ઈજાગ્રસ્ત રાહુલ ટીમને ન અપાવી શક્યો જીત, પોઈન્ટ્સ ટેબલમાં RCB જાણો ક્યા
IPL 2023ની 43મી મેચમાં સોમવારે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં બંને વચ્ચે મેચ રમાઈ. જેમા RCB એ LSG ને 18 રનથી માત આપી દીધી છે. આ મેચમાં RCB એ પહેલા બેટિંગ કરતા 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો. RCB એ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. ફાફ ડુપ્લેસીએ 44 અને વિરાટ કોહલીએ 31 રન બનાવ્યા હતા. આ મેચમાં રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તે અંતમાં બેટિંગ કરવા મેદાને ઉતર્યો હતો.
RCB એ LSG ને તેના જ ઘરમાં આપી માત
IPL 2023ની 43મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને ઓછા સ્કોરિંગ મેચમાં 18 રનથી હરાવ્યું હતું. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ પણ તે છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ તેની ટીમને જીત અપાવી શક્યો નહોતો. RCB એ કુલ 126 રન ડિફેન્ડ કર્યા છે. આ સિઝનમાં RCB સૌથી ઓછા ટાર્ગેટ પર જીત મેળવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. 127 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ 20 ઓવર પણ રમી શકી ન હોતી અને કુલ 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Points Table માં થયો ફેરફાર
લખનૌને ચેના જ ઘરમાં હરાવીને બેંગ્લોરની ટીમે તેને મળેલી હારનો બદલો લઇ લીધો છે. આ જીત બાદ હવે RCB પોઈન્ટ્સ ટેબલમાં 5 માં ક્રમે આવી ગઇ છે. RCB 10 પોઈન્ટ્સ સાથે હવે IPL ના અંતિમ પડાવમાં આગળ વધી રહી છે. જ્યા તેના અને લખનૌના પોઈન્ટ્સ સમાન છે. જોકે, નેટ રનરેટમાં LSG (0.639) આગળ હોવાના કારણે તે પોઈન્ટ્સ ટેબલ પર 3 નંબર પર છે. જ્યારે RCB ના નેટ રનરેટ (-0.030) LSG ની સરખામણીએ ઓછા હોવાના કારણે તે 5 માં ક્રમે છે.
ઉલ્લેખનીય છે કે, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ફરી એકવાર ટીમ માટે મહત્વપૂર્ણ રન બનાવવાનું કામ કર્યું. કેપ્ટન ફાફ ડુપ્લેસીસને કૃણાલ પંડ્યાના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયન મોકલવાનું કામ અમિત મિશ્રાએ કર્યું હતું. રનનો પીછો કરતા લખનૌએ પ્રથમ છ ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ગ્લેન મેક્સવેલે કૃણાલ પંડ્યાને વિરાટ કોહલીના હાથે કેચ કરાવી RCB ને બીજી સફળતા અપાવી. વનિંદુ હસરંગાએ દીપક હુડાને વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથે સ્ટમ્પ કરાવ્યો હતો. પાવરપ્લેમાં જ લખનઉએ ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
આ પણ વાંચો - ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, WTC Final પહેલા રાહુલ ઈજાગ્રસ્ત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ