Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mission Chandrayaan-3 : ચંદ્રયાન-3 જ્યાં ઉતરશે તે જગ્યા પર કાયમ અંધારું જ હોય છે..!

આવતીકાલે શુક્રવાર 14 જુલાઇએ ભારત ( India) ઇતિહાસ સર્જવા જઇ રહ્યું છે. ઇસરો (ISRO) દ્વારા મિશન ચંદ્રયાન-3 (Misson Chandrayaan-3) આવતીકાલે સતીશ ધવન સ્પેસ સેન્ટર (Satish Dhawan Space Center) શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. શુક્રવારે બપોરે 2.35 મિનીટે મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરાશે....
mission chandrayaan 3   ચંદ્રયાન 3 જ્યાં ઉતરશે તે જગ્યા પર કાયમ અંધારું જ હોય છે
આવતીકાલે શુક્રવાર 14 જુલાઇએ ભારત ( India) ઇતિહાસ સર્જવા જઇ રહ્યું છે. ઇસરો (ISRO) દ્વારા મિશન ચંદ્રયાન-3 (Misson Chandrayaan-3) આવતીકાલે સતીશ ધવન સ્પેસ સેન્ટર (Satish Dhawan Space Center) શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. શુક્રવારે બપોરે 2.35 મિનીટે મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરાશે. આ ચંદ્ર્યાન અંદાજીત 45થી 50 દિવસમાં ચંદ્રની સપાટી પર પહોંચશે. મિશન હેઠળ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચશે અને પૃથ્વીના 14 દિવસની બરાબર ચંદ્ર પર કાર્ય કરશે.
mission moon
ચંદ્રના દક્ષિણ ભાગમાં ખુબ જ બરફ જામેલો છે
ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થશે. ઇસરો સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના મત મુજબ ચંદ્રના દક્ષિણ ભાગમાં ખુબ જ બરફ જામેલો છે. આ ભાગ ક્યારેય પૃથ્વીની સામે આવતો જ નથી અને અહીં કાયમ અંધારુ જ રહે છે અને આ સ્થળે ભૂકંપ પણ વધારે આવે છે. કારણ કે અહીંની જમીનની ટેક્ટોનિક પ્લેટ્સ પણ સતત એક્ટિવ રહે છે. ચંદ્રયાન-3 જ્યા ઉતરશે તે જગ્યાને ડાર્ક સાઇડ ઓફ ધ મૂન પણ કહેવામાં આવે છે.
chandrayan
અહીં પ્રકાશ પણ ખુબ જ ઓછો આવે છે
ચંદ્રની કેટલીક ખાસિયતો પણ જાણવા જેવી છે. ચંદ્ર ઉપર સેફ લેન્ડિગ માટે પ્રોપેલન લઇ જલું પડે તેમ છે અને ધરતી પરથી મર્યાદીત ક્ષમતામાં જ પ્રોપેલન લઇ જઇ શકાય છે જેથી તેનો આયોજનપૂર્વક ઉપયોગ કરવામાં ના આવે તો લેન્ડર ક્રેશ પણ થઇ શકે છે. ચંદ્ર પર વાયુ મંડળ જ નથી તે પણ જાણવા જેવી બાબતો છે. ચંદ્ર પર કોઇ સ્થળનું લોકેશન જણાવે તેવો કોઇ ઉપગ્રહ નથી તેથી અહીં માત્ર અંદાજો જ લગાવવો પડે છે. અહીં પ્રકાશ પણ ખુબ જ ઓછો આવે છે.
આ રીતે ચંદ્ર પર ઉતરાણ થશે
જીએસએલવી એમકે-3 ભારત પાસેનું સૌથી મોટું રૉકેટ છે. તેથી ઓછામાં ઓછા ઇંધણ સાથે ચંદ્ર પહોંચવાનો નવીન વિચાર ઇસરોએ અજમાવ્યો છે.આ અભિગમને લીધે રૉકેટ સીધું ચંદ્ર પર જવાને બદલે ધીમે ધીમે ઊંચામાં ઊંચા બિંદુ પર પહોંચીને પૃથ્વીની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં જશે. એ પછી પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ પ્રયાણ કરશે અને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને ત્યાર પછી તે તે સમાન ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ ભ્રમણ કરશે. તે બાદ તે ધીમેધીમે નીચું આવશે અને ચંદ્રની નજીક સરકશે અને તેની સપાટી પર ઉતરાણ કરશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં 40 દિવસ થશે.
લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે
ચંદ્રયાન-3 મિશનમાં પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર સામેલ છે. તેમાંથી, લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ અલગ થશે. પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા પછી, લેન્ડર ચંદ્રની સપાટી પર પહોંચી જશે અને રોવર શોધખોળ શરૂ કરશે.
ચંદ્રયાન-3 મિશનમાં ડિઝાઈનથી લઈને એસેમ્બલીમાં ફેરફાર કરવામાં આવ્યા
ભારતે 2019માં ચંદ્રયાન-2 મિશન લોન્ચ કર્યું હતું, પરંતુ આ મિશન સફળ રહ્યું ન હતું. આવી સ્થિતિમાં ચંદ્રયાન-3 મિશનમાં ડિઝાઈનથી લઈને એસેમ્બલીમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી મિશન સફળ થાય.
Advertisement
Tags :
Advertisement

.