક્યા છે જેનું પર્યાવરણ અને માનવ જીવન પર વિનાશકારી અસર પડી છે. જ્યારે સ્થિતિ વધારે વિસ્ફોટક થઈ ગઈ ત્યારે લોકોને આવા પરિક્ષણો વિરૂદ્ધ એક દિવસ વિશેષ આયોજીત કરવાની જરૂરિયાત અનુભવાઈ જેથી વધારેમાં વધારે લોકોને તેનથી ઉત્પન્ન થતાં ખતરાથી એલર્ટ કરી શકાય.

આ પણ વાંચો : INDONESIA : બાલી સમુદ્રમાં 7ની તીવ્રતાનો ભૂકંપ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
International Day against Nuclear TestsNuclear TestsUnited Nations
Next Article