Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મધ્યમવર્ગીય માણસો પર મોંઘવારીનો માર, સીંગતેલના ભાવમાં ધરખમ વધારો

સીંગતેલના ભાવમાં થયો વધારો બે દિવસમાં 50 રૂ.નો ભાવ વધારો સીંગતેલ હાલ ડબ્બાના રૂપિયા 2600 મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં ભાવ વધ્યા સામાન્ય માણસ ઉપર મોંઘવારીનો માર અવાર નવાર પડતો રહે છે. પરંતુ જ્યારે મુખ્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ...
10:48 AM Feb 20, 2024 IST | Harsh Bhatt

સામાન્ય માણસ ઉપર મોંઘવારીનો માર અવાર નવાર પડતો રહે છે. પરંતુ જ્યારે મુખ્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર જ્યારે વધારે ભાવ ઝીંકવામાં આવે છે ત્યારે નાગરિકોએ મુસીબત વેઠવાનો વારો આવે છે. ખાદ્ય પદાર્થમાં ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાતું હોય છે. ત્યારે હવે ગુજરાતમાં આવું બનવા પામ્યું છે. સીંગતેલના ભાવમાં વધારો થતા ફરી એક વખત સામાન્ય માણસ મોંઘવારીના માર નીચે દબાયો છે.

વર્ષની શુરૂઆતમાં જ મોંઘવારીનો કહેર 

ગુજરાતમાં વર્ષ 2024 ની શુરૂઆતમાં જ સીંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સીંગતેલમાં બે દિવસમાં ડબ્બે રૂ. 50નો વધારો થયો છે. તેમજ સીંગતેલના હાલ ડબ્બાનો ભાવ રૂપિયા 2600 સુધી પહોંચ્યો છે. મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં જ હવે સીંગતેલ તેલના ભાવ વધ્યા છે. સીંગતેલ જેવી રોજિંદા વપરાશમાં લેવાતી ખાદ્ય પદાર્થની વસ્તુમાં ભાવ વધારો થતાં તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા ઉપર પડે છે. હવે આ મોંઘવારીના સમયમાં ખાદ્ય પદાર્થો ઉપર પણ વધારે ભાવ ઝીંકાતા નાગરિકોના માથે વધુ એક સમસ્યા પડી છે.

આ પણ વાંચો -- નકલીકાંડ મુદ્દે કોંગ્રેસ નેતાઓએ વિધાનસભામાં કર્યો હોબાળો, બધા ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
castor oilGujaratmiddle classoilspeanutsPrice Hikeskyrocketing
Next Article